રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Types Of Home Insurance
31 માર્ચ, 2021

હોમ ઇન્શ્યોરન્સના પ્રકારો

પૂરતો અભ્યાસ કરીને હોમ ઇન્શ્યોરન્સ શું છે તે સમજવું અને તમારું ઘર ખરીદવાનો નિર્ણય કરવો એ તમારા અને તમારા પરિવાર માટે એક મોટી પહેલ છે. જો કે, ઇન્શ્યોરન્સ પૉલિસી નક્કી કરતાં પહેલાં, તમારે હોમ ઇન્શ્યોરન્સના પ્રકારો વિશે માહિતી મેળવવી જોઈએ. આમ કરવાથી તમને તમારી જરૂરિયાતોનો સ્પષ્ટ ખ્યાલ આવશે અને તે તેને અનુરૂપ યોગ્ય ઇન્શ્યોરન્સ કવર શોધવામાં સહાયરૂપ બનશે.  

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની મૂળભૂત બાબતો

જો તમારા ઘરને કુદરતી આપત્તિમાં નુકસાન થાય છે, તોફાનોમાં આગ લગાડવામાં આવે છે અથવા અકસ્માતને કારણે નુકસાન થાય છે, તો હોમ ઇન્શ્યોરન્સ તમારી બચતને સલામત રાખવામાં મદદ કરશે. આવી ઘટનાઓ ઘણીવાર અણધારી હોય છે, જેને પરિણામે અચાનક આર્થિક તકલીફ થઈ શકે છે. જો તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કોઈ ચોક્કસ ઘટનાને કવર કરવામાં આવે છે, તો તમને તમારી પૉલિસીમાં જણાવ્યા અનુસાર વળતર ચૂકવવામાં આવશે.  

ભારતમાં હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

ફાયર ઇન્શ્યોરન્સ ભારતમાં સૌથી સામાન્ય પ્રકારની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી એક છે. જો કે, ભારતીય હોમ ઇન્શ્યોરન્સ માર્કેટમાં અન્ય ઘણી પૉલિસીઓ ઑફર કરે છે જેમાં છે વધુ હોમ ઇન્શ્યોરન્સના લાભો.
 1. સ્ટ્રક્ચરલ કવર: આ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી પ્રમાણભૂત પ્રકાર છે. જો તમારા ઘરના માળખા, એટલે કે સ્ટ્રક્ચરને ગંભીર રીતે નુકસાન થાય તો આવી પૉલિસીઓમાં તેને કવર કરવામાં આવે છે. આ પૉલિસી દ્વારા સામાન્ય રીતે ક્ષતિગ્રસ્ત ભાગના પુનઃનિર્માણ અથવા રિપેરીંગ માટે થતા ખર્ચને કવર કરવામાં આવે છે. આવી પૉલિસીઓ અવારનવાર ઍડ-ઑન સાથે ખરીદવામાં આવે છે જે પોસ્ટ-બૉક્સ, બૅકયાર્ડ, દૂરના ગેરેજ વગેરે જેવી સહાયક માળખાઓને કવર કરે છે.
 
 1. હોમ કન્ટેન્ટ કવર: તેના નામ અનુસાર, હોમ કન્ટેન્ટ કવર તમારી ઘરવખરીને કવરેજ પ્રદાન કરે છે. આમાં સામાન્ય રીતે તમારા ફર્નિચર, જંગમ અને સ્થાવર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ઝવેરાત જેવી મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીં શરત એટલી છે કે ઇન્શ્યોર્ડ એસેટના માલિક તમે હોવા જોઈએ, અને તેને તમારા હાથે જાણીજોઈને નુકસાન પહોંચાડેલ ના હોવું જોઈએ.
 
 1. ફાયર કવર: અન્ય ઇન્શ્યોરન્સ પૉલિસીઓ 'પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે' તેનાથી અલગ પડતી હોય છે.' ફાયર કવર તમને નુકસાન માટે જવાબદાર એક જ કારણ- આગ સામે કવરેજ આપે છે. અણધારી કુદરતી આપત્તિઓ અને અકસ્માતો જેવી ઘટનાઓ ફાયર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે. તેનો ઉપયોગ તમારા ઘર, તેની સામગ્રી અથવા બંને માટે કવરેજ મેળવવા માટે કરી શકાય છે. તમે ફાયર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ દૂરના વેરહાઉસમાં સંગ્રહિત તમારા માલ માટે પણ ફાયર ઇન્શ્યોરન્સ મેળવી શકો છો.
 
 1. પબ્લિક લાયેબિલિટી કવર: એક પરિસ્થિતિનું અનુમાન કરો – રાજ તેના મિત્ર મોહનના નવા ઘરે ગયો. મોહને થોડા પૈસા બચાવ્યા હતા અને જૂનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેણે એપાર્ટમેન્ટમાં જરૂરી રિપેરીંગ કરાવવાનું બાકી હતું પરંતુ તેમાં રહેવાનું શરૂ કરી દીધું હતું અને રાજને તેના નિવાસસ્થાને એક સાંજે આમંત્રણ આપ્યું હતું. રાજે તે માટે તેનું નવું પ્લેસ્ટેશન ખરીદ્યું. તેણે તેને ડાઇનિંગ રૂમમાં સેન્ટર ટેબલ પર મૂક્યું હતું અને અચાનક તૂટવાનો અવાજ સાંભળ્યો. છતનો એક મોટો ભાગ તેના પ્લેસ્ટેશન પર પડયો હતો, જેથી તેને ઘણું નુકસાન થયું. જો મોહન પાસે પબ્લિક લાયેબિલિટી કવર હોય, તો તેને રાજને થયેલા નુકસાન માટે વળતર મળી શકે, અને એ રીતે તેના મિત્ર પ્રત્યેની કોઈપણ જવાબદારીઓને કવર કરી શકે છે.
  તેથી, જ્યારે તમારા ઘરની અંદર અથવા તમારા કાનૂની માલિકીના પરિસરમાં કોઈપણ કારણસર અણધાર્યું નુકસાન થાય છે, ત્યારે પબ્લિક લાયબિલિટી કવર હેઠળ તમને મોટા ભાગના ખર્ચ માટે વળતર આપવામાં આવે છે.  
 1. થેફ્ટ કવર: હોમ ઇન્શ્યોરન્સનો આ ચોક્કસ પ્રકાર ચોરીને કારણે તમને થયેલા કોઈપણ નુકસાનને કવર કરે છે. તે પૉલિસી હેઠળ કવર કરવામાં આવેલ અને તમારા ઇન્શ્યોરર દ્વારા જેનું મૂલ્ય સુનિશ્ચિત કરવું શક્ય છે તેવા કોઈપણ ચોરાયેલ સામાન અને મૂલ્યવાન વસ્તુઓ માટે તમને વળતર આપે છે.
 
 1. લૅન્ડલૉર્ડ કવર: આ આદર્શ રીતે મકાન માલિકો માટેનું કવર છે. તે તમારા મકાનના માળખા અને ઘરવખરીને કવર કરે છે, ભલે તમે તેમાં રહેતા ન હોવ. તમારી મૂલ્યવાન વસ્તુઓ અને મકાનનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની સંપૂર્ણપણે ખાતરી કરવી મુશ્કેલ હોય છે, અને તેથી તે એક મોટી ચિંતાની બાબતને સંભાળી લે છે. જો ઘરવખરી અને મકાનની માલિકી તમારી છે, તો તમે નુકસાનનું વળતર મેળવી શકો છો.
 
 1. ટેનન્ટ્સ કવર: આમાં માત્ર ઘરવખરીને કવર કરવામાં આવે છે કારણ કે ભાડૂઆત મકાનની માલિકી ધરાવતા નથી. જો કે, ભાડૂઆત તરીકે, તમારે મકાનમાલિકના ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરેલ એપાર્ટમેન્ટ અથવા ઘરને ભાડે લેવાનું વિચારવું જોઈએ. આમ કરવાથી, જો મિલકત અથવા તેની સામગ્રી અથવા બંનેને નુકસાન થાય, તો તમે તમારા મકાનમાલિક સાથે સંભવિત સંઘર્ષ રોકી શકો છો.
 

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીના વિવિધ પ્રકારોમાંથી કેવી રીતે પસંદગી કરવી?

અનેક વિવિધ પ્રકારની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે, પરંતુ તે મૂંઝવણભર્યું પણ હોઈ શકે છે. આ પ્રશ્નોના જવાબ આપો, જેથી તમને તમારે માટે કઈ ઇન્શ્યોરન્સ પૉલિસી યોગ્ય છે તેનો અંદાજ આવી જશે:
 1. તમે કઈ એસેટ કવર કરવા માંગો છો?
 2. તમે જે એસેટને કવર કરવા માંગો છો તેની માલિકી કોની છે?
 3. તમારા ઘર અથવા ઘરવખરીને સૌથી વધુ નુકસાન કઈ પરિસ્થિતિમાં થવાની સંભાવના છે?
 4. આ એસેટ તમારા માટે કેટલી મૂલ્યવાન છે?
 

વારંવાર પૂછાતા પ્રશ્નો

 1. કયા પ્રકારની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી શ્રેષ્ઠ છે?
સામાન્ય રીતે, કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મહત્તમ લાભો આપી શકે છે.  
 1. મારે કેટલી રકમનો હોમ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ?
પુન:નિર્માણનો ખર્ચ, એસેટની કિંમત, વૈકલ્પિક રહેઠાણનો ખર્ચ, પબ્લિક લાયેબિલિટી અને તમારા ઇન્શ્યોરન્સના કપાતપાત્રની ગણતરી કરો. આ તમામનો સરવાળો તમને ઇન્શ્યોરન્સની જરૂરી રકમ વિશે એક યોગ્ય અંદાજ પૂરો પાડશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે