રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Can We Claim Medical Insurance From Two Companies?
30 માર્ચ, 2021

શું અમે બે કંપનીઓ તરફથી હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકીએ છીએ?

હેલ્થ કેર માટેની ફીમાં અચાનક વધારો, મેડિકલ ખર્ચ અને જીવનશૈલીમાં બદલાવને કારણે પ્રતિ દિન બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે વધુ મોટી ઇન્શ્યોર્ડ રકમ પસંદ કરતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી વધુ લોકો વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીઓ પાસેથી એકથી વધુ ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી રહ્યા છે. એકથી વધુ હેલ્થ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે, વ્યક્તિગત ખરીદી ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સની કરી અને બીજી એમ્પ્લોયર પાસેથી, ત્યારે સૌથી સામાન્ય પ્રશ્ન ઉદ્ભવે છે: શું અમે બે કંપનીઓ પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકીએ છીએ? અને વળી, શું અમે બે કંપનીઓ પાસેથી મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકીએ છીએ? જવાબ છે - હા. બે અથવા વધુ કંપનીઓ પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સ અને મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકાય છે. જો કે ક્લેઇમને લગતી કેટલીક શરતો અને પ્રોસેસ છે જે પૉલિસીધારકે સમજવી જરૂરી છે. શ્રી ભલ્લા અનુક્રમે ₹2 લાખ અને ₹1 લાખની બે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ધરાવે છે. તેમને હર્નિયાની સારવાર માટે દસ દિવસ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ રૂ.2.5 લાખ થયો હતો. હૉસ્પિટલના બિલ ચૂકવતી વખતે, તે પોતાની પ્રથમ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂ.2 લાખનું બિલ ક્લેઇમ કરે છે અને તેમની બીજી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂ.50,000 ક્લેઇમ કરે છે. પરંતુ તેમનો બીજો ક્લેઇમ નકારવામાં આવ્યો, અને તે ચુકવણી તેમણે પોતે કરવી પડી હતી. તેઓ નિરાશ થયા અને તેમણે ઇન્શ્યોરરને આનું કારણ પૂછ્યું. શ્રી ભલ્લાને ખ્યાલ ન હતો કે બંને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીઓને અન્ય પૉલિસીઓ વિશે જાણ કરવી જરૂરી હોય છે. જો આમ કરવામાં ન આવે, તો ક્લેઇમ નકારી શકાય છે. શ્રી ભલ્લાની જેમ, તમે જે કંપનીઓ પાસેથી પૉલિસી લીધી હોય, તે દરેક કંપનીને પોતાની હેલ્થ અથવા ઇન્શ્યોરન્સ પૉલિસીઓ જાહેર કરવા વિશે ઘણા લોકો માહિતગાર નથી. પૉલિસીધારકે પ્રપોઝલ ફોર્મ ભરવાનું હોય છે, જેમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપની દ્વારા હાલની અન્ય પૉલિસીઓની માહિતી જણાવવાનું કહેવામાં આવે છે. નીચે આપેલ લેખ દ્વારા હેલ્થ ક્લેઇમ તેમજ બે કંપનીઓ તરફથી આપણે મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરી શકીએ છીએ તે વિશે બધું જ સમજાવવામાં આવશે. કોઈપણ ક્લેઇમ કરતા પહેલાં અંત સુધી વાંચવા વિનંતી.

આપણે બે કંપનીઓ તરફથી હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરી શકીએ છીએ?

બે અથવા બે થી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ધરાવતા હોવાથી, પૉલિસીધારક પાસે મેડિકલ ઇમરજન્સીના સમયે ક્લેઇમની સંખ્યામાં સુગમતા રહે છે. મોટાભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે જાણે છે, પરંતુ કેટલીકવાર બે પૉલિસીઓ પર ક્લેઇમ કરવો તે એક જટિલ કાર્ય હોય છે. જો પૉલિસીધારકનો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ વીમાકૃત રકમ કરતાં ઓછો હોય, તો તે માત્ર એક જ પૉલિસી હેઠળ ક્લેઇમ કરી શકે છે. જો ક્લેઇમની રકમ એક પૉલિસીની વીમાકૃત રકમ કરતાં વધુ હોય, તો પૉલિસીધારક બે રીતે ક્લેઇમ કરી શકે છે - કૅશલેસ ક્લેઇમ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ.

