રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Spot Assistance Cover | Bajaj Allianz
16 એપ્રિલ, 2019

24 x 7 સ્પૉટ આસિસ્ટન્સના 5 ફાયદાઓ

24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ એક ઍડ-ઑન કવર છે, જે તમે તમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. આ ઍડ-ઑન કવર હોવું આવશ્યક છે કારણ કે તમારું ટૂ-વ્હીલર મશીન હોવાથી, અકસ્માત, બૅટરી ઉતરી જવી, ફ્લેટ ટાયર વગેરે જેવી અણધારી ઘટનાઓને લીધે ગમે ત્યારે અને ગમે તે સમયે ખોટકાઈ શકે છે. જ્યારે તમે તમારી બાઇકની રાઇડનો આનંદ માણી રહ્યા હોવ અથવા સમયસર તમારા ઑફિસ સુધી પહોંચવા માટે તમારા ટૂ વ્હીલર પર જઈ રહ્યા હોવ, ત્યારે તમે કોઈપણ તકલીફ ન પડે તેવી આશા રાખો છો. પરંતુ, જો કંઈક થઈ જાય અને તમે કોઈ સ્થળે અસહાય રખડી પડો તો શું થશે? તમારા લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે પસંદ કરેલ 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ કવર તમારે માટે સહાયરૂપ થઈ શકે છે. તમારા ટૂ-વ્હીલર માટે 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ પસંદ કરવાના 5 ફાયદાઓ અહીં જણાવેલ છે:
  1. ચોવીસ કલાક સહાયતા -- આ ઍડ-ઑન કવર તમને દિવસના કોઈપણ સમયે અનપેક્ષિત ઘટનાઓ સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. તમને કારની બૅટરી જમ્પ-સ્ટાર્ટ કરવી, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સનું રિપેરીંગ કરાવવું, ટાયર પંકચર થવું વગેરે જેવી સમસ્યાઓ માટે મદદ મળે છે. ગમે તે સ્થળે અને ગમે ત્યારે તમારી જરૂરિયાત મુજબ.
  2. કવરેજ – જો તમને મદદની જરૂર હોય, જ્યારે તમારું ટૂ-વ્હીલર ખોટકાઈ જાય, તો આ ઍડ-ઑન કવર નીચેના લાભો પ્રદાન કરે છે:
    • રોડસાઇડ આસિસ્ટન્સ
    • ઇંધણ સહાયતા
    • ટૅક્સીનો લાભ
    • રહેવાની સગવડનો લાભ
    • મેડિકલ કૉઓર્ડિનેશન
    • અકસ્માત કવર
    • કાનૂની સલાહ
  3. પૉલિસીના સંપૂર્ણ સમયગાળા દરમિયાન સહાયતા – 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ હેઠળના લાભોનો ઉપયોગ તમારા વર્તમાન પૉલિસી વર્ષમાં મહત્તમ 4 વખત કરી શકાય છે. તેથી, જો તમને 3 વર્ષના આ કવર સાથે લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી મળે, તો તમે તમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિ સુધી વર્ષ દીઠ 4 વખત આ કવરનો ઉપયોગ કરી શકો છો.
  4. મનની શાંતિ – જ્યારે તમને સહાયતાની જરૂર હોય, ખાસ કરીને જ્યારે તમે કોઈ અજાણ્યા સ્થળે અટવાઈ ગયા હોવ, ત્યારે તમને સહાયતા મેળવવામાં ખરેખર મદદ કરે છે. તમારી ઇન્શ્યોરન્સ કંપનીનું 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ તમને ઇમરજન્સી દરમિયાન મદદ કરીને જરૂરી મનની શાંતિ આપી શકે છે. ઉપરાંત, તમારે રિપેર વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને તમારા નુકસાન પામેલા ટૂ-વ્હીલર ને નજીકના ગેરેજ સુધી લઈ જવામાં (ટોઇંગ સુવિધા) સહાયતા મળશે.
  5. વ્યાપક કવરેજ સાથે અતિરિક્ત કવરેજ – તમારી લાંબા ગાળાની કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મૂળભૂત કવરેજ પ્રદાન કરે છે જેમ કે કુદરતી આફતોને કારણે તમારા ટૂ-વ્હીલર ને નુકસાન અથવા ક્ષતિ, અન્ય અણધારી ઘટનાઓને કારણે તમારા ટૂ-વ્હીલર ને નુકસાન અથવા ક્ષતિ, પર્સનલ એક્સિડન્ટ કવર અને બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ. જ્યારે તમે આ 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ પસંદ કરો છો, ત્યારે તમને આ બેઝ કવરેજ ઉપરાંત વધારે કવરેજ મળે છે અને તમારી પ્રિય સંપત્તિ - તમારી બાઇક માટે સંપૂર્ણ સુરક્ષા મળે છે.
તમારે માત્ર અમારા ટોલ ફ્રી નંબર: 1800-209-5858 પર કૉલ કરવાનો રહેશે અને તમને જરૂરી સહાયતા વિશે અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિને જણાવવાનું રહેશે. અમે શક્ય એટલી વહેલી તકે તમારી મદદ કરીશું અને તમારું કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરીશું. અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી બાઇક રાઇડનો આનંદ માણો અને જ્યારે તમે તમારા ટૂ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે અસુવિધા અનુભવો ત્યારે અમે તમારી સંભાળ રાખીએ, તેથી અમે તમને ભલામણ કરીએ છીએ કે તમે 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ ઍડ-ઑન કવર સાથે બજાજ આલિયાન્ઝની લાંબા ગાળાની ટૂ-વ્હીલર પૉલિસી ખરીદો. અમારી વેબસાઇટની મુલાકાત લઈને ખરીદી કરો અને વધુ જાણો અમારી લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે