રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Section 80DD Deductions - Bajaj Allianz
જાન્યુઆરી 18, 2023

સેક્શન 80DD ઇન્કમ ટૅક્સ કપાત: તમારે આ જાણવું જરૂરી છે

છેલ્લા કેટલાક દાયકાઓથી તબીબી ફુગાવાનો દર વધી રહ્યો છે. સારવારના ખર્ચમાં થઈ રહેલા સતત વધારાથી તમારા મહેનતથી કમાયેલા પૈસાથી તબીબી ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ થઈ રહ્યું છે. જ્યારે તમારી પાસે ઘરે વિશેષ જરૂરિયાતોવાળા વ્યક્તિ હોય ત્યારે તમારા ફાઇનાન્સ અને સારવારના ખર્ચને મેનેજ કરવું વધુ પડકારજનક હોય શકે છે. તેથી, આવકવેરા અધિનિયમ 1961 મુજબ, વિકલાંગ વ્યક્તિ તરીકે વર્ગીકૃત વ્યક્તિના મેઇન્ટેનન્સ સાથે સંકળાયેલ ચુકવણી માટે કેટલીક કપાતને મંજૂરી આપવામાં આવે છે.

સેક્શન 80DD ની પાત્રતા

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80DD હેઠળ કપાત માટે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા જ નહીં, પરંતુ કોઈપણ હિન્દુ અવિભાજિત પરિવાર (એચયુએફ) ના સંભાળકર્તા દ્વારા તેમના માટે કરવામાં આવતી ચુકવણી માટે ક્લેઇમ કરી શકાય છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80DD હેઠળની આ કપાત વિદેશી નાગરિક અથવા એનઆરઆઇ માટે ઉપલબ્ધ નથી, કારણ કે તે દેશોમાં સરકારો અનેક મેડિકલ સારવાર કાર્યક્રમો ચલાવે છે. *

ઇન્કમ ટૅક્સની સેક્શન 80DD હેઠળ કયા ખર્ચ કપાતપાત્ર છે?

તમારી આવકના રિટર્નમાં કપાત તરીકે નીચેના ખર્ચની મંજૂરી છે, જે ટૅક્સની કુલ જવાબદારીને ઘટાડવામાં મદદ કરે છે:
  1. નર્સિંગ, તાલીમ અને કોઈપણ પુનર્વસન જેની જરૂર પડી શકે છે તે સહિતની તબીબી સારવાર સંબંધિત ચુકવણીઓ.
  2. આવા વ્યક્તિઓના સ્વાસ્થ્યનો ઇન્શ્યોરન્સ લેવા માટે લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી સ્કીમમાં કરવામાં આવેલી કોઈપણ ચુકવણી (પૉલિસીમાં ઉલ્લેખિત શરતોને આધિન).
નોંધ: કૃપા કરીને નોંધ કરો કે ટૅક્સ લાભ એ ટૅક્સ કાયદાઓમાં ફેરફારને આધિન છે.

કઈ બીમારીઓને સેક્શન 80DD હેઠળ વિકલાંગતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) અધિનિયમ, 1995 ના સેક્શન 2 અને ઑટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન અને મલ્ટિપલ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના કલ્યાણ માટે નેશનલ ટ્રસ્ટ ઍક્ટ, 1999 ના સેક્શન 2 ના ક્લૉઝ (a), (c) અને (h) મુજબ વ્યાખ્યાયિત બીમારીઓ સેક્શન 80DD હેઠળ વિકલાંગતા તરીકે ગણવામાં આવે છે. આ બીમારીઓમાં ઑટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને મલ્ટિપલ વિકલાંગતા તેના કાર્યક્ષેત્રમાં શામેલ છે. *નોંધ: કૃપા કરીને નોંધ કરો કે ટૅક્સ લાભ એ ટૅક્સ કાયદાઓમાં ફેરફારને આધિન છે.

સેક્શન 80DD ના લાભો ક્લેઇમ કરવા માટે કયા ડૉક્યૂમેન્ટ રજૂ કરવાના રહેશે?

વાસ્તવિક મેડિકલ ખર્ચને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિઓ અને એચયુએફ દ્વારા કપાતની સંપૂર્ણ રકમનો ક્લેઇમ કરી શકાય છે. સેક્શન 80DD હેઠળ કપાતને ક્લેઇમ કરવા માટે, કોઈ વિશિષ્ટ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાની જરૂર નથી, પરંતુ મેડિકલ પ્રોફેશનલ દ્વારા વિકલાંગતાને પ્રમાણિત કરતું મેડિકલ સર્ટિફિકેટ આવશ્યક છે. * *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ નોંધ: કૃપા કરીને નોંધ કરો કે ટૅક્સ લાભ એ ટૅક્સ કાયદાઓમાં ફેરફારને આધિન છે.

તારણ

સેક્શન 80DD તમારા ઇન્કમ ટૅક્સ રિટર્નમાં કપાત માટે જોગવાઈ પ્રદાન કરે છે, ત્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પણ ખરીદી શકો છો જે ખાસ કરીને તબીબી ખર્ચને કવર કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ પ્લાનમાં શામેલ છે ક્રિટિકલ ઇલનેસ પ્લાન અથવા વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ . આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પહેલેથી જ વધતા સારવારના ખર્ચ માટે મેડિકલ કવરેજ પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત, આ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમ પ્રવર્તમાન મર્યાદાને આધિન સેક્શન 80D હેઠળ કપાતપાત્ર છે. આમ, તમે હેલ્થ કવર ખરીદવાથી બે લાભો મેળવી શકો છો. તમે કોઈપણ પ્લાન નક્કી કરો તે પહેલાં, સુનિશ્ચિત કરો કે હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે અને ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવતી વખતે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરીને તે તમને કેવી રીતે લાભ આપી શકે છે તે તમે સમજો છો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે