રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Guide to What's Not Covered in a Health Insurance Plan
5 ફેબ્રુઆરી, 2021

કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ શું છે?

કોઈ વ્યવસાયની સફળતામાં વૃદ્ધિ કરવામાં વર્ષોની સખત મહેનત અને સમર્પણ હોય છે. આ ઉપરાંત, તમારા બિઝનેસની પ્રતિષ્ઠા ગ્રાહકો અને કર્મચારીઓ સહિતના તમારા હિસ્સેદારોના વિશ્વાસ પર આધારિત હોય છે. પરંતુ અસંતુષ્ટ કર્મચારીઓ અથવા ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા ક્લેઇમથી ઉદ્ભવતી નાણાંકીય જવાબદારીને કારણે આ પ્રતિષ્ઠાને અસર પહોંચી શકે છે. આવા ક્લેઇમના વળતર ચૂકવવામાં તમારા કૅશ ફ્લોને નુકસાન થઈ શકે છે અને નિયમિત બિઝનેસ પ્રવૃત્તિઓને અવરોધિત કરી શકે છે. આ પરિસ્થિતિમાં, આવી અનપેક્ષિત મુશ્કેલીઓથી તમારા બિઝનેસને સુરક્ષિત કરવા માટે કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ ધરાવવું વરદાનરૂપ સાબિત થઈ શકે છે.  

કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ શું છે?

કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી જે હિસ્સેદારોને વળતર ચૂકવવા જેવી કાનૂની જવાબદારીઓથી તમારા વ્યવસાયને સુરક્ષિત કરે છે, તેને કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સંસ્થાઓને તેમના વ્યવસાય અને નાણાંકીય હિતોની સુરક્ષા માટે આ ઇન્શ્યોરન્સની જરૂર છે. જાહેર જવાબદારી તેમજ પ્રૉડક્ટની જવાબદારી સામે કરેલા કોઈપણ ક્લેઇમ કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ ગ્રાહક તમારી મેન્યુફેક્ચરિંગ સુવિધાની મુલાકાત લે છે અને પરિસરની મુલાકાત વખતે, કેટલાક વાયરને કારણે તે પડી જાય છે અને તેમને ઈજા થાય છે. ગ્રાહક તમારા વ્યવસાય સામે બેદરકારીનો ક્લેઇમ ફાઇલ કરી શકે છે અને નોંધપાત્ર વળતર પ્રાપ્ત કરી શકે છે. કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ તમારી સંસ્થાને આવા આર્થિક નુકસાનને ટાળવામાં મદદ કરી શકે છે.  

કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ દ્વારા કયા પ્રકારની જવાબદારીઓ કવર કરવામાં આવે છે?

કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ વિવિધ જવાબદારીઓને કવર કરે છે:   પ્રૉડક્ટ લાયબિલિટી: પ્રૉડક્ટ લાયબિલિટીનો અર્થ એ છે કે કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવતી ઊતરતી ગુણવત્તાની પ્રૉડક્ટ અથવા સર્વિસને કારણે ઉદ્ભવતી જવાબદારી.   પબ્લિક લાયબિલિટી: બીજી તરફ, પબ્લિક લાયબિલિટી એ વ્યવસાયના સ્થળે થયેલા નુકસાન અથવા ખોટ સહિત થર્ડ-પાર્ટીની કાનૂની પ્રક્રિયાઓ સામે સંસ્થાને ઇન્શ્યોરન્સ આપે છે.   પ્રૉડક્ટ રિકૉલ: પ્રૉડક્ટ રિકૉલ એક અસામાન્ય પરિસ્થિતિ છે જેમાં તકનીકી કારણોસર ઉત્પાદિત પ્રૉડક્ટને બજારમાંથી પાછી ખેંચી લેવી પડે છે. તે સામાન્ય રીતે ઑટોમોબાઇલ સેક્ટરમાં જોવામાં આવે છે. રિકૉલ તમારી આર્થિક વ્યવસ્થા પર અસર કરી શકે છે, પરંતુ તે પ્રૉડક્ટને પાછી ખેંચવી જરૂરી હોય છે. તમે ચોક્કસપણે તમારા ગ્રાહકોને ખામીયુક્ત અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુ વેચવા અને એમ કરીને તમારી બ્રાન્ડની છબીને ખરાબ કરવા નહીં ઇચ્છો. બિઝનેસ લાયબિલિટી કવરને કારણે તમે પ્રૉડક્ટ રિકૉલથી ઉદ્ભવતા નાણાંકીય તણાવથી મુક્ત રહી શકો છો અને ક્વૉલિટી પ્રૉડક્ટ ઑફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.   કામદારોનું વળતર: કર્મચારીઓ એ કોઈપણ વ્યવસાયનો મહત્વપૂર્ણ ભાગ છે. કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ દ્વારા કંપની કાનૂની જરૂરિયાતોનું પાલન કરી શકે છે અને વ્યવસાયિક જોખમો અથવા ઇજાઓના કિસ્સામાં કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય પણ આપી શકે છે. ઉપરોક્ત જવાબદારીઓ ઉપરાંત, ખાદ્ય, કોસ્મેટિક અને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ક્લિનિકલ ટ્રાયલના સહભાગીઓ દ્વારા કરવામાં આવેલા ક્લેઇમને પણ કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવે છે. તમારા વ્યવસાય માટે લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદીને તમે સંસ્થાને આર્થિક મુશ્કેલી સામે વ્યાપક સુરક્ષા આપી શકો છો. બિઝનેસ લાયબિલિટી ઇન્શ્યોરન્સ કયા કિસ્સામાં કંપનીની સુરક્ષા કરી શકે છે તેના કેટલાક ઉદાહરણો અહીં આપેલ છે:
  • સંસ્થાના પરિસરમાં થતા અકસ્માતો સામે.
  • ખામીયુક્ત/ઊતરતી ગુણવત્તા ધરાવતી પ્રૉડક્ટ/સર્વિસને કારણે થયેલા નુકસાન સામે.
  • થર્ડ પાર્ટીને થયેલી ઈજાના કિસ્સામાં થતા તબીબી ખર્ચ સામે.
  • દૈનિક કાર્ય કરતી વખતે ઈજાના કિસ્સામાં કર્મચારીઓને વળતર પ્રદાન કરવામાં.
  તેથી તમારા રોજિંદા વ્યવસાય દરમિયાન તમારી સંસ્થાને અણધારી આર્થિક જવાબદારી સામે સુરક્ષિત કરવા માટે કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે