રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Check Fake Motor Insurance
23 ઑગસ્ટ, 2013

ઇન્શ્યોરન્સ ફ્રોડ: બનાવટી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ચકાસવા માટે તમારું સુરક્ષા કવચ

વર્ષોથી ઇન્શ્યોરન્સ ક્ષેત્રે છેતરપિંડી થતી રહી છે, અને હકીકત એ છે કે તેને સંપૂર્ણપણે અટકાવી શકાય એમ નથી. વિવિધ અંદાજ મુજબ, આવી છેતરપિંડીઓને કારણે ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને વાર્ષિક રૂ. 2,500-3,500 કરોડની વચ્ચે નુકસાન થઈ રહ્યું છે. સ્પષ્ટપણે, ગ્રાહકને એ જાણીને નિરાશા થશે અહીં ક્લિક કરો! ચાલો, આવી છેતરપિંડીને રોકવા માટેની કેટલીક રીતો અને સાધનો પર એક નજર કરીએ, જેનો શિકાર બને છે 2-વ્હીલર, 4-વ્હીલર અથવા કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ.   1) તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરો: તમને આપવામાં આવેલી પૉલિસી ખરી છે કે નહીં તે તપાસવાની આ સૌથી સરળ અને આસાન રીત છે. તમે ગ્રાહક સેવા કેન્દ્રને ઇમેઇલ મોકલીને અથવા તેમના ટોલ ફ્રી નંબર, કે જેનો ઉલ્લેખ પૉલિસી ડૉક્યૂમેન્ટ પર કરવામાં આવશે, તેની પર કૉલ કરીને ઇન્શ્યોરરનો સંપર્ક કરી શકો છો. જો ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ ન હોય, તો તમે નજીકના શાખાની મુલાકાત લઈ શકો છો. 2) રસીદ મેળવો: હંમેશા પ્રીમિયમ ચુકવણીની રસીદ મેળવવાનો આગ્રહ રાખો. કેટલીક કંપનીઓ તેનો ઉલ્લેખ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં કરે છે (પ્રીમિયમ ચુકવણીની વિગતો હેઠળ), પરંતુ જો માંગવામાં આવે તો પ્રીમિયમની રસીદ અલગથી પણ પ્રદાન કરે છે. જો તમે રોકડ ચુકવણી કરો છો તો હંમેશા પ્રીમિયમ ચુકવણીની રસીદ મેળવવાની સલાહ આપવામાં આવે છે. રસીદ પર ઉલ્લેખિત વિગતો સાચી છે કે નહીં, જેમ કે તમે આપેલ ચેકની વિગતો (ચેક નંબર, તારીખ, રકમ, પ્રાપ્તકર્તા બેંક), વગેરેની ચકાસણી કરો. કૃપા કરીને નોંધ કરો કે પૉલિસીની માન્યતા ચેકની માન્યતા અને ક્લિયરન્સ પર આધારિત રહેશે. 3) આઇડીવી, એનસીબી અને કપાતપાત્ર તપાસો: પૉલિસી પ્રાપ્ત થયા બાદ પ્રાપ્ત થયેલી પૉલિસી વાસ્તવિક છે તેની ખાતરી કરવા માટે તમારે આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ), એનસીબી (નો ક્લેઇમ બોનસ) અને કપાતપાત્ર (જેમ કે સ્વૈચ્છિક વધારા, ફરજિયાત કપાતપાત્ર અને અતિરિક્ત ફરજિયાત કપાતપાત્ર) તપાસી લેવું જોઈએ. જોકે પૉલિસી મેળવતી વખતે ભલે તે નાની બાબત લાગે, પરંતુ ક્લેઇમના સમયે તે મુશ્કેલી સર્જી શકે છે. ઉદાહરણ તરીકે, તમારી વર્તમાન કાર ઇન્શ્યોરન્સ અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પાછલી પૉલિસીમાં કરવામાં આવેલ ક્લેઇમની ખોટી માહિતીના આધારે જારી કરવામાં આવી શકે છે. આ પૉલિસી લેતી વખતે ફાયદાકારક લાગી શકે છે, પરંતુ ક્લેઇમના સમયે જ્યારે તમારા હાલના ઇન્શ્યોરરને આના વિશે જાણ થશે, ત્યારે તે ખરેખર મોંઘી સાબિત થશે. કેટલીકવાર, તમારા એજન્ટ તમને સૌથી સસ્તી ડીલ આપવા માટે પણ આકર્ષિત કરી શકે છે. જો કે, પ્રપોઝલ ફોર્મમાં વિગતો પ્રદાન કરતી વખતે યોગ્ય વિગતો પ્રદાન કરવી એ તમારી ફરજ છે. જો એનસીબી ખોટું જણાવવામાં આવેલ હોય, તો તરત જ તમારી ઇન્શ્યોરન્સ કંપની તેની જાણ કરો, જેથી ક્લેઇમ સેટલમેન્ટ સમયે તે પ્રક્રિયા ઝંઝટમુક્ત રીતે થઈ શકે. 4) પ્રપોઝલ ફોર્મ / કવર નોટ પર સહી: પ્રપોઝલ ફોર્મ પર તમારા વતી કોઈપણને સહી કરવાની મંજૂરી ન આપો. હંમેશા જાતે જ સહી કરવાનો આગ્રહ રાખો. આ જરૂરી છે કારણ કે તમે તમારી જરૂરિયાત જાણો છો અને તમારા વાહનની વિશેષતાઓની ફરીથી ખરાઈ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમારા વાહનમાં સીએનજી ફિટ કરવામાં આવેલ છે જેની જાણકારી એજન્ટને નથી હોતી, અને તેમના દ્વારા કાર પેટ્રોલ/ડીઝલ પર ચાલે છે તેમ જણાવવામાં આવે છે, તો ક્લેઇમ દરમિયાન મુશ્કેલી કરે છે. તેવી જ રીતે, તમારા વાહનની નોંધણી ખાનગી કે કમર્શિયલ તરીકે કરવામાં આવી છે તે, જે એજન્ટ દ્વારા તમે આ પ્રૉડક્ટ ખરીદો છો તેના કરતાં તમે વધુ સારી રીતે જાણો છો. તેથી, હંમેશા પ્રપોઝલ ફોર્મ/કવર નોટ જાતે ભરવાની અને તેના પર જાતે જ પોતાની સહી કરવાની સલાહ આપવામાં આવે છે. છેતરપિંડી રોકવા માટે મોટાભાગની ખાનગી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પૉલિસી મોકલવાનું સેન્ટ્રલાઇઝ્ડ કરવામાં આવેલ છે. તેઓ પ્રપોઝલ ફોર્મ સાથે ચકાસવા માટે પૉલિસીની ઉપર બાર કોડ પ્રિન્ટિંગ પણ લાવી રહ્યા છે. સંક્ષેપમાં, માત્ર પ્રીમિયમ ચૂકવીને જ નહીં, પરંતુ તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની માન્યતા તપાસીને પણ તમે મનની શાંતિ મેળવી શકો છો. બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર કાર, કમર્શિયલ અને બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન વિશે વધુ માહિતી મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે