• search-icon
  • hamburger-icon

હેલ્થ ઇન્શ્યોરન્સમાં તમારા પગારના કેટલા ટકાનું રોકાણ કરવું જોઈએ?

  • Health Blog

  • 08 સપ્ટેમ્બર 2021

  • 172 Viewed

રોકાણનું કરેલું આયોજન તમને તમારા ફાઇનાન્શિયલ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. પરંતુ તમામ આર્થિક લક્ષ્ય યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ માધ્યમ વડે પ્રાપ્ત કરી શકાય નહીં, તેના બદલે, તમારે છૂપી મુશ્કેલી અને અવરોધો માટે તૈયાર રહેવું જોઈએ. તે અનિવાર્ય એવા અનપેક્ષિત ખર્ચના રૂપમાં હોઈ શકે છે, ઉદાહરણ તરીકે તબીબી સારવારની જરૂરિયાત. આ ખર્ચાઓને ટાળી શકાતા નથી, અને તમારા આર્થિક લક્ષ્યને મેળવવા માટે કરવામાં આવેલ રોકાણને કારણે આવા ખર્ચ માટે કોઈ સગવડ રહેતી નથી. તે કારણસર, સ્વાસ્થ્ય વીમો એ તમારા રોકાણના આયોજનનો એક અભિન્ન ભાગ બને છે. રોકાણનું યોગ્ય માધ્યમ પસંદ કરવું જેટલું મહત્વપૂર્ણ છે, તે જ રીતે આવી સ્વાસ્થ્યને લગતી આકસ્મિક સ્થિતિઓ માટે પણ યોજના બનાવવી જરૂરી છે. યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કવર તમારી સારવારના ખર્ચને ઘટાડવાની સાથે તેની સાથે સંકળાયેલ માનસિક તણાવ પણ ઓછો કરે છે. તબીબી વિજ્ઞાનને કારણે લોકોના આયુષ્યમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ બદલાતી જીવનશૈલીના પરિણામે થતી વિવિધ બિમારીઓ માટે તબીબી સહાય લેનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ વધારો થયો છે. તેની સાથે, મોંઘી થઈ રહેલી તબીબી સારવારને કારણે તમારી મહેનતની કમાણીમાંથી કરેલ બચતમાંથી આવા ખર્ચાઓનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કવરનો મુખ્ય હેતુ કટોકટીના સમયે બૅકઅપ પ્રદાન કરવાનો અને તમારા કરેલા રોકાણો પર અસર નહીં થવા દેવાનો છે. તેથી, તમારી આવકનો કેટલો ભાગ તમારે હેલ્થ પૉલિસીમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ તે પ્રશ્નનો જવાબ સરળ નથી. જો કે, અગ્રણી નાણાંકીય નિષ્ણાતો તમારી માસિક આવકના બે ટકાથી પાંચ ટકા રોકાણ કરવાની ભલામણ કરે છે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ. For instance, if you monthly income is about ?80,000 per month, the health insurance premiums must ideally be in the range of ?1,600 to ?5,000. But this figure is not set in stone. It can vary based on your estimate of future health insurance coverage. If you are someone who has started just out, a basic health insurance plan like the આરોગ્ય સંજીવની પૉલિસી ઉપયોગી થઈ શકે છે. આ પૉલિસી હેઠળ વ્યાજબી પ્રીમિયમ પર વિવિધ બિમારીઓ માટે વ્યાપક કવરેજ ઉપલબ્ધ છે, તેથી તે ખાસ કરીને નવા ખરીદદારો માટે ઉપયોગી થઈ શકે છે. કવરેજની રકમ ઉંમર, પહેલાંથી હોય તેવી તકલીફો, તબીબી ઇતિહાસ વગેરે જેવા વિવિધ પરિબળો પર આધારિત છે. તે ઉપરાંત, તમે જીવનના કયા તબક્કામાં છો, તમારા રહેઠાણનું શહેર, નોકરીની પ્રકૃતિ અને તેવા કેટલાક અન્ય પરિબળો ધ્યાનમાં રાખવાના હોય છે. ઉપરાંત, તમારો નિર્ણય માત્ર પ્રીમિયમ પર આધારિત ન હોવો જોઈએ. ઉપર જણાવેલ પરિબળોમાંથી ઘણા પરિબળોના આધારે તમારે કેટલા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની જરૂર પડશે તે નિર્ધારિત થાય છે. આવી પૉલિસીનું આયોજન સારવાર માટે ભવિષ્યના ખર્ચના અંદાજ અનુસાર કરવું જોઈએ, હાલના સ્તરે નહીં. આ રીતે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વડે તમે ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો. પૉલિસીઓને સરખાવવા માટે, એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમારી કવરેજની જરૂરિયાતના આધારે તમારે માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મદદ કરી શકે છે. શરૂઆતમાં જ તમારી જરૂરિયાતનું મૂલ્યાંકન કરવાથી તમે પ્રીમિયમ પર બચત કરી શકો છો. આમ કરવાથી તમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં શું કવર થવું જોઈએ તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તે અનુસાર તમે આવી સુરક્ષા પ્રદાન કરતી પૉલિસી શોધી શકો છો. ત્યાર બાદ, તમારે ઉપરોક્ત પરિમાણોના આધારે બજેટ બનાવવું જોઈએ જેથી તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને ભારરૂપ બનતો અટકાવી શકો છો, અને તે વાસ્તવમાં રોકાણના કામમાં સહાયકની ભૂમિકા ભજવે છે. ઑનલાઇન તેમજ ઑફલાઇન ઉપલબ્ધ વિવિધ પૉલિસીઓની તુલના કરીને આમ કરી શકાય છે. સારા બજેટમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ લેવાની આ કેટલીક સરસ રીતો છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો મુખ્ય હેતુ તબીબી કટોકટી દરમિયાન તમને આર્થિક મદદ કરવાનો અને તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યને જાળવી રાખવામાં મદદ કરવાનો છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ સોલિસિટેશનનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img