Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ મોટર ઓટીએસ

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની મોટર ઓટીએસ સુવિધા તમને કેવી રીતે લાભ આપી શકે છે

એવી પરિસ્થિતિની કલ્પના કરો કે તમે તમારા કાર્યસ્થળ પર જઈ રહ્યા હોવ ત્યારે રસ્તામાં તમારી બાઇક ખોટકાઈ જાય છે. તમારા વાહનને નજીકના ગેરેજ પર લઈ ગયા બાદ તમને જાણ થાય છે કે નુકસાન થયેલ ભાગને બદલવા માટે લગભગ ₹10,000નો ખર્ચ થશે.

આવી પરિસ્થિતિમાં બાઇકને રીપેર કરવા માટે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવી પડશે અથવા તમારું કામ છોડીને તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે તમારા ઇન્શ્યોરરની શાખા પર જવું પડશે.

કોઈપણ રીતે તમારા માટે કઠિન પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં તમારે આર્થિક ભારણ અથવા તમારા કામ સાથે બાંધછોડ કરવી પડશે. જો કે, મોટર ઓટીએસ સુવિધા - કે જે એક ઍડવાન્સ્ડ સુવિધા છે, જ્યારે તમે ખરીદો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી - તેના દ્વારા તમે અકસ્માતના સ્થળેથી તરત જ તમારો ક્લેઇમ રજિસ્ટર અને સેટલ કરી શકો છો.

મોટર ઓટીએસ સુવિધા શું છે?

મોટર ઓટીએસ અથવા મોટર ઑન-ધ-સ્પૉટ એ બજાજ આલિયાન્ઝ જેવા ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતી એક વિશિષ્ટ સર્વિસ છે જેના વડે તમે ઇન્શ્યોરન્સ વૉલેટ એપનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોન દ્વારા સીધા અકસ્માત સ્થળથી તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને ફાઇલ અને સેટલ કરી શકો છો. તેનો અર્થ એ છે કે દુર્ઘટનાના કિસ્સામાં, તમારે માત્ર ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરવાનો રહેશે અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા જરૂરી ડૉક્યૂમેન્ટ ઑનલાઇન અપલોડ કરવાના રહેશે.

તમારા દ્વારા સબમિટ કરેલા ડૉક્યૂમેન્ટની ચકાસણી થયા બાદ ઇન્શ્યોરર તરત જ પ્રસ્તાવિત ક્લેઇમની રકમને તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. આ મુખ્યત્વે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવીને તમારા માટે વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક કરશે.

મોટર ઓટીએસના લાભો

વાહનના માલિકો માટે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી કરવા ઉપરાંત, મોટર ઓટીએસ સુવિધાનો ઉપયોગ કરવાના કેટલાક અન્ય લાભો અહીં જણાવેલ છે:

-   તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તરત જ ક્લેઇમ રજિસ્ટર અને સેટલ કરી શકો છો

-   ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયા ડિજિટલ અને પેપરલેસ છે, જેનાથી તમારો સમય બચાવી શકો છો

-   ક્લેઇમની રકમ એનઇએફટી દ્વારા સીધા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે

-   તમારી બાઇકને થયેલા કોઇ નાના નુકસાનના કિસ્સામાં, તમારે તમારા ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં

તેથી, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની મોટર ઓટીએસ સુવિધા વડે તમે તમારા સ્માર્ટફોન દ્વારા ભારતમાં ક્યાંય પણ સુવિધાજનક રીતે તમારા ક્લેઇમની મંજૂરી મેળવી શકો છો.

વધુ જુઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે