અમારી જોડે ઇન્શ્યોરન્સ ક્લેઇમ with us, you need to follow a simple and easy process. Follow the steps listed below:
Step1: Park the vehicle safely
Step 2: Intimate us &
પગલું 3: વાહનને રિપેરકામની દુકાનમાં શિફ્ટ કરો
પગલું 4: સર્વેક્ષક / ગેરેજને ડૉક્યૂમેન્ટ સુપરત કરો
Step 5: Reimbursement and claim settlement To locate the closest Bajaj Allianz Preferred Garage, call ટોલ ફ્રી: 1800-22-5858 | 1800-102-5858 | 020-30305858 પર કૉલ કરો.
પગલું 1: વાહનને સુરક્ષિત રીતે પાર્ક કરો
વધુ નુકસાન ટાળવા માટે વાહનને સુરક્ષિત રીતે રસ્તાની સાઇડ પર શિફ્ટ કરો અને વધુ સલાહ માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કૉલ સેન્ટરને સૂચિત કરો. કૃપા કરીને નુકસાન થયેલ વાહનને કોઈપણ ભલામણ વિના અકસ્માતના સ્થાનેથી હટાવશો નહીં, કારણ કે અમે કારણ, પરિસ્થિતિઓ, જવાબદારી અને સ્વીકાર્ય નુકસાનને ચકાસવા માટે સ્થાનનું નિરીક્ષણ કરીને ચકાસણી કરી શકીએ છીએ.
પગલું 2: બજાજ આલિયાન્ઝને સૂચિત કરો
- સલાહ મેળવવા માટે કૉલ સેન્ટરને સૂચિત કરો:
- 1800-22-5858 -(ટોલ ફ્રી) – BSNL / MTNL લેન્ડલાઇન
- 1800-102-5858 -(ટોલ ફ્રી) – Bharti / Airtel
- 020 – 30305858
- અથવા - 9860685858 પર 'મોટર ક્લેઇમ' લખીને એસએમએસ કરો અને અમે તમને કૉલબૅક કરીશું.
- તમે callcentrepune@bajajallianz.co.in પર ઇમેઇલ પણ મોકલી શકો છો
જ્યારે તમે તમારો ક્લેઇમ રજિસ્ટર કરો છો, ત્યારે તમારે નીચેની માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે:
- સંપૂર્ણ કાર ઇન્શ્યોરન્સ / બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર
- ઇન્શ્યોર્ડનું નામ (વાહનના માલિક)
- ડ્રાઇવરનું નામ
- ઇન્શ્યોર્ડનો (વાહનના માલિક) સંપર્ક નંબર
- અકસ્માતનું સ્થાન
- વાહન રજિસ્ટ્રેશન નંબર
- વાહનનો પ્રકાર અને મોડેલ
- અકસ્માતનું સંક્ષિપ્ત વર્ણન
- અકસ્માતની તારીખ અને સમય
- વાહન હાલમાં જ્યાં છે તે સ્થળ.
- કૉલ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પૂછવામાં આવેલી અન્ય વિગતો
નોંધ: એકવાર ક્લેઇમ રજિસ્ટર થઇ ગયાં પછી, ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ તમને ક્લેઇમ રેફરન્સ નંબર પ્રદાન કરશે. તમને ક્લેઇમના દરેક તબક્કે એસએમએસ દ્વારા અપડેટ કરવામાં આવશે અથવા તમે તમારા ક્લેઇમની સ્થિતિ જાણવા માટે અમારા ટોલ ફ્રી નંબર - 1800-209-5858 પર કૉલ કરી શકો છો અને ક્લેઇમ રેફરન્સ નંબર ક્વોટ કરી શકો છો.
પગલું 3: વાહનને રિપેરકામની દુકાનમાં શિફ્ટ કરો
- વિશેષ સેવાઓ (માત્ર મર્યાદિત શહેરો) મેળવો - ટોઇંગ એજન્સી દ્વારા ક્ષતિગ્રસ્ત વાહનના નિ:શુલ્ક ટોઇંગ / પિકઅપની વિગતો માટે અમારા કૉલ સેન્ટરમાં પૂછપરછ કરો.
- સમયસર ક્વૉલિટી રિપેરકામ, કૅશલેસ સુવિધા અને મૂલ્યવર્ધિત સેવાઓ માટે અમારા પસંદગીના / ટાઇ-અપ કરેલ ગેરેજનો ઉપયોગ કરો. નોંધ લો: બજાજ આલિયાન્ઝ પસંદગીના વર્કશોપ પર તમારા વાહનને રિપેર કરાવવું લાભદાયક છે. નજીકના બજાજ આલિયાન્ઝની પસંદગીના ગેરેજને શોધવા માટે, ગેરેજ લોકેટરની મુલાકાત લો
પગલું 4: સર્વેક્ષક / ગેરેજને ડૉક્યૂમેન્ટ સુપરત કરો
તમારે નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા જરૂરી છે:
- સંપર્ક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી સાથે ભરેલું ક્લેઇમ ફોર્મ (બુકલેટમાં આપેલ છે).
- તમારા કાર ઇન્શ્યોરન્સ અથવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી / કવર નોટનો પુરાવો
- રજિસ્ટ્રેશન બુકની કૉપી, ટૅક્સની રસીદ (વેરિફિકેશન માટે કૃપા કરીને અસલ પ્રદાન કરો)
- અકસ્માતના સમયે વાહન ચલાવતા વ્યક્તિના અસલ મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે તેની કૉપી.
- પોલીસ પંચનામું / એફઆઇઆર (થર્ડ પાર્ટી પ્રોપર્ટી નુકસાન / મૃત્યુ / શારીરિક ઈજાના કિસ્સામાં)
- રિપેરકામ કરનાર પાસેથી રિપેરકામનો અંદાજ.
સર્વેક્ષક વર્કશોપ પર વાહનનું નિરીક્ષણ કરશે. સર્વેક્ષકની મુલાકાત દરમિયાન વર્કશોપ પર હાજર રહેવાની સલાહ આપવામાં આવે છે. કૃપા કરીને સર્વેક્ષકને જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો. સીએસી શીટ (ક્લેઇમ અમાઉન્ટ કન્ફર્મેશન) દ્વારા મંજૂર કરેલ ક્લેઇમની રકમ અને કપાત તે વાહનની ડિલિવરીની તારીખ પહેલાં ગેરેજને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમે તેના માટે રિપેરકામ કરનારને પણ પૂછી શકો છો.
પગલું 5: રિઇમ્બર્સમેન્ટ અને ક્લેઇમ સેટલમેન્ટ
જો વાહન બજાજ આલિયાન્ઝની પસંદગીની વર્કશોપ પર રિપેર કરવામાં આવી રહ્યુ છે, તો ચુકવણી બજાજ આલિયાન્ઝ દ્વારા જ સીધી ગેરેજને કરવામાં આવશે અને તમારે માત્ર તફાવતની રકમ, જો કોઈ હોય, તો તેની ચુકવણી કરવી પડશે. પસંદગીના ગેરેજ સિવાયના અન્ય તમામ ગેરેજ માટે, તમારે વર્કશોપ સાથે બિલ સેટલ કરવાની અને સર્વેક્ષકના રિપોર્ટ મુજબ રિઇમ્બર્સમેન્ટ માટે નજીકની બજાજ આલિયાન્ઝ ઑફિસમાં ડૉક્યૂમેન્ટ સાથે બિલ સબમિટ કરવાના રહેશે. નોંધ: કોઈપણ ક્લેઇમ સંબંધિત પ્રશ્નના કિસ્સામાં, તમને કૉલ સેન્ટરને બદલે નજીકની બજાજ આલિયાન્ઝ ઑફિસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમામ ડૉક્યૂમેન્ટ યોગ્ય રીતે જોડેલ હોય અને તે પૉલિસી હેઠળ કવર થયેલ હોય, તો રિઇમ્બર્સમેન્ટ માટે અંતિમ બિલ સબમિટ કરવાની તારીખથી લગભગ 7 દિવસ / 30 દિવસ (ચોખ્ખા નુકસાન માટે) લાગે છે.
In Case of Injury to Third Party or Damage to Property
- કૃપા કરીને ઈજા થયેલ વ્યક્તિને સહાય કરો અને તેમને નજીકની હૉસ્પિટલમાં શિફ્ટ કરો.
- નજીકના પોલીસ સ્ટેશન પર આ બાબતનો રિપોર્ટ કરો અને એફઆઇઆરની એક કૉપી મેળવો.
- અકસ્માતમાં શામેલ હોઈ શકે તેવી કોઈપણ થર્ડ પાર્ટીને બજાજ આલિયાન્ઝની તરફથી કોઈપણ વચન અથવા રિઇમ્બર્સમેન્ટની ઑફર કરશો નહીં. આવા વચનો બજાજ આલિયાન્ઝ પર બંધનકારક નથી
- થર્ડ પાર્ટીને થયેલ ઈજા અથવા નુકસાન વિશે બજાજ આલિયાન્ઝને ઉપર પ્રદાન કરેલા નંબરો દ્વારા અમારા કૉલ સેન્ટર પર કૉલ કરીને જાણ કરો.
Documents Required in Case of Injury or Property Damage Claims
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે સહી કરેલ ક્લેઇમ ફોર્મ
- પોલીસ એફઆઇઆર કૉપી
- ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી**
- પૉલિસીની કૉપી
- આરસી બુક ની કૉપી, જેમાં વાહનની વિગતો હોય
- કંપની રજિસ્ટર્ડ વાહનના મૂળ ડૉક્યૂમેન્ટના કિસ્સામાં સ્ટેમ્પ જરૂરી છે
Important Steps to Follow in Case of Theft
- ચોરીના 24 કલાકની અંદર કૉલ સેન્ટરને ક્લેઇમનો રિપોર્ટ કરો.
- 24 કલાકની અંદર એફઆઇઆર ફાઇલ કરો અને તેની એક કૉપી મેળવો.
- બજાજ આલિયાન્ઝ તથ્યોની ચકાસણી કરવા અને ક્લેઇમ ફોર્મમાં ઉલ્લેખિત જરૂરી ડૉક્યૂમેન્ટ એકત્રિત કરવા માટે તપાસકર્તાને નિયુક્ત કરી શકે છે.
- જો ક્લેઇમ સ્વીકાર્ય હોય, તો વાહનના અધિકારોને કંપનીના નામ પર ટ્રાન્સફર કરવા માટે બજાજ આલિયાન્ઝ ઑફિસને ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે. તમે વિગતો માટે નજીકની ઑફિસનો સંપર્ક કરી શકો છો.
- જો તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે અને અદાલત / પોલીસ તરફથી નો-ટ્રેસ રિપોર્ટ સહિતના ડૉક્યૂમેન્ટ બરાબર હોય તો આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગી શકે છે.
Documents Required for Filing a Theft Insurance Claim
- ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે સહી કરેલ ક્લેઇમ ફોર્મ
- તમામ ઓરિજનલ ચાવી સાથે વાહનની આરસી બુકની કૉપી
- ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
- મૂળ પૉલિસીની કૉપી
- ચોરીના સંપૂર્ણ રિપોર્ટની મૂળ એફઆઇઆર કૉપી
- આરટીઓ ટ્રાન્સફર પેપર, યોગ્ય રીતે સહી કરેલ ફોર્મ નંબર 28, 29, 30 અને 35 (જો હાઇપોથિકેશન હોય)
- અંતિમ રિપોર્ટ - વાહન શોધી શકાયું નથી એ દર્શાવતો પોલીસનો નો-ટ્રેસ રિપોર્ટ