રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Tips to Spot Fake Car Insurance
9 સપ્ટેમ્બર , 2021

નકલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ઓળખવી?

વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ફરજિયાત બનવાની સાથે નકલી પૉલિસીઓ વેચવાની શરૂઆત થઈ છે. ઇન્શ્યોરન્સ કવરની જટિલ વિગતોનો લાભ લઇને, છેતરપિંડી કરનારાઓ નકલી પૉલિસી ખરીદવા માટે નિર્દોષ લોકોને ભોળવે છે. મોટાભાગના લોકો હજુ પણ વાહન ઇન્શ્યોરન્સને જરૂરિયાત કરતાં વધુ કાયદાના પાલનની જરૂરિયાત તરીકે જુએ છે, તેથી પૉલિસી કાયદેસર છે કે નહીં તેની ખાતરી કરવામાં આવતી નથી. 1988 ના મોટર વાહન અધિનિયમ અનુસાર, તમામ વાહન માલિકો માટે રજિસ્ટ્રેશન અને પીયુસી ઉપરાંત ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો ફરજિયાત છે. બાઇક હોય કે કાર, તે પ્રત્યેકનો ઇન્શ્યોરન્સ જરૂરી છે. એક થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વ્યાજબી હોય છે, ત્યારે વધારાના કવર સાથેનો કોમ્પ્રિહેન્સિવ પ્લાન મોંઘા હોઈ શકે છે. ખર્ચના આ મુદ્દાનો લાભ લઇને છેતરપિંડી કરનારાઓ સસ્તા દરે બોગસ પ્લાન ઑફર કરે છે. આ કારણથી નિર્દોષ ખરીદદારો, અધિકૃત ન હોય તેવી પૉલિસી ખરીદી લે છે. આ બોગસ ટ્રિક્સથી કેવી રીતે સાવચેત રહેવું તે સમજવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આ લેખમાં કેટલીક રીતો સૂચિબદ્ધ કરવામાં આવેલ છે જે તમને નકલી ઇન્શ્યોરન્સ પૉલિસી અને તેનાથી બચવાની રીતો શોધવામાં મદદ કરી શકે છે.

વિશ્વસનીય સ્રોતો દ્વારા ખરીદી કરો:

જ્યારે તમે કોઈ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ખરીદી કરો, ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીની અધિકૃતતા તપાસો. માત્ર પૉલિસી જોઈને આ શક્ય નથી, પરંતુ તેના બદલે, રેગ્યુલેટર, આઇઆરડીએઆઇની વેબસાઇટની મુલાકાત લઇને તમે ઇન્શ્યોરર અધિકૃત છે કે નહીં તે જાણી શકો છો.

ચુકવણીની યોગ્ય રીત પસંદ કરો:

પૉલિસી ખોટી છે કે નહીં તે નક્કી કરવામાં ચુકવણીની પદ્ધતિઓ એક મહત્વપૂર્ણ પરિબળ છે. નકલી પૉલિસીઓ માટે, આવી ચુકવણીઓ રોકડમાં કરવામાં આવતી હોય છે, જે વધુ જોખમી છે. તેના બદલે, ઑનલાઇન અથવા અન્ય બેંક ટ્રાન્સફરની સગવડ આપતા ઇન્શ્યોરર અધિકૃત હોવાની ખાતરી કરવાની એક વિશ્વસનીય રીત છે. પૉલિસીની ઑનલાઇન ખરીદી વડે ચેક, બેંક ડ્રાફ્ટ અથવા કૅશ ચુકવણીની ઝંઝટથી બચી શકાય છે. વધુમાં, પૉલિસીની શરૂઆતની તારીખના આધારે ટ્રાન્ઝૅક્શન સફળતાપૂર્વક થતાં જ કવરેજ ત્વરિત શરૂ થાય છે.

તમારી પૉલિસીની ચકાસણી કરો:

ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઉપલબ્ધ ચકાસણી સુવિધાની મદદથી ઇન્શ્યોરન્સ પૉલિસીઓની ચકાસણી કરી શકાય છે. વધુમાં, તે તમારી પૉલિસીની શરતોની પુષ્ટિ કરવામાં મદદ કરે છે. આ સુવિધા વડે, જારી કરવામાં આવેલી પૉલિસી વાસ્તવિક હોવાની ખાતરી રહે છે.

અધિકૃત ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ખરીદો:

ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાંથી તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને શૉર્ટલિસ્ટ કર્યા પછી, આઇઆરડીએઆઇના અધિકૃત ઇન્શ્યોરન્સ કંપનીઓની સૂચિમાંથી પુષ્ટિ કરવાની ખાતરી કરો. રેગ્યુલેટર પાસે લાઇસન્સ ધરાવતી ઇન્શ્યોરન્સ કંપનીઓની સૂચિ છે, જે ઑફર કરી શકે છે વિવિધ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ. સીધી ઇન્શ્યોરન્સ કંપનીમાંથી જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ આમ કરવાથી નકલી ડૉક્યૂમેન્ટ અને નકલી પ્લાનની શક્યતાઓ રહેતી નથી.

ક્યુઆર કોડની મદદથી ચકાસણી કરો:

મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્લાનમાં પૉલિસી ડૉક્યૂમેન્ટ પર ક્યુઆર કોડ પ્રિન્ટ કરવામાં આવે છે. આ પૉલિસીના ઉપર અથવા નીચેના ભાગમાં જોઈ શકાય છે. સૌ ટૅક-સૅવી લોકો માટે, આ તમારી પૉલિસીની પ્રામાણિકતાને ચકાસવાની એક અસરકારક રીત છે, કારણ કે આ કોડની અંદર યુઆરએલ છૂપાયેલ હોય છે. છેતરપિંડી કરનારા લોકો ઇન્શ્યોરરના લોગો સહિતની અન્ય વિગતોની નકલ કરી શકે છે, પરંતુ ક્યુઆર કોડની કૉપી કરવી મુશ્કેલ છે. આમ, ક્યુઆર કોડ વડે તેની અધિકૃતતાની ચકાસણી કરી શકો છો. નકલી પૉલિસી ઓળખવાની આ કેટલીક સારી રીતો છે અને માત્ર એક અસલ પૉલિસી ખરીદવામાં મદદ કરી શકે તેવી વિવિધ રીતો છે. ખરીદી કરવા માટે આ સ્માર્ટ ટિપ્સનો ઉપયોગ કરો કારણ કે જાગૃતિ એ વાસ્તવિક પૉલિસી ખરીદવાનું પ્રથમ પગથિયું છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે