• search-icon
  • hamburger-icon

વાહનની નંબર પ્લેટને પ્રદર્શિત કરવાની યોગ્ય રીત શું છે?

  • Motor Blog

  • 18 મે 2022

  • 95 Viewed

Contents

  • નંબર પ્લેટના ફોર્મેટની સમજૂતી
  • ભારતમાં નંબર પ્લેટના નિયમો જાણો
  • સો વાતની એક વાત

વાહનની લાઇસન્સ પ્લેટને 'નંબર પ્લેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર પ્લેટ એ મોટર વાહન સાથે જોડાયેલ એક મેટલની પ્લેટ છે અને તેના પર વાહનનો રજિસ્ટ્રેશન નંબર અંકિત હોય છે. અધિકૃત લાઇસન્સ પ્લેટ નંબરમાં 4 અલગ ભાગ અને સંદર્ભ હોય છે. દરેક ભાગનો એક ચોક્કસ હેતુ છે. નંબર પ્લેટ મોટર વાહનની આગળ અને પાછળ બંને બાજુએ મૂકવામાં આવે છે. વાહનના નંબરને પ્રદર્શિત કરવાથી વાહનને ઓળખવામાં મદદ મળે છે.

નંબર પ્લેટના ફોર્મેટની સમજૂતી

મોટર વ્હીકલ ઍક્ટના નિયમ 50 અને 51 મુજબ, કોઈપણ મોટર વાહનના માલિક દ્વારા એક અનન્ય નંબર પ્લેટનો ઉપયોગ કરવો જરૂરી છે, જે રોડ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી દ્વારા જારી કરવામાં આવી હોય. ભારતીય રસ્તાઓ પર ઊતરવા માટે, સુનિશ્ચિત કરો કે તમારી પાસે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોય, જે બેસિક મોટર ઇન્શ્યોરન્સના પ્રકાર હેઠળ આવે છે. ચાલો, આપણે નંબર પ્લેટના વિવરણને સંક્ષિપ્તમાં સમજીએ.

ભાગ 1

પ્રથમ ભાગ કેન્દ્રશાસિત પ્રદેશ અથવા રાજ્યને નિર્ધારિત કરે છે જે બે મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં, મોટર વાહન નંબર પ્લેટ એમએચ કોડથી શરૂ થાય છે. દિલ્હી માટે ડીએલ, અને તે જ રીતે અન્ય. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના નોંધપાત્ર મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ 1980 ના દશકની આસપાસ શરૂ થઈ હતી.

ભાગ 2

આગામી 2 અંક રાજ્યની ક્રમિક સંખ્યા દર્શાવે છે. દરેક રાજ્યમાં એક જિલ્લો હોય છે. જો તમને ખ્યાલ ના હોય કે દરેક જિલ્લો નવા વાહનના રજિસ્ટ્રેશનને સંભાળે છે. તેનો અર્થ એ છે કે દરેક જિલ્લામાં તેની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ હોય છે, જે મોટર વાહન રજિસ્ટ્રેશન અને ડ્રાઇવર સંબંધિત બાબતો સંભાળે છે.

ભાગ 3

હવે, લાઇસન્સ પ્લેટનો ત્રીજો ભાગ એક અનન્ય નંબર છે, જે વાહનની ઓળખ દર્શાવે છે. જો કોઈ નંબર ઉપલબ્ધ ના હોય, તો છેલ્લા અંકને બદલે મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમામ મોટર વાહનો માટે પર્યાપ્ત પ્રમાણ કરતા વધુ કોડ હોય. એક સામાન્ય પ્રથા એ પણ છે કે વધારાની કિંમત ચૂકવીને કસ્ટમ નંબર ખરીદી શકાય છે.

ભાગ 4

ચોથો ભાગ એ લંબગોળ લોગો હોય છે, જેમાં 'આઇએનડી' લખ્યું હોય છે, જેનો અર્થ ભારતીય છે*. લંબગોળમાં ટોચ પર ક્રોમિયમ હોલોગ્રામ પણ હોય છે જે ચક્ર જેવું લાગે છે. તેનો ઉપયોગ મોટાભાગે હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટમાં કરવામાં આવે છે અને તેને 2005 માં રજૂ કરવામાં આવી હતી અને તેની સાથે છેડછાડ કરી શકાતી નથી. આ તમામ મોટર વાહનો માટે ફરજિયાત* છે, છતાં કેટલાક રાજ્યોમાં હજી સુધી આ પ્રથા અપનાવવાની બાકી છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ આ તમામ અનન્ય કોડ એકસાથે મળીને મોટર વાહનને એક અનન્ય ઓળખ નંબર પ્રદાન કરે છે.

ભારતમાં નંબર પ્લેટના નિયમો જાણો

તમારા વાહનની શ્રેષ્ઠ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી. એમવી ઍક્ટ (નિયમ 50 અને 51) મુજબ, ભારતીય વાહન માલિકોએ ભારતમાં નંબર પ્લેટના નીચેના નિયમોની કાળજી લેવાની જરૂર છે: ટૂ-વ્હીલર અને કાર જેવા હળવા મોટર વાહનો માટે રજિસ્ટ્રેશન મૂળાક્ષર અને નંબર સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા અક્ષરમાં હોવા જોઈએ. કમર્શિયલ વાહનો માટે, પીળા બેકગ્રાઉન્ડ પર કાળા મૂળાક્ષર. મોટર વાહનની દરેક કેટેગરી માટે વાહન નંબર પ્લેટ અને મૂળાક્ષરોની સાઇઝ પેમ્ફલેટમાં આપવામાં આવશે. ફેન્સી મૂળાક્ષરોની પરવાનગી નથી. ઉપરાંત, અન્ય પિક્ચર, આર્ટ અને નામ પ્રદર્શિત કરવા ના જોઈએ. તમામ મોટર વાહનોની આગળ અને પાછળની બાજુએ નંબર પ્લેટ પ્રદર્શિત થવી જોઈએ. મોટરબાઇકના કિસ્સામાં, આગળની બાજુએ રજિસ્ટ્રેશન નંબર હેન્ડલ-બારની સમાંતર મડગાર્ડ અથવા પ્લેટ જેવા કોઈપણ વાહનના ભાગ પર પ્રદર્શિત કરવો જોઈએ.

ભારતમાં વાહનના નંબર પ્લેટની સાઇઝ શું હોવી જોઈએ?

નીચે આપેલ ટેબલ ભારતમાં નંબર પ્લેટની સાઇઝ દર્શાવે છે:

વાહનનો પ્રકાર

માપ

Two and three-wheelers200 x 100 mm
Light motor vehicle. Passenger Car340 x 200 mm or 500 x 120 mm
Medium or Heavy commercial vehicle340 x 200 mm

  હવે, ચાલો રજિસ્ટ્રેશનના મૂળાક્ષરો અને અંકોની સાઇઝને સમજવા માટે આગળ વધીએ:

વાહનનો ક્લાસ

મિ.મી. માં પરિમાણો

HeightThicknessSpace
Motorbike with engine capacity less than 70 CCFront letters and numerals152.52.5
Three-wheelers with engine capacity above 500 CCFront and rear numerals and letters400705
Three-wheelers with engine capacity of less than 500 CCFront and rear numerals and letters350705
All motorbikes and three-wheeled invalid carriagesFront letters and numerals300505
Rear letters350705
Rear numerals400705
All other remaining motor vehiclesFront and rear numerals and letters651010

સો વાતની એક વાત

ભારતના જવાબદાર નાગરિક તરીકે, દેશભરમાં લાઇસન્સ નંબરોમાં ઉપયોગમાં લેવાતી તમામ વિવિધતાઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. સુનિશ્ચિત કરો કે તમે સંબંધિત સંસ્થા દ્વારા નિર્ધારિત દરેક પ્રોટોકોલનું પાલન કરો છો. ઉપરાંત, મોટર ઇન્શ્યોરન્સના લાભ પ્રાપ્ત કરવા માટે, સમયસર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરવાનું ભૂલશો નહીં. મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી અથથી ઇતિ સુધીની તમામ જરૂરિયાતોની કાળજી લેશે.   સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો  ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img