વાયુ પ્રદૂષણ એ આજે દેશમાં ચિંતાનો એક મુખ્ય વિષય છે. અને સરકાર તેને નિયંત્રિત કરવા માટે દરેક પગલાં લઈ રહી છે. વાહન દ્વારા ફેલાતા પ્રદૂષણને મર્યાદિત કરવું એ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા ઘણાં પગલાંઓમાંનું એક પગલું છે. ભારતીય માર્ગો પર વધી રહેલી વાહનોની સંખ્યાની સાથે પ્રદૂષણને નિયંત્રિત કરવું જરૂરી બની ગયું છે. આ જ કારણથી પરિવહન મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ, 1989 મુજબ ડ્રાઇવર માટે પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે. તો, બાઇક અથવા કાર અથવા અન્ય કોઈ વાહનમાં પીયુસી શું છે? તેનું મહત્વ શું છે? આપણે ઘણાં પ્રશ્નોના જવાબો મેળવવાના છે. ચાલો વિસ્તારથી જાણીએ!
પીયુસી એટલે શું?
પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ, જે વાહનના ઉત્સર્જન સ્તરોને પરીક્ષણ કર્યા પછી દરેક વાહનના માલિકને જારી કરવામાં આવતું સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ વાહનો દ્વારા વાતાવરણમાં ફેલાતા તત્વો વિશેની તથા તેઓ નિર્ધારિત મર્યાદામાં છે કે નહીં તે માહિતી પ્રદાન કરે છે. ઉત્સર્જન (એમિશન)ના આ સ્તરોનું પરીક્ષણ મોટાભાગે દેશભરના પેટ્રોલ પંપ પર સ્થિત અધિકૃત કેન્દ્રો પર કરવામાં આવે છે. બાઇક ઇન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન વગેરેની જેમ જ પીયુસી સર્ટિફિકેટ પણ હંમેશા સાથે રાખવું જરૂરી છે. પીયુસી સર્ટિફિકેટમાં નીચેની માહિતી શામેલ છે:
- કાર, બાઇક અથવા અન્ય કોઈ વાહનનો રજિસ્ટ્રેશન નંબર.
- ટેસ્ટની માન્યતા અવધિ
- પીયુસીનો સિરિયલ નંબર
- પીયુસી ટેસ્ટ કર્યાની તારીખ
- વાહનના એમિશનને લગતા આંકડા
શું મારા માટે પીયુસી જરૂરી છે?
હા,
પીયૂસી સર્ટિફિકેટ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્શ્યોરન્સ અને રજિસ્ટ્રેશનની જેમ જ તે પણ સાથે રાખવું તમારા માટે એટલું જ જરૂરી છે. તે શા માટે જરૂરી છે તે અહીં જણાવેલ છે:
- તે કાયદા મુજબ ફરજિયાત છે: જો તમે નિયમિત રીતે વાહન ચલાવો છો તો પીયુસી સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી છે. માત્ર એક ડૉક્યુમેન્ટ તરીકે નહીં, પરંતુ ભારતીય કાયદા મુજબ તે ફરજિયાત છે.
મારા એક મિત્ર ગૌરવને, તેણે કોઈ નિયમનો ભંગ કર્યો ન હોવા છતાં પણ ટ્રાફિક ટિકિટ આપવામાં આવી હતી. શા માટે? જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસે માન્ય પીયુસી સર્ટિફિકેટ ન હોવાની જાણ થઈ. આ કારણે તેણે રુ. 1000 નો દંડ ચૂકવવો પડયો. આવા ભારે દંડથી બચવા માટે તમારી પાસે પીયુસી સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
- તેના દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે: પીયુસી સર્ટિફિકેટ લેવાનું બીજું કારણ એ છે કે તે પર્યાવરણને બચાવવામાં મદદ કરશે. તમારા વાહનના ઉત્સર્જનના સ્તરને મંજૂર મર્યાદામાં રાખીને, તમે પ્રદૂષણ ઘટાડવામાં અને એ રીતે પર્યાવરણને બચાવવામાં મદદ કરો છો.
- તે તમને તમારા વાહનની સ્થિતિથી માહિતગાર રાખે છે: પીયુસી સર્ટિફિકેટ હોવું જરૂરી એટલા માટે પણ છે કે તે તમને તમારા વાહનના સ્વાસ્થ્ય વિશે જાણ કરે છે. આમ, તે તમને ભારે દંડ થઈ શકે તેવા કોઈપણ ભાવિ નુકસાનને રોકવામાં સહાયભૂત થાય છે.
- તે દંડથી બચાવે છે: નવા નિયમો મુજબ, જો તમારી પાસે પીયુસી સર્ટિફિકેટ હાજર નથી, તો તમારી પાસેથી રુ. 1000 દંડ વસૂલવામાં આવશે. જો ફરીથી આમ બને છે, તો દંડ રૂ. 2000 પણ થઈ શકે છે. આ દંડને ટાળવા માટે પીયુસી સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
ભારતમાં વાહનોથી થતા પ્રદૂષણ માટે નિર્ધારિત ધોરણો શું છે?
કાર, બાઇક, ઑટો અને તેવા અન્ય પ્રકારના વાહનો હોય છે. વધુમાં, પ્રદૂષણના નિર્ધારિત ધોરણો ઇંધણના પ્રકાર અનુસાર પણ અલગ હોય છે. સ્વીકાર્ય પ્રદૂષણના સ્તર પર એક નજર કરો.
બાઇક અને 3-વ્હીલરમાં પીયુસી શું છે?
બાઇક અને 3-વ્હીલર માટે નિર્ધારિત પ્રદૂષણ સ્તર આ મુજબ છે:
વાહન |
હાઈડ્રોકાર્બન (પાર્ટ્સ પર મિલિયન) |
કાર્બન મોનો-ઑક્સાઇડ (CO) |
જે બાઇક અથવા 3-વ્હીલરનું ઉત્પાદન 31 માર્ચ 2000 અથવા તે પહેલાં કરવામાં આવ્યું હોય (2 અથવા 4 સ્ટ્રોક) |
4.5% |
9000 |
જે બાઇક અથવા 3-વ્હીલરનું ઉત્પાદન 31 માર્ચ 2000 પછી કરવામાં આવ્યું હોય (2 સ્ટ્રોક) |
3.5% |
6000 |
જે બાઇક અથવા 3-વ્હીલરનું ઉત્પાદન 31 માર્ચ 2000 પછી કરવામાં આવ્યું હોય (4 સ્ટ્રોક) |
3.5% |
4500 |
પેટ્રોલ કાર માટે પ્રદૂષણનું સ્તર
વાહન |
હાઈડ્રોકાર્બન (પાર્ટ્સ પર મિલિયન) |
કાર્બન મોનો-ઑક્સાઇડ (CO) |
ભારત સ્ટેજ 2 નિયમો મુજબ બનાવવામાં આવેલ 4-વ્હીલર |
3% |
1500 |
ભારત સ્ટેજ 3 નિયમો મુજબ બનાવવામાં આવેલ 4-વ્હીલર |
0.5% |
750 |
સીએનજી/એલપીજી/પેટ્રોલ સંચાલિત વાહનો માટે પ્રદૂષણના સ્તરનું માન્ય પ્રમાણ (ભારત સ્ટેજ 4)
વાહન |
હાઈડ્રોકાર્બન (પાર્ટ્સ પર મિલિયન) |
કાર્બન મોનો-ઑક્સાઇડ (CO) |
ભારત સ્ટેજ 4 નિયમો મુજબ નિયમો મુજબ બનાવવામાં આવેલ સીએનજી/એલપીજી 4-વ્હીલર્સ |
0.3% |
200 |
પેટ્રોલ 4-વ્હીલર્સનું ઉત્પાદન ભારત સ્ટેજ 4 ના નિયમો અનુસાર કરવામાં આવેલ છે |
0.3% |
200 |
પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય હોય છે?
જ્યારે પણ તમે નવું વાહન ખરીદો છો, ત્યારે ડીલર તમને પીયુસી સર્ટિફિકેટ પ્રદાન કરે છે જે એક વર્ષ માટે માન્ય છે. તે પછી, જ્યારે એક વર્ષ પૂર્ણ થાય, ત્યારે તમારે તમારા વાહનની તપાસ કરવા અને નવું પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે અધિકૃત એમિશન ટેસ્ટિંગ સેન્ટર પર જવાનું રહેશે, આ સર્ટિફિકેટની માન્યતા છ મહિનાની છે. આમ, તેને દર છ મહિને રિન્યૂ કરાવવાનું રહેશે.
પીયુસી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?
તે મેળવવા માટેના કેટલાક સરળ પગલાંઓ અહીં જણાવેલ છે:
- સૌ પ્રથમ તેનું અધિકૃત કેન્દ્ર શોધો. તમે પેટ્રોલ પંપ પર જઈને ત્યાં પ્રદૂષણ તપાસ કેન્દ્ર છે કે નહીં તે તપાસી શકો છો. આ સિવાય, તમે પરિવહન પ્લેટફોર્મ પર આરટીઓ દ્વારા માન્ય લાઇસન્સ ધરાવતા પીયુસી સેન્ટર ઑનલાઇન જોઈ શકો છો.
- નજીકનું પીયુસી સેન્ટર શોધ્યા બાદ તમારું વાહન ત્યાં લઈ જાઓ. તેના કર્મચારી દ્વારા એમિશન ટેસ્ટિંગ ટ્યુબને તમારા વાહનના સાયલેન્સર પાઇપમાં દાખલ કરવામાં આવશે. તેના દ્વારા તમારા વાહનના એમિશન લેવલની માહિતી પ્રાપ્ત થશે.
- ત્યાર બાદ, તે તમારા માટે ઇલેક્ટ્રોનિક રીતે બનાવેલ એક સર્ટિફિકેટ તૈયાર કરશે. તેમાં તમારા વાહનના એમિશન લેવલની માહિતી આપેલ હશે.
તેમાં મારે કેટલો ખર્ચ થશે?
એક
બાઇક ઇન્શ્યોરન્સ અને અન્ય ડૉક્યૂમેન્ટની સરખામણીમાં પીયુસી સર્ટિફિકેટની કિંમત ઓછી છે. પીયુસી સર્ટિફિકેટ મેળવવામાં આશરે રુ. 50-100 નો ખર્ચ થાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
- શું પીયુસી ઑનલાઇન મેળવી શકાય છે?
હા, જારી કર્યા પછી જ તમે પીયુસી ઑનલાઇન મેળવી શકો છો. પ્રથમ તમારે કોઈ અધિકૃત કેન્દ્ર પર તમારા વાહનની તપાસ કરાવવાની રહેશે, અને ત્યાર બાદ જ તમે પરિવહન વેબસાઇટ પરથી પીયુસી ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
- શું નવી બાઇક માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી છે?
હા, બાઇક ઇન્શ્યોરન્સની જેમ, નવી બાઇક માટે પણ પીયુસી સર્ટિફિકેટ જરૂરી છે. જો કે, તમારે તેના માટે કોઈપણ અધિકૃત પીયુસી સેન્ટર પર જવાની જરૂર નથી. તે ડીલર દ્વારા તમને પૂરું પાડવામાં આવશે, જે 1 વર્ષ માટે માન્ય રહેશે.
- પીયુસી સર્ટિફિકેટની કોને જરૂર પડે છે?
કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989 સૂચવે છે કે દરેક વાહનનું પીયુસી સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આમાં ભારત સ્ટેજ 1 ને અનુરૂપ વાહનોનો સમાવેશ થાય છે
/ભારત સ્ટેજ 2/ભારત સ્ટેજ 3/ભારત સ્ટેજ 4 વાહનો અને એલપીજી/સીએનજી પર ચાલતા વાહનો.
- શું હું પીયુસી સર્ટિફિકેટ ડિજિલૉકરમાં ડાઉનલોડ કરી શકું છું?
હા, વાહનના અન્ય તમામ ડૉક્યૂમેન્ટની સાથે તમે પીયુસી પણ ડિજિલૉકર એપમાં શામેલ કરી શકો છો.
જવાબ આપો