રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જ્યારે કોઈ ઇમેઇલ એ બેંક કે ક્રેડિટ કાર્ડની કંપની જેવા કાયદેસરના સ્ત્રોત દ્વારા મોકલવામાં આવ્યો હોય તેમ જણાય, પરંતુ વાસ્તવિકતામાં તેનો સ્ત્રોત અલગ જ હોય, તો તેને ઇમેઇલ સ્પૂફિંગ કહે છે. સાદા શબ્દોમાં કહીએ તો, ઇમેઇલ સ્પૂફિંગ એ બનાવટી ઍડ્રેસ પરથી મોકલવામાં આવેલ ઇમેઇલ છે.
આજે સમગ્ર વિશ્વ, ઇન્ટરનેટ સાથે જોડાયેલ આ એક મોટા જોખમનો સામનો કરી રહ્યું છે. વેરિઝોનના એક રિપોર્ટ મુજબ, લગભગ 90% ડેટા ઉલ્લંઘન માટે ઇમેઇલ છેતરપિંડી કારણભૂત છે.
ઇમેઇલ સ્પૂફિંગ કેવી રીતે શક્ય છે?
આ શક્ય છે, કારણ કે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ (એસએમટીપી) મોકલનારના ઍડ્રેસને કોઈ રીતે પ્રમાણિત કરી શકતું નથી. ઇમેઇલ સ્પૂફિંગના જોખમનો સામનો કરવા માટે કેટલીક ઇમેઇલ ઍડ્રેસ પ્રમાણીકરણ પ્રક્રિયાઓ અને સાધનો વિકસિત કરવામાં આવ્યા છે. જો કે, જોખમોનો ઉકેલ લાવવા માટે આ સાધનો પૂરતા નથી.
ઇમેઇલ સ્પૂફિંગ શા માટે કરવામાં આવે છે તેના કારણો-
મોકલનારનું ઍડ્રેસ સ્પૂફિંગ કરવાના ઘણા કારણો છે, તેમાંથી કેટલાક અહીં જણાવેલા છે-
મોકલનારની સાચી ઓળખને છુપાવવી- છેતરપિંડી કરવા માટે, અને ઇમેઈલ મેળવનાર વ્યક્તિ ઇમેઇલનું મૂળ શોધી ન શકે, તે માટે આમ કરવામાં આવે છે.
સ્પામ બ્લૅકલિસ્ટથી બચવા માટે- ઘણા સ્પામ કરનારને સરળતાથી બ્લૅકલિસ્ટ કરવામાં આવે છે. તેથી, તેઓ બ્લૅકલિસ્ટ થવાથી બચવા માટે પોતાનું ઇમેઇલ ઍડ્રેસ બદલતા રહે છે.
અન્ય કોઈ વ્યક્તિ તરીકે રજૂ થવા માટે- મોકલનાર વ્યક્તિ ગોપનીય ડેટા મેળવવા અથવા વ્યક્તિગત માહિતી ઍક્સેસ કરવા માટે ઇમેઇલ મેળવનારની કોઈ ઓળખીતી વ્યક્તિ છે તેમ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
ઇમેઇલ સ્પૂફિંગ સામે કેવી રીતે સુરક્ષિત રહેવું?
તમને મળેલ ઇમેઇલ શંકાસ્પદ લાગે, તો તમારે તેને તુરંત ડિલિટ કરવો જોઈએ.
જો ઇમેઇલ તમારી બેંક/સંસ્થામાંથી છે અને તમને તમારો પાસવર્ડ અથવા અન્ય વ્યક્તિગત માહિતી બદલવા માટે કહેવામાં આવે છે, તો તમારે તમારી બેંક/સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ અને તેની ખાતરી કરવી જોઈએ. ઇમેઇલ ખોટો હોવાની શક્યતા વધારે છે.
તમારા ઇમેઇલમાં આપવામાં આવેલ કોઈપણ હાઇપરલિંક પર ક્યારેય ક્લિક કરવું જોઈએ નહીં. તમે તે તમારા વેબ બ્રાઉઝરમાં મૅન્યુઅલી ટાઇપ કરી શકો છો.
ખરીદો સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી અને તમામ પ્રકારના ડિજિટલ જોખમોથી પોતાને સુરક્ષિત કરો.
વધુ જુઓ સાઇબર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો