• search-icon
  • hamburger-icon

તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતપાત્ર વિશે તમામ માહિતી મેળવો

  • Motor Blog

  • 17 જૂન 2019

  • 18 Viewed

તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા તમે તમારા વાહનની ચોરી/અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો. એક કોમ્પ્રિહેન્સિવ વાહન વીમો પૉલિસી તમને નીચે પ્રમાણે કવર પૂરું પાડે છે:

  • વીજળી, ભૂકંપ, પૂર, ટાઇફૂન, હરિકેન, વાવાઝોડું વગેરે જેવી કુદરતી આપત્તિઓને કારણે તમારા વાહનને થતું નુકસાન/ક્ષતિ.
  • ઘરફોડી, ચોરી, અકસ્માત, રમખાણ, હડતાલ વગેરે જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કારણે તમારા વાહનને થતું નુકસાન અથવા ક્ષતિ.
  • ₹2 લાખના કવરેજ સાથે વ્યક્તિગત અકસ્માત (પીએ) કવર (ફોર-વ્હીલર માટે) તથા માલિક-ડ્રાઇવર માટે ₹ 1 લાખનું કવરેજ (ટુ-વ્હીલર માટે).
  • થર્ડ-પાર્ટી (ટીપી) લીગલ લાયબિલિટી કે જે તમારા વાહન દ્વારા થર્ડ-પાર્ટી (વ્યક્તિ/સંપત્તિ)ને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવી શકે છે.

  તમે તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરીને તમારી કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરેલ કવરેજને બહેતર બનાવી શકો છો. તમને એ પણ પ્રશ્ન થયો હશે, કે એક સામાન્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનો ખર્ચ કેટલો થાય છે? અને, તમારું મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ક્યા પરિબળોને આધારે નક્કી કરવામાં આવે છે? તમે અમારા નિ:શુલ્ક મોટર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર, ઉપયોગ કરી શકો છો અને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ચુકવવાપાત્ર પ્રીમિયમ રકમના અંદાજિત મૂલ્યની ગણતરી કરી શકો છો. મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ નીચેના પરિબળો પર આધારિત છે:

  • તમારા વાહનની આઇડીવી (ઇન્શ્યોર્ડસ્ ડિકલેર્ડ મૂલ્ય)
  • કપાતપાત્ર
  • એનસીબી (નો ક્લેઇમ બોનસ), જો લાગુ પડતું હોય તો
  • તમારા વાહનનું લાયબિલિટી પ્રીમિયમ, જે દર વર્ષે અલગ હોઈ શકે છે
  • વાહનની ક્યુબિક ક્ષમતા (સીસી)
  • ભૌગોલિક ઝોન
  • ઍડ-ઑન કવર (વૈકલ્પિક)
  • તમારા વાહનમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઍક્સેસરીઝ (વૈકલ્પિક)

  ચાલો આપણે અહીં ચર્ચા કરીએ મોટર ઇન્શ્યોરન્સમાં કપાતપાત્ર. તેથી, કપાતપાત્ર એ રકમ છે જે તમારા દ્વારા ક્લેઇમના સમયે તમારા ખિસ્સામાંથી ચૂકવવામાં આવે છે. ભારતમાં કપાતપાત્ર બે પ્રકારના હોય છે:

  • ફરજિયાત કપાત – આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દ્વારા ફરજિયાત કપાતપાત્રની ઓછામાં ઓછી રકમ નક્કી નિર્ધારીત કરવામાં આવી છે, જે તમારે ક્લેઇમના સમયે ચૂકવવાની રહેશે:
    • ખાનગી કાર માટે (1500 સીસી સુધી) - ₹1000
    • ખાનગી કાર માટે (1500 સીસીથી વધુ) - ₹ 2000
    • ટૂ-વ્હીલર માટે (કોઈ પણ સીસી માટે) - ₹ 100

જો તમારા વાહન પર ક્લેઇમ થવાની શક્યતા વધુ હોય, તો તમારી ઇન્શ્યોરન્સ કંપની વધુ ફરજિયાત કપાતપાત્ર વસૂલ કરી શકે છે.

  • Voluntary deductible - This is the amount that you choose to pay at the time of every claim, in order to gain additional discount, while buying/renewing your motor insurance policy. This amount is over and above the compulsory deductible. For e.g., if you choose a voluntary deductible of INR 7500 for your private car, then you are eligible to earn a discount of 30% on your premium amount, with the maximum limit of the discount being INR 2000. Similarly, for your two wheeler, if you choose a voluntary deductible of INR 1000, then you are eligible to get a discount of 20% on your premium amount, with the maximum limit of discount being INR 125.

  હવે તમે વિચારતા હશો કે ઉચ્ચ કપાતપાત્ર રકમ કે ઓછી કપાતપાત્ર રકમ ધરાવતો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ. ચિંતા કરશો નહીં! અમે તમારી મદદ કરવા તત્પર છીએ. ફરજિયાત કપાતપાત્રમાં કોઈ બદલાવ કરી શકાય એમ નથી, પરંતુ તમે સ્વૈચ્છિક કપાતપાત્રની પસંદગી સમજદારીપૂર્વક કરી શકો છો. તમારે સ્વૈચ્છિક કપાતપાત્રની યોગ્ય રકમ પસંદ કરવી જોઈએ, જે તમને તમારા પ્રીમિયમની રકમમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ આપે અને સાથે સાથે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરતી વખતે તમારે ચૂકવવી પડતી રકમ ઓછી હોય. માત્ર પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે જ કપાતપાત્ર પસંદ નહીં કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જ્યારે તમે તમારા નુકસાનગ્રસ્ત વાહનનું રિપેરીંગ કરાવો અને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે ક્લેઇમ કરો ત્યારે તમારી ધારણા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતપાત્ર વિશે તમામ માહિતી પ્રાપ્ત થઈ હશે. જો તમને અન્ય પ્રશ્ન હોય તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને તે જણાવો. અમે તમારા બધા પ્રશ્નોના શક્ય તેટલા જલ્દી જવાબ આપીશું. અમારી વેબસાઇટ પર જાઓ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ મોટર ઇન્શ્યોરન્સ અને સંબંધિત બાબતો વિશે વધુ જાણવા માટે.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img