રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Support Senior Citizens Living
14 માર્ચ, 2022

ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેની 06 સ્માર્ટ ટિપ્સ

આ મહામારી સમગ્ર વિશ્વમાં લગભગ દરેક માટે આંખો ખોલનારી ઘટના બની ગઈ છે. એક એવો સમય કે જે આપણને બધાને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના મહત્વની યાદ અપાવે છે. આજના વિશ્વમાં તબીબી ફુગાવો અને હેલ્થ કેરના વધતા ખર્ચને ધ્યાનમાં લેતા, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે સુરક્ષિત રહેવું સમજદારીભર્યું બની જાય છે. બીજી બાબત સમજવાની છે તે એ છે કે ઉંમર વધવા સાથે વિવિધ સમસ્યાઓ આવે છે. અને જ્યારે આપણે 60 વર્ષ અને વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમને બીમારી અથવા રોગોની સંભાવના વધુ હોય છે. આવી ઉંમરમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતાઓ વધુ હોય છે અને સારવારના ખર્ચ ભયાવહ હોઈ શકે છે. કેટલીકવાર આ મેડિકલ ખર્ચને મેનેજ કરવાનું બોજ લાગી શકે છે. તેથી, અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કે તમે ખરીદો વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ.

વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે?

નાની ઉંમરના લોકોની તુલનામાં વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્યની જરૂરિયાતો અલગ હોય છે. આ ઉપરાંત, અન્યની તુલનામાં તેમની મેડિકલ સારવારનો ખર્ચ થોડો વધુ હોય છે. તેથી, વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો એ એક સ્માર્ટ નિર્ણય છે, કારણ કે તમે નથી ઈચ્છતા કે તમારા કે તમારા માતાપિતાના પૈસા મસમોટા મેડિકલ બિલની ચુકવણી કરવામાં વેડફાય. વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક સમર્પિત પ્લાન છે, જે વરિષ્ઠ નાગરિકોની વિવિધ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. સમર્પિત સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં એવા લાભો ઉમેરવામાં આવ્યા હોય છે, જે ક્યારેક સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરતા નથી. આ લેખમાં, અમે તમને કેટલીક મુખ્ય ટિપ્સ જણાવીશું,જે તમને વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરશે.

વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાની ટિપ્સ

વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેમના મેડિકલ ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. મેડિકલ ઇમરજન્સી કોઈપણ સમયે થઈ શકે છે. એક અપર્યાપ્ત કવર તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવા માટેની કેટલીક મુખ્ય ટિપ્સ અહીં આપેલ છે:
  • બીમારીનો પ્રકાર અને વેટિંગ પીરિયડ: કેટલીક વખત હેલ્થ ઇન્શ્યોરર ચોક્કસ સમયગાળા માટે કવરેજ સીમિત કરે છે. તે સમયગાળો સામાન્ય રીતે 02-04 વર્ષ સુધીનો હોઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, વેટિંગ પીરિયડના લિસ્ટ હેઠળ ઓછામાં ઓછી બીમારીઓ હોય અને વેટિંગ પીરિયડ ઓછો હોય તેવા પ્લાન જુઓ.
  • સહ-ચુકવણી: કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ વરિષ્ઠ નાગરિકને એવી પૂર્વશરત સાથે હેલ્થ કવરેજ પ્રદાન કરે છે, જેમાં સંપૂર્ણ સારવારના ખર્ચનો ચોક્કસ ટકા પૉલિસીધારક દ્વારા ઉઠાવવામાં આવશે. આ ચુકવણીની જવાબદારીને સહ-ચુકવણી (કો-પેમેન્ટ) કહેવામાં આવે છે. સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, ન્યૂનતમ સહ-ચુકવણી અથવા કોઈ સહ-ચુકવણીની જરૂરિયાત ન હોય તેવી પૉલિસી ખરીદો.
  • વાર્ષિક હેલ્થ ચેક-અપ: વરિષ્ઠ નાગરિકોને નિયમિતપણે હેલ્થ ચેક-અપની જરૂર પડે છે. કેટલાક હેલ્થ ઇન્શ્યોરર જે તે ક્લેઇમ-મુક્ત વર્ષ માટે વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે થયેલા ખર્ચની ભરપાઈની સુવિધા આપે છે. આ લાગુ નિયમો અને શરતો સાથેની ચોક્કસ ઉપલી મર્યાદાને આધિન છે. હેલ્થ ઇન્શ્યોરન્સ સિનિયર સિટીઝન પ્લાન પસંદ કરો, જ્યાં ઇન્શ્યોરર દ્વારા હેલ્થ ચેક-અપનો ખર્ચ વહન કરવામાં આવે. આ પ્લાન પર એક નજર કરો અને સમજો હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો.
  • નો ક્લેઇમ બોનસ: મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટમાં, પ્રત્યેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે પૉલિસીધારકને રિવૉર્ડ આપવામાં આવે છે. અહીં, ઇન્શ્યોર્ડને નિશ્ચિત ટકાવારી સુધી વીમાકૃત રકમમાં વધારો કરવાની છૂટ છે. બેઝ પૉલિસીની સાઇઝના આધારે વીમાકૃત રકમમાં વૃદ્ધિ દરેક ઇન્શ્યોરર માટે અલગ-અલગ હોય છે.
  • સબ-લિમિટ અને કેપિંગ: હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની કેટલીક કેટેગરીમાં, ચોક્કસ પ્રકારની બીમારીઓ કે મેડિકલ પ્રક્રિયા માટે મહત્તમ ક્લેઇમ રકમ પર કેટલીક મર્યાદા છે. તેને સબ-લિમિટ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, હેલ્થ ઇન્શ્યોરર પૉલિસીધારક દ્વારા લીધેલ ચોક્કસ પ્રકારના રૂમના ભાડા પર મર્યાદા મૂકે છે. કેપિંગ બાદ, ઇન્શ્યોરન્સ ધારકે ખર્ચ વહન કરવો પડે છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, એવો પ્લાન પસંદ કરો જેમાં કોઈ કેપિંગ કે સબ-લિમિટ ના હોય અથવા ઓછામાં ઓછી બાબતો પર આવા નિયંત્રણો હોય.
  • બાકાત બાબતોને સમજો: તમે કોઈ સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન નિર્ધારિત કરો તે પહેલાં, પ્લાન હેઠળ ઑફર કરવામાં આવતી સમાવિષ્ટ અને બાકાત બાબતોને સમજવું મહત્વપૂર્ણ છે. દરેક પ્લાન હેઠળ એક સ્ટાન્ડર્ડ બાકાત બાબતો હોય છે, જેના માટે ક્લેઇમ કરી શકાતા નથી. બાકાત બાબતોની સૂચિ તપાસો અને સુનિશ્ચિત કરો કે કોઈપણ પહેલાંથી હાજર બીમારી તેના હેઠળ છે કે નહીં.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

સંક્ષિપ્તમાં

પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવા એ સારી બાબત નથી. આપણે એ હકીકતને નકારી શકતા નથી કે વૃદ્ધત્વ એ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આખરે વૃદ્ધ થવું, નિવૃત્ત થવું, અને પોતાની બીજી ઇનિંગ માટે બાળકો પર નિર્ભર થવું પડે છે. પ્રાથમિક ચિંતા હંમેશા ખર્ચા કરાવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ લગભગ ત્રણ ગણો થઈ જાય છે. વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આર્થિક ચિંતા વગર તેમના સોનેરી વર્ષોનો આનંદ માણવા દો. વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત ભવિષ્ય મેળવો, જ્યારે ખરીદો એક હેલ્થ ઇન્શ્યોરન્સ.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે