રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Zero Depreciation Car Insurance After 5 Years
18 ફેબ્રુઆરી, 2022

5 વર્ષ પછી ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કવરનું શું થાય છે?

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી એક કાનૂની આવશ્યકતા છે, જેનું પાલન તમારે વાહનના માલિક તરીકે કરવું આવશ્યક છે. તમારી કારનું રજિસ્ટ્રેશન અને તેનું પીયુસી તમારી પાસે હોવાની સાથે સાથે, તેની સુરક્ષા માટે ઇન્શ્યોરન્સ પ્લાન એ એક અતિરિક્ત જરૂરિયાત છે. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ, આ જરૂરિયાત નિર્ધારિત કરવામાં આવેલ છે અને તેથી, તે ફરજિયાત છે. કાર ઇન્શ્યોરન્સ પ્લાનને મોટાભાગે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે, થર્ડ-પાર્ટી પ્લાન અને કોમ્પ્રિહેન્સિવ પૉલિસી. બેમાંથી કોઈ પણ પસંદ કરતી વખતે, તમારી પૉલિસીમાં થર્ડ-પાર્ટી કવર હોવાની ખાતરી કરો. આવું થર્ડ-પાર્ટી કવર ફરજિયાત છે, પરંતુ તે ઘણીવાર ફક્ત કાનૂની જવાબદારીઓ સુધી મર્યાદિત હોય છે. તેથી, મોટાભાગના ખરીદદારો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરે છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી તમને કાનૂની જવાબદારીઓ માટે કવર સાથે તમારી કારના નુકસાન સામે રક્ષણ આપે છે. આ રીતે તે આર્થિક સુરક્ષા તેમજ કાનૂની જરૂરિયાતનું પાલન, એમ બે ફાયદા પ્રદાન કરે છે. કોમ્પ્રિહેન્સિવ પ્લાન હેઠળ પૉલિસીધારક તેમજ થર્ડ-પાર્ટી એમ બંનેને થતું નુકસાન આવરી લેવામાં આવે છે, પણ તેમાં કેટલીક મર્યાદાઓ છે. આવા નુકસાન માટે ચૂકવવામાં આવતા વળતરને ડેપ્રિશિયેશનને કારણે અસર પહોંચે છે. આના ઉકેલ તરીકે, ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન એક નિફ્ટી રાઇડર છે.

ઝીરો ડેપ્રિશિયેશન કવર શું છે અને તેના ફાયદાઓ શું છે?

તમામ મોટર વાહનોને ડેપ્રિશિયેશન લાગુ પડે છે, જેને કારણે જેમ સમય પસાર થાય તેમ વાહનોના મૂલ્યમાં ઘટાડો થાય છે. જ્યારે ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવામાં આવે છે, ત્યારે ઇન્શ્યોરર દ્વારા પ્રથમ આવા ડેપ્રિશિયેશનની ગણતરી કરવામાં આવે છે અને પછી ચૂકવવાપાત્ર વળતર ચૂકવવામાં આવે છે. આવા સમયે ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન મદદરૂપ થાય છે. તે શૂન્ય ડેપ્રિશિયેશન કવર, બમ્પર ટુ બમ્પર કવર, ઝીરો ડેપ પૉલિસી અથવા ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન જેવા વિવિધ નામો દ્વારા જાણીતું છે, અને તમારા ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં ડેપ્રિશિયેશનની અસરને દૂર કરે છે, જેને કારણે તમે વધુ ઇન્શ્યોરન્સ પે-આઉટ મેળવી શકો છો. આમ, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા સમયે ઝીરો-ડેપ્રિશિયેશન કવર એ ધ્યાનમાં લેવા જેવું એક આવશ્યક ઍડ-ઑન છે. ઝીરો-ડેપ્રિશિયેશન કવર વડે તમે તમારા ઇન્શ્યોરન્સ કવર હેઠળ વધુ ક્લેઇમ સેટલમેન્ટ ઉપરાંત સ્પેર અને રિપેર ખર્ચ માટે અતિરિક્ત કવરેજ મેળવી શકો છો. ઝીરો-ડેપ્રિશિયેશન પ્લાન એક ઍડ-ઑન રાઇડર હોવાથી તેનું પ્રીમિયમ વધુ હોઇ શકે છે. જો કે, વધતા આવા ખર્ચની સરખામણીમાં તેના ફાયદા વધુ છે. તે પસંદ કરતી વખતે તમે નિફ્ટી ટૂલનો ઉપયોગ કરી શકો છો, જેનું નામ છે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર અને તમારા પ્રીમિયમની રકમની ગણતરી કરો. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતમાં ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ માટે 5 વર્ષ પછી કોઈ કવરેજ મળતું નથી. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન ધરાવતા પ્લાન માટે ડેપ્રિશિયેશનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએ) એ સ્પેરના ડેપ્રિશિયેશનની ગણતરી કરવા માટે વિવિધ દરો નિર્ધારિત કરેલ છે. રબર, પ્લાસ્ટિક, નાયલોન સ્પેર અને બૅટરીમાં 50% ડેપ્રિશિયેશન ગણવામાં આવે છે, તથા ફાઇબર પાર્ટનું ડેપ્રિશિયેશન 30% ના દરે થાય છે. મેટલના સ્પેર માટે ડેપ્રિશિયેશનનો 5% દર પ્રથમ છ મહિના બાદથી શરૂ થાય છે, જે એક વર્ષ સુધી લાગુ પડે છે. ત્યારબાદ પ્રતિ વર્ષ અતિરિક્ત 5% ડેપ્રિશિયેશન લાગુ પડે છે, 10th, વર્ષ સુધી, જે છેવટે 10 માં વર્ષના અંતે 40% સુધીth પહોંચે છે. 10 વર્ષથી વધુના કોઈપણ સમયગાળા માટે તેનો દર 50% રહેશે. આ ઉલ્લેખિત સ્પેર સિવાય, ડેપ્રિશિયેશનનો સીધો સંબંધ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (આઇડીવી) સાથે છે, જે નીચે મુજબ સમજાવવામાં આવેલ છે:  
કારની ઉંમર આઇડીવીની ગણતરીમાં ડેપ્રિશિયેશન
વધુમાં વધુ 6 મહિના 5%
6 મહિનાથી 1 વર્ષ 15%
1 વર્ષથી 2 વર્ષ 20%
2 વર્ષથી 3 વર્ષ 30%
3 વર્ષથી 4 વર્ષ 40%
4 વર્ષથી 5 વર્ષ 50%
  જો કે, પાંચ વર્ષ કરતાં જૂના વાહનો માટે, અથવા ઉત્પાદક દ્વારા બંધ કરવામાં આવેલા મોડેલો માટે, આવી આઇડીવી તમારા, એટલે કે પૉલિસીધારક દ્વારા, તથા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પરસ્પર નિર્ધારિત કરવામાં આવે છે. આમ, 5 વર્ષ પછી ઝીરો ડેપ્રીશિએશન કાર ઇન્શ્યોરન્સ હેઠળ સામાન્ય રીતે કવર ઉપલબ્ધ હોતું નથી.

ભારતમાં 5 વર્ષ પછી ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સનું શું થાય છે?

સામાન્ય રીતે, 5 વર્ષથી જૂની કાર માટે ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન ઉપલબ્ધ નથી. કેટલાક કિસ્સાઓમાં, તે સાત વર્ષ જૂની કાર માટે પણ ઉપલબ્ધ હોય છે. જો કે કવરેજની મર્યાદા નિર્ધારિત કરતો રેગ્યુલેટરનો કોઈ નિયમ નથી, પરંતુ તે દરેક ઇન્શ્યોરન્સ કંપનીની અન્ડરરાઇટિંગ પૉલિસી અનુસાર હોય છે. આમ, ઉપર જણાવેલ પાંચ અથવા સાત વર્ષથી વધુના સમય માટે કવરેજના વિસ્તરણ માટે તમારે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવાનો રહેશે, જ્યારે તમે કરાવો કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે