પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
07 જાન્યુઆરી 2025
527 Viewed
Contents
ધારો કે તમે નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો અને આગામી થોડા દિવસોમાં, તમે બીમાર થાઓ છો અને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. જ્યારે તમે સારવારનો ખર્ચ ક્લેઇમ કર્યો, ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીએ તમને પૉલિસીના વિવિધ નિયમો અને શરતો જણાવવાનું શરૂ કર્યું, જેમાં તમારો વધુ સમય અને મહેનત વેડફાયા. આવા કિસ્સામાં, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) પૉલિસીધારકોને એક નોંધપાત્ર પોર્ટેબિલિટી માધ્યમ પ્રદાન કરે છે, જેના દ્વારા તેઓ કોઈપણ લાભો ગુમાવ્યા વિના અન્ય ઇન્શ્યોરર પાસેથી તેમની ઇન્શ્યોરન્સ પૉલિસી બદલી શકે છે. આ પોસ્ટમાં, અમે તમારા માટે આઇઆરડીએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માર્ગદર્શિકાને સરળ બનાવીશું જેથી તમે તમારી પૉલિસીને બહેતર ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે પોર્ટ કરી શકો.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા સૌ પ્રથમ 2011 માં હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી રજૂ કરવામાં આવી હતી. તેના અનુસાર, વ્યક્તિગત પૉલિસીધારક એવા સંજોગોમાં એક પ્રદાતા પાસેથી બીજા પ્રદાતામાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરી શકે છે, જેમાં તેઓ એક પ્રદાતાની સર્વિસથી અસંતુષ્ટ હોય અથવા બહેતર વિકલ્પની શોધમાં હોય. ઇન્શ્યોરર દ્વારા પૉલિસીધારકની કરવામાં આવતી અવગણનાથી પોર્ટેબિલિટી બચાવે છે અને તેમને પોતાની પસંદગી મુજબ ઇન્શ્યોરર પસંદ કરવાની વધુ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે આઇઆરડીએ માર્ગદર્શિકા નીચે મુજબ છે:
કોઈ વ્યક્તિ અથવા પરિવાર તેમની ઇન્શ્યોરન્સ પૉલિસીને નવા ઇન્શ્યોરરમાં પોર્ટ કરી શકે છે. જો કે, પૉલિસીને એક સરખી હોય તેવા પ્રકારની મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં જ પોર્ટ કરી શકાય છે, અન્ય કોઈ ઇન્શ્યોરન્સ કેટેગરીમાં નહીં.
પૉલિસીની પોર્ટેબિલિટીની પ્રક્રિયા માત્ર પૉલિસીના રિન્યુઅલ સમયે જ કરી શકાય છે. ઉપરાંત, જો તમારી પૉલિસી કોઈપણ બ્રેક વગર ચાલી રહી હોય તો જ પોર્ટેબિલિટી શક્ય છે. જો પૉલિસી કેટલાક સમય માટે બંધ રહેલ હોય, તો પોર્ટેબિલિટી એપ્લિકેશનનો અસ્વીકાર થઈ શકે છે.
પૉલિસી માત્ર સમાન પ્રકારની ઇન્શ્યોરન્સ કંપનીમાં જ પોર્ટ કરી શકાય છે, પછી તે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની હોય કે જનરલ ઇન્શ્યોરન્સ કંપની હોય.
IRDA પોર્ટેબિલિટી માર્ગદર્શિકા અનુસાર, યૂઝરે પૉલિસીના રિન્યુઅલના 45 દિવસ પહેલાં પોર્ટેબિલિટી વિશે તેમના વર્તમાન ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવી આવશ્યક છે. જો તેમ ન કરવામાં આવે, તો કંપની યૂઝરની એપ્લિકેશનને નકારી શકે છે.
સદભાગ્યે, તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે કોઈ ફી નથી.
સામાન્ય રીતે, પૉલિસી પોર્ટ કરતી વખતે યૂઝરને જમા થયેલ બોનસ અને નો ક્લેઇમ બોનસનો સંપૂર્ણ લાભ મળે છે. ઉપરાંત, તમારું પ્રીમિયમ નવા ઇન્શ્યોરન્સ પ્રદાતાના અન્ડરરાઇટિંગ નિયમો મુજબ ઓછું થઈ શકે છે.
પહેલેથી હોય તેવી બીમારીઓ માટેનો વેટિંગ પીરિયડ નવા ઇન્શ્યોરન્સ પ્રદાતાના નિયમો મુજબ રહેશે. જો કે, આ નિયમ જો તમે કવરેજ રકમમાં વધારો કરી રહ્યા હોવ, તો જ લાગુ પડે છે.
જો પૉલિસીધારક ઈચ્છે તો પોર્ટેબિલિટી સમયે વીમાકૃત રકમ મૂલ્યમાં વધારો થઈ શકે છે.
જો પૉલિસીની પોર્ટિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી હોય, તો પૉલિસીના રિન્યુઅલ માટે અરજદારને 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે.
આઇઆરડીએ પોર્ટેબિલિટી માર્ગદર્શિકા મુજબ પૉલિસીધારકોને કેટલાક અધિકારો આપવામાં આવેલ છે, જે નીચે મુજબ છે:
આ પણ વાંચો: Grace Period in Health Insurance
હવે તમે આઇઆરડીએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માર્ગદર્શિકા વિશે માહિતી ધરાવો છો અને પ્રોસેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવો છો, તો જો તમને યોગ્ય લાગે તો તમે પોર્ટેબિલિટી કરાવી શકો છો. વધુ માહિતી માટે, તમે તમારા કેસની ચર્ચા કરવા માટે ઇન્શ્યોરન્સ નિષ્ણાતની સલાહ લઈ શકો છો અને વધુ માહિતી માટે યોગ્ય સલાહ મેળવી શકો છો.
હા, માર્ગદર્શિકા તમામ ઇન્શ્યોરરે અનુસરવી આવશ્યક છે.
જો નવી પૉલિસી હેઠળની પ્રૉડક્ટ તેવા જ પ્રકારની હોય, તો તમે કોઈપણ પ્રૉડક્ટ માટે અરજી કરી શકો છો.
તે તમારા નવા ઇન્શ્યોરરના નિયમો પર આધારિત છે.
Portability allows you to switch health insurers while keeping your coverage and benefits, such as waiting periods, intact.
The IRDA ensures that the new insurer honours previous benefits and waiting periods, and the transfer must be completed 45 days before policy renewal.
GST waiver makes retail individual health, PA and travel insurance including family floater policies 18% cheaper from 22nd September 2025. Secure your health at an affordable price