1. કૅશલેસ ક્લેઇમ

જ્યારે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરતી વખતે, પૉલિસીધારકને તમામ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની સુવિધા પ્રાપ્ત થાય છે. આ કિસ્સામાં, પૉલિસીધારકે તેમની પ્રથમ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કરવાનો અને ક્લેઇમના સેટલમેન્ટનો સારાંશ મેળવવાનો રહેશે. એકવાર તે થઈ જાય પછી પૉલિસીધારકે હૉસ્પિટલાઇઝેશનના બિલને પ્રમાણિત કરવાના રહેશે અને બાકીની રકમની વિનંતી કરવા માટે બીજી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવાનો રહેશે.

2. રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ

કૅશલેસ પદ્ધતિ આજકાલના સમયમાં વ્યાપક છે, પરંતુ ઇમરજન્સીમાં, જ્યાં પૉલિસીધારકની સારવાર કરવામાં આવી રહી હોય તે હૉસ્પિટલ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પ્રદાતાની નેટવર્ક હૉસ્પિટલનો ભાગ નથી. આ કિસ્સામાં, પૉલિસીધારકે પહેલાં હૉસ્પિટલના બિલની ચુકવણી કરવાની રહેશે અને પછી ઇન્શ્યોરરની રિઇમ્બર્સમેન્ટની રકમનો ક્લેઇમ કરવાનો રહેશે. હૉસ્પિટલનું બિલ ભર્યા પછી, પૉલિસીધારકે ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે અને લેબ રિપોર્ટ, ડિસ્ચાર્જ પેપર, એક્સ-રે, પ્રિસ્ક્રિપ્શન વગેરે જેવા તમામ ડૉક્યૂમેન્ટ અને સ્ટેટમેન્ટને પ્રમાણિત કરવાના રહેશે અને તેને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીને સબમિટ કરવાના રહેશે. ઇન્શ્યોરર ડૉક્યૂમેન્ટની સમીક્ષા કરશે અને તે અનુસાર રકમની ભરપાઈ કરશે. જો પૉલિસીધારક એક કરતા વધુ ઇન્શ્યોરર પાસેથી ક્લેઇમ કરી રહ્યા હોય, તો તેમને ક્લેઇમ સેટલમેન્ટનો સારાંશ પણ સબમિટ કરવાનો રહેશે.

પૉલિસીધારક દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ વિશે વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો નીચે મુજબ છે:

1. કેટલા દિવસો પછી પૉલિસીધારક હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકે છે?

Depending upon the health insurance policy provider, generally, it is after 30 to 45 days opting for a policy. Certain companies have a more extended waiting period for ક્રિટિકલ ઇલનેસ.

2. એક વર્ષમાં, પૉલિસીધારક તેમના હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેટલી વખત કરી શકે છે?

અનેક વખત, જ્યાં સુધી વીમાકૃત રકમ રકમ સમાપ્ત ના થઈ જાય. જો કે, કેટલાક ઇન્શ્યોરર ક્લેઇમની સંખ્યા મર્યાદિત કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં દરેકે ઇન્શ્યોરર સાથે આ વિષે ચોખવટ કરવી જોઈએ.

અંતિમ તારણ

અણધારી મેડિકલ ઇમરજન્સીના સમયે, શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ સમયસર મેળવવા માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે, જે તમને મેડિકલ સારવારના ખર્ચ માટે કવરેજ આપશે. પૉલિસીધારકને એક કરતા વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાની અને જરૂરતના સમયે કઈ પૉલિસીનો ઉપયોગ કરવો જોઈએ તે પસંદ કરવાની છૂટ છે. પૉલિસીધારકને બે કંપનીઓ પાસેથી ક્લેઇમ કરવાનો અધિકાર છે પરંતુ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે સારવાર માટે થયેલ વાસ્તવિક ખર્ચ બંને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીઓ પાસેથી ક્લેઇમ કરેલી રકમ કરતાં વધુ ન હોય.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે