રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is Zero Depreciation Cover in Two Wheeler Insurance?
23 જુલાઈ, 2020

બાઇક ઇન્શ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશિયેશન

દરેક વાહનનું ડેપ્રિશિયેશન થાય છે. સરળ શબ્દોમાં, સમયની સાથે કોઈ ચીજવસ્તુને પહોંચતા ઘસારાને કારણે તેના મૂલ્યમાં થતાં ઘટાડાને ડેપ્રિશિયેશન કહે છે. આ તમારા ટૂ-વ્હીલરને પણ લાગુ પડે છે.

ક્લેઇમના સમયે તમારી બાઇક ઇન્શ્યોરન્સના મૂલ્યમાં ઘટાડા સામે તમને સુરક્ષિત કરવા માટે, ડેપ્રિશિયેશન સામે સુરક્ષા અથવા ઝીરો ડેપ્રિશિયેશન કવર ઍડ-ઑન તરીકે ઉપલબ્ધ છે, જેના માટે તમારે અતિરિક્ત પ્રીમિયમની ચુકવણી કરવાની રહે છે, જે પ્રીમિયમની રકમમાં સમાવિષ્ટ નથી જ્યારે તમે ખરીદો છો એક સ્ટાન્ડર્ડ ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી.

ક્લેઇમ ફાઇલ કરતી વખતે આ કવર ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે ડેપ્રિશિયેશનને કારણે તમારા ટૂ-વ્હીલરના મૂલ્યમાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લેતું નથી. તેથી, તે તમને થયેલ નુકસાન પર ક્લેઇમની વધુ રકમ પ્રદાન કરે છે અને બચતમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી બાઇકને અકસ્માત થાય, તો બાઇકના ડેપ્રિશિયેશનને ગણતરીમાં લીધા વિના, તમને થયેલ નુકસાનની પૂરેપૂરી રકમ ક્લેઇમ હેઠળ ચુકવવામાં આવશે.

મોટાભાગના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમના કિસ્સાઓમાં, ડેપ્રિશિયેશન સામાન્ય રીતે બાઇકના જે પાર્ટ બદલવાની જરૂર હોય છે તેની પર લાગુ પડે છે.

લાભ:

ઝીરો ડેપ્રિશિયેશન કવર વડે તમે -

  • ક્લેઇમની પરિસ્થિતિમાં તમારે પોતે ઓછો ખર્ચ કરવો પડે છે
  • ફરજિયાત કપાત પછી, વાસ્તવિક ક્લેઇમની રકમ પ્રાપ્ત કરી શકો છો
  • તમારા હાલના કવરમાં વધુ સુરક્ષા ઉમેરી શકો છો
  • તમારી બચતમાં વધારો કરી શકો છો
  • ક્લેઇમની ઓછી રકમને લગતી આશંકાઓ દૂર થાય છે

તમારે હંમેશા સમાવેશ અને બાકાત બાબતો વિશે તમારે માહિતગાર થવું જોઈએ અને પછી જ પ્રાપ્ત કરવું જોઈએ ઝીરો ડેપ્રિશિયેશન કવર અને નવી બાઇકનો ઑનલાઇન ઇન્શ્યોરન્સ.

પૉલિસીમાં આ સામેલ છે:

    1. ટૂ-વ્હીલરના રબર, નાયલોન, પ્લાસ્ટિક અને ફાઇબર-ગ્લાસના ભાગોનું ડેપ્રિશિયેશન ગણી શકાય છે. ઝીરો ડેપ્રિશિયેશન કવરમાં ક્લેઇમ સેટલમેન્ટમાં રિપેર/રિપ્લેસમેન્ટનો ખર્ચ આવરી લેવામાં આવે છે.

    2. પૉલિસીની મુદત દરમિયાન ઍડ-ઑન કવર હેઠળ 2 ક્લેઇમ કરી શકાય છે.

    3. ઝીરો ડેપ્રિશિયેશન કવર ખાસ કરીને વધુમાં વધુ 2 વર્ષ જૂના બાઇક/ટૂ-વ્હીલર માટે છે.

    4. નવી બાઇક માટે તેમજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓના રિન્યુઅલ સમયે ઝીરો ડેપ્રિશિયેશન કવર ખરીદી શકાય છે.

    5. પૉલિસીના ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચો કારણ કે આ કવર માત્ર નિયુક્ત ટૂ-વ્હીલર મોડેલ માટે ઉપલબ્ધ છે.

પૉલિસીમાં આ સામેલ નથી:

    1. ઇન્શ્યોર્ડ ન હોય તેવા જોખમ માટે વળતર.

    2. મિકેનિકલ ભૂલને કારણે થયેલ નુકસાન.

    3. વિતેલા સમયને પરિણામે પહોંચતા ઘસારાને કારણે થયેલ નુકસાન.

    4. બાય-ફ્યૂઅલ કિટ, ટાયર અને ગેસ કિટ જેવી બાઇકની ઇન્શ્યોરન્સ વગરની વસ્તુઓને થયેલ નુકસાન પર વળતર.

    5. જો વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોય/ખોવાઈ ગયું હોય તો ઍડ-ઑન કવર હેઠળ ખર્ચ કવર કરવામાં આવતો નથી.

તારણ

જો તમે ઝીરો ડેપ્રિશિયેશન કવર ઉમેરો છો, તો સ્ટાન્ડર્ડ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી વધુ લાભદાયી છે. તેની ક્લેઇમની પ્રક્રિયા સરળ છે અને તમારું આયોજિત બજેટ પણ જળવાઈ રહે છે. સ્માર્ટ ડ્રાઇવ કરો અને શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ સુવિધાઓ મેળવો, પરંતુ એ પહેલાં કરો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના ઑનલાઇન

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 0 / 5. વોટની સંખ્યા: 0

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે