રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
અણધારી આપત્તિઓને કારણે થતા વસ્તુઓના નુકસાન અને જવાબદારીના ક્લેઇમ સામે તમારા ઘર અને તેના સામાનને સુરક્ષિત કરવા માટે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી આવશ્યક છે. કુદરતી અથવા માનવસર્જિત જોખમો જેમ કે ભૂકંપ, વાવાઝોડું, પૂર, આગ, ચોરી, ઘરફોડ ચોરી વગેરેને કારણે તમારા ઘરને થતા નુકસાન સામે આર્થિક ટેકો પૂરો પાડે છે.
જો કે, તમારી મિલકતને ગંભીર નુકસાન થયા બાદ તે રહેવાલાયક ન રહે તેમ બની શકે છે. આવી પરિસ્થિતિમાં, જ્યાં સુધી તમારું ઘર સંપૂર્ણપણે રિપેર થઈને રહેવા યોગ્ય ન થાય ત્યાં સુધી તમારે કોઈ અન્ય સ્થળે જવું પડી શકે છે.
શું વૈકલ્પિક રહેઠાણને હોમ ઇન્શ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે?
વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ, જો તમારું ઘર રહેવાલાયક ના રહે, તો તમારા વૈકલ્પિક રહેઠાણ સંબંધિત ખર્ચ આવરી લેવામાં આવશે. આવી પરિસ્થિતિમાં, તમારા ઇન્શ્યોરર દ્વારા તમને પરિવહન અને પેકિંગ ખર્ચ, હોટેલ/કામચલાઉ રહેઠાણનું ભાડું, બ્રોકરેજ શુલ્ક, અને અન્ય ખર્ચ કે જે સામાન્ય રીતે ઘરમાં રહેતી વખતે થતો નથી, તેની ભરપાઈ કરી આપવામાં આવશે.
'રહેવા માટે અયોગ્ય' ની વ્યાખ્યા શું છે?
ધ્યાનમાં રાખો કે તમારી અને તમારા ઇન્શ્યોરરની 'રહેવા માટે અયોગ્ય'ની વ્યાખ્યા અલગ હોઇ શકે છે. તેથી, તમારા વૈકલ્પિક રહેઠાણમાં જતા પહેલાં, તમારે હંમેશા તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવી જોઈએ અને તેમની મંજૂરી લેવી જોઈએ. જો તેઓ તમારા ક્લેઇમનો અસ્વીકાર કરે છે, તો તમારે તમામ ખર્ચ ઉઠાવવા પડી શકે છે.
જોકે તે દરેક ઇન્શ્યોરર માટે અલગ હોય છે, પણ સામાન્ય રીતે જો તમારા ઘરનો ઉપયોગ પોતાની સ્વચ્છતા માટે, ઊંઘવા માટે કે રસોઈ કરવા માટે થઈ શકે તેમ ન હોય, તો તે રહેવા લાયક નથી તેમ માનવામાં આવે છે. તમારા લિવિંગ રૂમની દિવાલો અથવા છતને થયેલ નુકસાનને ઇન્શ્યોરન્સ કંપનીઓ કવરેજ પ્રદાન કરવા માટે યોગ્ય કારણ માને નહીં તેમ બની શકે છે.
કયા પ્રકારનું રહેઠાણ લઈ શકાય છે?
જો તમારે ઇમરજન્સીને કારણે તમારું ઘર છોડવું પડે, તો વૈકલ્પિક રહેઠાણ આવરી લેતી તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને, તમે અત્યારે રહો છો તેવા જ પ્રકારના એક કામચલાઉ રહેઠાણમાં જવામાં મદદરૂપ થશે. એટલે કે જો તમે બે બેડરૂમના ફ્લેટમાં રહો છો, તો જરૂર ઊભી થાય ત્યારે તમારા ઇન્શ્યોરર દ્વારા તમને તેવું જ 2 BHK ઘર કે હોટલની રૂમ આપવામાં આવી શકે છે.
વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો