Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ અંગ દાતાના ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં અંગ દાતા દ્વારા કરવામાં આવતા ખર્ચને આવરી લેવામાં આવે છે.

તબીબી કિસ્સાઓના સૌથી ગંભીર કિસ્સામાં, શરીરમાંથી ક્ષતિગ્રસ્ત અથવા ખામીયુક્ત અંગને દૂર કરવાની જરૂર પડે છે, જે અન્યથા જીવલેણ બની શકે છે. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ચોક્કસપણે આવી તબીબી પ્રક્રિયાને આવરી લેશે. જો કે, હેલ્થ પ્લાન દ્વારા અંગ દાતાનો કેટલો ખર્ચ આવરી લેવામાં આવશે તે જાણવાનું આપણે ઘણી વખત ભૂલી જઈએ.

તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ અંગ દાતાના બહુ ખર્ચને આવરી લેતા નથી.

તબીબી ખર્ચ જે સામાન્ય રીતે અંગ દાતા દ્વારા કરવાના રહે છે તે -

1) સુસંગતતા પરીક્ષણ: દાતાના અંગનું પ્રાપ્તકર્તાની ઍનેટૉમી સાથે સુસંગતતા મૂલ્યાંકન કરવામાં આવે છે.

2) હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ: જો દાતાનું અંગ સુસંગત જણાય, તો તેમને સામાન્ય રીતે હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં દવાઓ અને સઘન સારવારમાંથી પસાર થવાનું રહે છે.

3) હૉસ્પિટલાઇઝેશન ખર્ચ: હૉસ્પિટલાઇઝેશન ખર્ચમાં રૂમનું ભાડું, નર્સની ફી અને અન્ય શુલ્ક શામેલ છે.

4) અંગ પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા: સર્જનની ફી અને અંગ સંગ્રહ કરવાની પ્રક્રિયાનો ખર્ચ આવરી લેવામાં આવે છે.

5) સર્જરી પછીની સંભાળ અને પુનઃપ્રાપ્તિ: કોઈ અંગને ઑપરેશન દ્વારા શરીરમાંથી દૂર કરવામાં આવે ત્યાર બાદ જટિલતાઓ ઉદ્ભવવી એ સામાન્ય છે. તેથી, દાતાને વિસ્તૃત સમયગાળા માટે હૉસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે. સંપૂર્ણ રિકવરી માટે તેમને પોસ્ટ-ઓપરેટિવ થેરેપીની પણ જરૂર પડી શકે છે.

6) હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ: હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ દાતાએ દવા લેવી પડી શકે છે. દાતાની વારંવાર આરોગ્ય તપાસ થવી જરૂરી છે.

અંગ મેળવનારના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ, જે દાતાને કવરેજ આપે છે, તે માત્ર નિયમો અને શરતોમાં ઉલ્લેખિત મર્યાદા સુધીના દાતાના સર્જિકલ ખર્ચને આવરે છે.

તેથી, જો તમને ક્યારેય અંગ દાનની જરૂર પડે, તો તમારા અંગ દાતાને કેટલી મર્યાદા અને હદ સુધી આવરી લેવામાં આવશે તે જાણી લેવું મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે