Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ 24x7 રોડસાઇડ સહાય

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર વિશે તમારે જાણવા યોગ્ય તમામ બાબતો

જો તમારું ટૂ-વ્હીલર બગડી જાય અથવા અધરસ્તે તેમાં કોઈ અણધારી તકલીફ ઊભી થાય, તો રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. છેવટે, અધવચાળે રખડી પડવું નિરાશાજનક હોય છે, અને ત્યારબાદ 24x7 રોડસાઇડ સહાય કવર ખૂબ જ મહત્વ ધરાવે છે.

જ્યારે કેટલાક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ આ સુવિધાને સ્ટેન્ડઅલોન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીના એકીકૃત ભાગ તરીકે ઑફર કરે છે, ત્યારે કેટલાક ઍડ-ઑન સુવિધા તરીકે આને પ્રદાન કરે છે, જે તમે નજીવા પ્રમાણમાં વધુ પ્રીમિયમ ચૂકવીને તમારી વિવેકબુદ્ધિ અનુસાર મેળવી શકો છો.

24x7 રોડસાઇડ સહાય કવર હેઠળ કવરેજ

જે પરિસ્થિતિઓમાં રોડસાઇડ સહાય કવર અમલમાં આવશે તેમાં શામેલ છે:

1) Electrical/mechanical breakdown : : જો તમારા (એટલે કે વીમાધારકના) ટૂ-વ્હીલરમાં મોટી યાંત્રિક અથવા ઇલેક્ટ્રિકલ ખામી આવે, અને તેને માટે નજીકમાં કોઈ સહાય ઉપલબ્ધ ન હોય, તો ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા જરૂરી સમારકામ માટે મિકેનિકની વ્યવસ્થા કરવામાં આવશે.

2) ટાયર પંક્ચર : આ કિસ્સામાં, ઇન્શ્યોરર ટાયરને રિપેર કરવા અથવા બદલવા માટે ટેક્નિશિયનની વ્યવસ્થા કરવામાં મદદ કરી શકે છે.

3) ટોઇંગ : અકસ્માતના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ પ્રદાતા તમારા ટૂ-વ્હીલરને નેટવર્ક ગેરેજ સુધી લઈ જવાની વ્યવસ્થા કરશે.

4) રિપેર કરેલ ટૂ-વ્હીલરની ડિલિવરી : જો તમે શહેરની બહાર છો, તો તમારા ઇન્શ્યોરર દ્વારા રિપેર કરેલ ટૂ-વ્હીલરને તમારા રહેઠાણ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

5) Urgent relay of messages : કેટલાક કિસ્સાઓમાં, ઇન્શ્યોરર તમને તમારા પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં અને તાત્કાલિક મેસેજ મોકલવામાં કરવામાં મદદ કરશે.

6) ઇંધણ સહાયતા : આમાં 5 લિટર સુધીના ઇંધણની વ્યવસ્થા (જેનો ખર્ચ તમારે વહન કરવો પડશે) અથવા ઇંધણ દૂષિત થવાના પરિણામે ગાડી ખોટકાઈ જવાના કિસ્સામાં તમારા વાહનને નજીકના ગેરેજ સુધી ખેંચી જવાનો સમાવેશ થાય છે.

શું મારે આ કવર પસંદ કરવું જોઈએ?

તમારે 24x7 રોડસાઇડ સહાય કવરને ધ્યાનમાં લેવું જોઈએ અથવા નહીં તે તમારા ઇન્શ્યોરન્સના ઉદ્દેશો પર આધારિત છે. તમે વિચારી શકો તેવા કેટલાક પરિબળો છે:

1) Age of the vehicle : જો તમારું ટૂ-વ્હીલર નવું હશે, તો તે સારી રીતે કામ કરતું હોવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં, તમારી પાસે આ કવર પસંદ નહીં કરવાનો પણ વિકલ્પ છે. સામાન્ય રીતે જૂનું મોડેલ હોય તેવા વાહનો માટે રોડસાઇડ આસિસ્ટન્સ કવર વધુ ઉપયોગી છે.

2) ઉપયોગની ફ્રીક્વન્સી અને આવરી લેવામાં આવેલ અંતર : જો તમે તમારા ટૂ-વ્હીલર પર વારંવાર લાંબા અંતરની મુસાફરી કરો છો, તો તમે ચોક્કસપણે રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખરીદી શકો છો.

રોડસાઇડ સહાય કવર સાથે, તમારી આગામી લાંબી રોડ ટ્રિપ વખતે તમારે કોઈ બ્રેકડાઉન વિશે ચિંતા કરવાની જરૂર પડશે નહીં.

વધુ જુઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે