Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

Comprehensive Car Insurance

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

કાર ખરીદવાની લાગણી આનંદદાયક હોય છે. કાર ખરીદવી એ એક મોટો આર્થિક નિર્ણય છે અને તેને ખરીદવાની પ્રક્રિયા સમયે વિવિધ ભાવનાઓ ઉદ્ભવતી હોય છે. જો તમે કાર ધરાવો છો અથવા ખરીદવા માંગો છો, તો કયા પ્રકારની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી યોગ્ય છે તે સમજવું મહત્વપૂર્ણ છે.

ભારતમાં થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તેના વિના વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કાયદાનું પાલન ન કરવાથી કેટલીક વખત ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા પણ રદ થઈ શકે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અકસ્માત અથવા દુર્ઘટનાથી વાહનને થયેલા કોઈપણ નુકસાનના રિપેર/રિપ્લેસમેન્ટ માટે કવર પ્રદાન કરે છે. તેથી, જો તમારી પાસે કાર છે અથવા ટૂંક સમયમાં ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં.

Scroll

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ શું છે?

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ થર્ડ-પાર્ટી સામેની જવાબદારી, દુર્ઘટના, કુદરતી અથવા માનવ-નિર્મિત આપત્તિ વગેરેથી થયેલ નુકસાન સામે કવર પ્રદાન કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વ્યાપક કવરેજ પૂરું પાડે છે. 

✓ તે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરનો અતિરિક્ત લાભ આપે છે

✓ પૉલિસીધારક જરૂરિયાતો મુજબ પ્લાનને સરળતાથી કસ્ટમાઇઝ કરી શકે છે

✓ પસંદ કરવા માટે વિવિધ ઍડ-ઑન રાઇડરના વિકલ્પ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવરેજ કારને સંપૂર્ણ સુરક્ષા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં સુરક્ષા આપે છે. આપણામાંથી ઘણા લોકો માટે, ફોર-વ્હીલર ખરીદવું એ એક સપનું અને ખર્ચાળ બાબત છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રતિકૂળ પરિસ્થિતિ અચાનક ઉદ્ભવે છે, અને ભારતીય રસ્તાઓ સૌથી અનિશ્ચિત જગ્યાઓમાંથી એક છે.

નાના ગોબાથી લઈને નાના/મોટા અકસ્માત કેટલીક વખત ખિસ્સા પર ભારે પડી શકે છે. તેથી, એક કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ મૂંઝવણ ટાળવા માટે, તમે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ક્વોટ ઑનલાઇન પણ સરખાવી શકો છો.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશેષતાઓ 

બજાજ આલિયાન્ઝ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની વિશેષતાઓ પ્રદાન કરે છે જે તેને વિશિષ્ટ બનાવે છે:

  •  Cover for Third-Party Liability: થર્ડ-પાર્ટી લાયબિલિટી માટેનું કવર:

    જ્યારે કોમ્પ્રિહેન્સિવ પ્લાન હેઠળ કારને કવર કરવામાં આવે છે, ત્યારે જો પૉલિસીધારકને કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા કોઈપણ નુકસાન થાય છે, તો તેઓ સરળતાથી ક્લેઇમ કરી શકે છે. અથવા ઇન્શ્યોર્ડ કાર દ્વારા સંપત્તિને થયેલું નુકસાન. તે આવી કોઈપણ દુર્ઘટનાને કારણે ઉદ્ભવતી કોઈપણ કાનૂની જવાબદારી સામે પણ કવર પ્રદાન કરે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ક્લેઇમ પ્રક્રિયા સરળ અને ઝંઝટ-મુક્ત છે. 

  • Personal Accident Cover પર્સનલ એક્સિડન્ટ કવર

    અમે ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર પણ ઑફર કરીએ છીએ*. તેના દ્વારા કોઈપણ અનિચ્છનીય અકસ્માતને કારણે થતા તમામ હૉસ્પિટલાઇઝેશન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે. નીચે આપેલ કોષ્ટક વાહનના વીમાધારક માલિક-ડ્રાઈવરને થયેલ કોઈપણ શારીરિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં નીચેના સ્કેલ મુજબ વળતર દર્શાવે છે

    ઈજાનો પ્રકાર

    વળતરનો સ્કેલ

    એક અંગ અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવવી

    વીમાકૃત રકમના 50%

    બે અંગો અથવા બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા એક અંગ અને એક આંખની દ્રષ્ટિ ગુમાવવી

    વીમાકૃત રકમના 100%

    ઈજાઓને કારણે કાયમી સંપૂર્ણ અપંગતા*

    વીમાકૃત રકમના 100%

    મૃત્યુ

    વીમાકૃત રકમના 100%

    ડિસ્ક્લેમર: વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસીના શબ્દો કાળજીપૂર્વક વાંચો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

  • Own Damage Cover ઓન ડેમેજ કવર

    આગ, ઘરફોડી, હુલ્લડ, હડતાલ, પૂર, ટાઇફૂન વગેરેને કારણે ઇન્શ્યોરન્સ ધરાવતી કારને થયેલ નુકસાન/ક્ષતિને ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવે છે. કારના રિપેરીંગનો એકંદર ખર્ચ તમને આર્થિક તકલીફમાં મૂકી શકે છે, તેથી શ્રેષ્ઠ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો.

  • Add-on Rider Options ઍડ-ઑન રાઇડરના વિકલ્પો

    બેઝ પ્લાનમાં ઑફર કરેલ હાલના કવરેજને વધારવા માટે, તમે ઍડ-ઑન ઉમેરીને પ્લાનને વધુ વિસ્તૃત બનાવવાનું પણ વિચારી શકો છો. યોગ્ય કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન રાઇડર પસંદ કરો અને પ્લાનને એકદમ સુરક્ષિત બનાવો. કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં તમને મદદ ઉપલબ્ધ કરાવવાની વાત હોય કે કારના એન્જિનને સુરક્ષિત કરવાની, ઍડ-ઑન રાઇડર વિકલ્પ વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે

    *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

અમારો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદો. વધુ જાણવા માટે વિડિયો જુઓ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવાની પ્રક્રિયા શું છે?

કૅશલેસ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ક્લેઇમ

 

કૅશલેસ ક્લેઇમની સુવિધાને કારણે કોઈપણ નુકસાનના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ ખિસ્સામાંથી કોઈપણ ચુકવણી કરવાની જરૂર રહેતી નથી. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સીધો જ નેટવર્ક ગેરેજ અથવા વર્કશોપનો સંપર્ક કરીને બિલ ચુકવવામાં આવે છે. રિકવરીની પ્રક્રિયા વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉલ્લેખિત રીતે જ કરવામાં આવશે. 

કૅશલેસ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમના લાભ મેળવવા માટે નીચેના પગલાંઓને અનુસરો:

✓ શક્ય હોય તેટલી વહેલી તકે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરો. તમે ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા મોબાઇલ એપ દ્વારા પણ કૅશલેસ ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો

✓ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થશે

✓ રિપેરીંગની પ્રક્રિયા શરૂ કરવા માટે નુકસાન થયેલી કારને નજીકના નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ. કૅશલેસ લાભ મેળવવા માટે, કારને માત્ર નેટવર્ક ગેરેજ પર લઈ જવાની રહે છે

✓ સર્વેક્ષકને જરૂરી ડૉક્યૂમેન્ટ આપવાના રહેશે

✓ સર્વેક્ષણ પૂર્ણ થયા પછી, ઇન્શ્યોરર દ્વારા લાયબિલિટીની પુષ્ટિ કરવામાં આવે છે

રિઇમ્બર્સમેન્ટ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ક્લેઇમ

તેના હેઠળ, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ થયેલા નુકસાન માટે પ્રથમ ચુકવણી કરવાની રહેશે. ડૉક્યૂમેન્ટ અને બિલની ખરાઈ કર્યા બાદ, અને કવરેજ તપાસ્યા બાદ, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ખર્ચની ભરપાઈ કરવામાં આવે છે.

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ હેઠળ સફળતાપૂર્વક વળતર માટેના પગલાંઓ નીચે આપેલ છે:

✓ ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો અથવા ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો. તમે મોબાઇલ એપ દ્વારા પણ રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ નોંધાવી શકો છો

✓ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયા બાદ ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર શેર કરવામાં આવશે

✓ રિપેરીંગની પ્રક્રિયા શરૂ કરવા માટે નુકસાનગ્રસ્ત કારને નજીકના ગેરેજ પર લઈ જાઓ. આવા કિસ્સામાં કારને નેટવર્ક ગેરેજ પર લઈ જવું ફરજિયાત નથી

✓ સર્વેક્ષકને સોંપવા માટેના જરૂરી ડૉક્યૂમેન્ટ

✓ સર્વેક્ષણ યોગ્ય રીતે પૂર્ણ થયા પછી, ઇન્શ્યોરર દ્વારા લાયાબિલિટીની પુષ્ટિ કરવામાં આવે છે અને વળતરની પ્રક્રિયા શરૂ થાય છે

કાર ઇન્શ્યોરન્સ ઓટીએસ ક્લેઇમ

ઓટીએસ એ ઑન-ધ-સ્પૉટ સુવિધાનું સંક્ષિપ્ત નામ છે, જેના વડે તમે સ્થળ પરથી જ તરત ક્લેઇમ કરી શકો છો. ઓટીએસ સુવિધા હેઠળ ₹30,000* સુધીનો ક્લેઇમ કરી શકાય છે અને 20* મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં તે રકમ પ્રાપ્ત થાય છે.

મોટર ઓટીએસ ક્લેઇમના લાભ મેળવવા માટે:

✓ ડાઉનલોડ કરો કેરિંગલી યોર્સ મોબાઇલ એપ અને જરૂરી તમામ વિગતો સાથે સાઇન ઇન કરો

✓ ક્ષતિગ્રસ્ત કારના ફોટા લઈને તેમને એપ પર અપલોડ કરો

✓ ફોટાઓની ચકાસણી કરવામાં આવે છે, જે થયા બાદ રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ                                                                                                

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે અને શું કવર કરવામાં આવતું નથી?

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

કુદરતી આપત્તિને કારણે થતું નુકસાન

કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ પ્લાન કુદરતી આપત્તિઓ જેમ કે આગ, ભૂકંપ, ટાઇફૂન, પૂર, ચક્રવાત વગેરે સામે કારને કવર પ્રદાન કરે છે.

માનવ-નિર્મિત આપત્તિને કારણે નુકસાન

આ પ્લાન હુલ્લડ, હડતાલ અથવા કોઈપણ બદઈરાદાથી કરવામાં આવેલ કાર્ય જેવી કોઈપણ માનવ-નિર્મિત આપત્તિઓ સામે પણ ઇન્શ્યોર્ડ કારને કવર પ્રદાન કરે છે. તેમાં બાહ્ય કારણોસર અથવા આતંકવાદી પ્રવૃત્તિને કારણે થતા કોઈપણ અકસ્માતનો પણ સમાવેશ થાય છે. 

પર્સનલ એક્સિડન્ટ કવર

ઇન્શ્યોરન્સ ધરાવતી કારના માલિક-ડ્રાઇવરને ₹15 લાખ સુધીની રકમનું વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરવામાં આવે છે. વધુમાં, પેઇડ ડ્રાઇવર અને મુસાફરો માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ મળી શકે છે. 

થર્ડ પાર્ટી તરફની કાનૂની જવાબદારીઓ

જો થર્ડ પાર્ટીને કોઈપણ નુકસાન થાય તો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવરેજ દ્વારા તેને કવર કરવામાં આવે છે. તેમાં થર્ડ પાર્ટીની સંપત્તિને થયેલ નુકસાન અથવા થર્ડ પાર્ટીના થયેલ અવસાનનો પણ સમાવેશ થાય છે.

1 of 1

ઇનઍક્ટિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી

પૉલિસી નિષ્ક્રિય હોય અથવા લૅપ્સ થઈ ગયેલ હોય તે સમયે કારને થયેલ કોઈપણ નુકસાન અથવા ક્ષતિ. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યુ કરાવો.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવું

જો ડ્રાઇવર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને ચલાવી રહ્યા હોય તો કોઈ ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં.

નશાના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ

જો માલિક-ડ્રાઇવર નશામાં અથવા અન્ય કોઈપણ નશાની સ્થિતિમાં/ડ્રગના દુરુપયોગના પ્રભાવ હેઠળ હોય, તેવી સ્થિતિમાં ક્લેઇમ કરવામાં આવે છે.

બેદરકારી

સરળ શબ્દોમાં કહીએ તો, જે કામ તર્કસંગત નથી તેવા કામ ન કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે રહો છો તે શહેરમાં પૂર આવે છે, તો કારને બહાર કાઢવાનું જોખમ લેશો નહીં. આવી બેદરકારીને ટાળવી જોઈએ, અન્યથા પ્લાન દ્વારા તેમને કવર કરવામાં આવશે નહીં. તે દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. 

બળવો, યુદ્ધ અથવા પરમાણુ જોખમ

યુદ્ધ જેવી પરિસ્થિતિ, પરમાણુ જોખમ અથવા બળવો થવાની પરિસ્થિતિમાં કારને થયેલ કોઈપણ નુકસાનને પણ કવર કરવામાં આવતું નથી. 

ઘસારો

કારને પહોંચેલા સામાન્ય ઘસારાને અથવા કારને થયેલા સમયને કારણે થતું કોઈપણ નુકસાન આવરી લેવામાં આવતું નથી. અથવા કારના ઉત્પાદકની માર્ગદર્શિકામાં જણાવ્યા ઉપરાંતનું નુકસાન.

1 of 1

ડિસ્ક્લેમર: આ સંપૂર્ણ લિસ્ટ નથી. વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસીના શબ્દો કાળજીપૂર્વક વાંચો. 

 

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કોણે ખરીદવું જોઈએ?


તમને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે ઘણી માહિતી જાણવા મળી હશે. હવે તમે ક્યારેય વિચાર્યું છે કે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કોણે ખરીદવી જોઈએ?

નીચેની કોઈપણ શ્રેણીમાં આવતા કોઈપણ વ્યક્તિએ સમજદારીપૂર્વક નિર્ણય લેવો જોઈએ:

જો તમે નવી કાર ખરીદી છે

કાર ખરીદવી એ સરળ કાર્ય નથી. તેમાં ઘણું પ્લાનિંગ અને નાણાં શામેલ છે. તમે કાર ખરીદો ત્યારે ચોક્કસપણે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો.

ટાયર-I અને ટાયર-II શહેરમાં રહેતી વ્યક્તિ

શહેરમાં ડ્રાઇવિંગ કરવું સરળ છે તેમ લાગી શકે છે, પરંતુ તેમ નથી. સલામતીપૂર્વક અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા માટે યોગ્ય કોમ્પ્રિહેન્સિવ ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમારી અને કારની સુરક્ષા કરો.

નવા ડ્રાઇવર

જો તમે તાજેતરમાં જ વાહન ચલાવવાનું શરૂ કર્યું છે, તો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી છે. પસ્તાવો કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે, તેથી યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ તમને દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થશે. 

ફ્રિકવન્ટ ડ્રાઇવર/ ટ્રાવેલર

જો તમે નિયમિતપણે વાહન ચલાવો છો, તો પોતાને માટે સુરક્ષા સુનિશ્ચિત કરો અને યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો

 

તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

કાયદાકીય જરૂરિયાત હોવાથી ઘણીવાર લોકો માત્ર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારે છે. જો કે, કોમ્પ્રિહેન્સિવ મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એટલી જ જરૂરી છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર અકસ્માતના કિસ્સામાં રિપેર અથવા રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરતું નથી.

બજાજ આલિયાન્ઝ પસંદ કરવાના કેટલાક મુખ્ય કારણો નીચે સૂચિબદ્ધ છે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી:

વિશેષતા

કાર ઇન્શ્યોરન્સના લાભ

કૅશલેસ સર્વિસ

7200+ નેટવર્ક ગેરેજ

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન

8600 કરતાં વધારે નેટવર્ક હૉસ્પિટલમાં

નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર

50% સુધી

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

98%*

ક્લેઇમની પ્રક્રિયા

20 મિનિટની અંદર ડિજિટલ*

મોટર ઑન-ધ-સ્પૉટ (એમઓટીએસ)

કેરિંગલી યોર્સ મોબાઇલ એપ દ્વારા

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં ઍડ-ઑન એટલે શું?

બેઝ પ્લાનમાં ઍડ-ઑન ઉમેરવાથી કોમ્પ્રિહેન્સિવ પ્લાન વધુ મજબૂત બને છે. અમારી સલાહ છે કે તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પૉલિસીમાં મૂલ્ય ઉમેરતા ઍડ-ઑન પસંદ કરો. અમારા શ્રેષ્ઠ ઍડ-ઑન અહીં જણાવેલ છે:
Engine Protector

એન્જિન પ્રોટેક્ટર

એન્જિન એ કારનો સૌથી મહત્વપૂર્ણ અને મોંઘો ભાગ છે. વધુ વાંચો

એન્જિન પ્રોટેક્ટર

એન્જિન એ કારનો સૌથી મહત્વપૂર્ણ અને મોંઘો ભાગ છે. સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એન્જિનને થતા નુકસાનને કવર કરવામાં ન આવે તેમ બની શકે છે. દુર્ઘટનાના કિસ્સામાં, એન્જિનનું રિપેરીંગ ખર્ચાળ સાબિત થઈ શકે છે. એન્જિન પ્રોટેક્ટર ઍડ-ઑન એ એક યોગ્ય ઉકેલ છે કારણ કે તે ઑઈલ લીકેજ તથા પાણી પ્રવેશવું વગેરે જેવા કારણોથી થતા ખર્ચને કવર કરે છે.

Zero Depreciation

ઝીરો ડેપ્રિશિયેશન

આને બમ્પર-ટુ-બમ્પર કવર પણ કહેવાય છે. વધુ વાંચો

આને બમ્પર-ટુ-બમ્પર કવર પણ કહેવાય છે. કાર સાથે સંકળાયેલ ડેપ્રિશિયેશનની અસર દૂર કરવામાં ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન મદદ કરે છે. ઇન્શ્યોરર દ્વારા વાહનના ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવતું ન હોવાથી કારની માર્કેટ વેલ્યૂ ઓછી થતી નથી. જો કારને 5 વર્ષથી ઓછો સમય થયો હોય તો આ ઍડ-ઑન કવર ઉમેરવું આવશ્યક છે*.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

Key And Lock Replacement

કી અને લૉક રિપ્લેસમેન્ટ

ચાવી ખોવાઈ જાય અથવા ગુમ થઈ જાય તેવા કિસ્સામાં થતા ખર્ચને આ ઍડ-ઑન દ્વારા ઓછો કરી શકાય છે. વધુ વાંચો

કી અને લૉક રિપ્લેસમેન્ટ

ચાવી ખોવાઈ જાય અથવા ગુમ થઈ જાય તેવા કિસ્સામાં થતા ખર્ચને આ ઍડ-ઑન દ્વારા ઓછો કરી શકાય છે. કારના લૉક અને કી ને ખરીદવાની અને બદલવાની સંપૂર્ણ જવાબદારી ઇન્શ્યોરરની છે

24/7 Spot Assistance

24/7 સ્પૉટ સહાયતા

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવા યોગ્ય આ સૌથી ઉપયોગી ઍડ-ઑનમાંથી એક છે. વધુ વાંચો

24/7 સ્પૉટ સહાયતા

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવા યોગ્ય આ સૌથી ઉપયોગી ઍડ-ઑનમાંથી એક છે. તમે ક્યારેય રસ્તા પર અટવાઈ ન જાઓ તે આ ઍડ-ઑન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. ઇન્શ્યોર્ડ કાર સંબંધિત કોઈપણ પ્રતિકૂળતામાં મદદ મેળવવા માટે તમારે માત્ર એક કૉલ કરવાનો રહે છે.

Personal Baggage

વ્યક્તિગત સામાન

આ ઍડ-ઑન વ્યક્તિગત સામાનને સુરક્ષિત કરે છે અને કવર પણ પ્રદાન કરે છે વધુ વાંચો

વ્યક્તિગત સામાન

આ ઍડ-ઑન વ્યક્તિગત સામાનને સુરક્ષિત કરે છે અને ઇન્શ્યોર્ડ કારથી થયેલ કોઈપણ નુકસાન અથવા ચોરી/ઘરફોડીને કારણે થયેલા નુકસાન માટે પણ કવર પ્રદાન કરે છે.

Consumable Expenses

કન્ઝ્યુમેબલ ખર્ચ

આ ઍડ-ઑન, કૂલન્ટ સાથે સંકળાયેલ કન્ઝ્યુમેબલ સંબંધિત ખર્ચ વધુ વાંચો

આ ઍડ-ઑન, કન્ઝ્યુમેબલ સંબંધિત ખર્ચ જેમાં કૂલન્ટ, એન્જિન/બ્રેકિંગ ઑઇલ, ગિયરબૉક્સ ઑઇલ વગેરેનો સમાવેશ થાય છે, તેની સર્વિસિંગ દરમિયાન અથવા અકસ્માત પછી કાળજી લેવામાં આવે છે.

Conveyance Benefit

પરિવહન લાભ

જ્યારે કારને ગેરેજમાં રિપેર કરવામાં આવે અને ઇન્શ્યોરર દ્વારા ક્લેઇમ સ્વીકારવામાં આવે, વધુ વાંચો

પરિવહન લાભ

જ્યારે કારને ગેરેજમાં રિપેર કરવામાં આવે છે અને ઇન્શ્યોરર દ્વારા ક્લેઇમ સ્વીકારવામાં આવે છે ત્યાર બાદ, આ ઍડ-ઑન દ્વારા તમને રોજિંદી મુસાફરી માટે ચુકવણી કરવામાં આવે છે.

ડિસ્ક્લેમર: વધુ વિગતો માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી કાળજીપૂર્વક વાંચો.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કરતાં અલગ છે?

આ બંને સંપૂર્ણપણે બે અલગ-અલગ વિચારો છે. કોમ્પ્રિહેન્સિવ પ્લાન એક પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે જ્યારે ઝીરો ડેપ્રિશિયેશન એક ઍડ-ઑન કવર છે. ઍડ-ઑન કવરને હાલની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવામાં આવે છે, જે તેને વધુ કોમ્પ્રિહેન્સિવ બનાવે છે.

શું જૂની કાર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદવો યોગ્ય છે?

તે કાર કેટલી જૂની છે, તેનો કેટલો ઉપયોગ થાય છે અને કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરવાનો પ્લાન છે તેના પર આધારિત છે. જો કારને 15 વર્ષથી ઓછો સમય થયો હોય અને તેનો નિયમિતપણે ઉપયોગ થતો હોય, તો કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં રોકાણ કરવાનું વિચારી શકાય છે. આમ પણ, સતત મહત્તમ સુરક્ષા મળતી રહે તે માટે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરવો વધુ યોગ્ય છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

તમે જે દિવસે કાર ખરીદો છો, તે દિવસથી જ તમારી પાસે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. જો તમારી પાસે માત્ર થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવર છે, તો ભારતના માર્ગો પર વાહન ચલાવતા પહેલાં આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદો.

શું કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ મોંઘો હોઈ શકે છે?

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની તુલનામાં કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ વધુ મોંઘો હોય છે. જો કે, જ્યારે તેના દ્વારા પ્રદાન કરવામાં આવતા લાભોની સરખામણી કરવામાં આવે, ત્યારે આર્થિક બાબત ગૌણ બની જાય છે. 

શું કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકાય છે?

હા, જરૂરિયાતો મુજબ તમે ઑનલાઇન તમારે માટે યોગ્ય બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો. 

શું કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો સુરક્ષિત છે?

મહત્તમ સુરક્ષાની ખાતરી કરવા માટે, તમે સીધા જ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પરથી ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો.

શું મારા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી શક્ય છે?

કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે તમે ઑનલાઇન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. 

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?

કોમ્પ્રિહેન્સિવ પૉલિસી વાહનને અને તમને બહુવિધ સુરક્ષા કવર પ્રદાન કરે છે. જ્યારે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર માત્ર થર્ડ-પાર્ટી ક્લેઇમ સામે સુરક્ષા પૂરી પાડે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે