પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Home Blog
05 જાન્યુઆરી 2025
811 Viewed
Contents
જીવનમાં ક્યારેક આપણે સૌ ઘર ખરીદવાની ઇચ્છા રાખીએ છીએ. આ લાગે છે સરળ, પરંતુ તમારા સપનાનું ઘર ખરીદવામાં વર્ષોની સખત મહેનત, પ્રયત્ન, ધૈર્ય અને બચતની જરૂર પડે છે. ઘર ખરીદવું એ ચોક્કસપણે એક સપનું સાકાર થયા બરાબર છે. કોઈ જગ્યાને તમારી પોતાની જગ્યા કહેવાનો અનુભવ. તે વિશેષ, અવર્ણનીય અને ચોક્કસપણે જીવનભરનો અનુભવ છે. ઘરને સુરક્ષિત કરવા માટે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ઘણી વખત લોકો બેંક અથવા કોઈપણ નાણાંકીય સંસ્થામાં પાસેથી હોમ લોન પણ લે છે. તમારી પોતાની જગ્યા ખરીદવાની સાથે સાથે અન્ય આવશ્યક ખર્ચ પણ જરૂર મુજબ કરી શકાય તે માટે હોમ લોન એક આદર્શ રીત છે. જો કે, હોમ લોનના ઈએમઆઈની સમયસર ચૂકવણી થવી જરૂરી છે. હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ - આ બે શબ્દોમાં લોકોને ઘણીવાર મૂંઝવણ થતી હોય છે. આ લેખમાં, ચાલો આપણે હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવત સમજીએ.
ગૃહ વીમા પૉલિસી કોઈપણ અણધાર્યા નુકસાન અથવા હાનિથી ઘર અને ઘરવખરીને સુરક્ષિત કરે છે. તે કુદરતી આપત્તિ, માનવ-નિર્મિત આપત્તિ, ચોરી વગેરેને કારણે થતા કોઈપણ નુકસાન/હાનિથી ઘર અને વ્યક્તિગત સામાનને સુરક્ષિત કરે છે. હાઉસ ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે ઘરવખરીને થયેલ નુકસાન અને ઘરના માળખાને, એટલે કે સ્ટ્રક્ચરને થયેલ નુકસાન સામે કવર પ્રદાન કરે છે. સ્ટ્રક્ચરલ ડેમેજ કવર હેઠળ જો ઘરના માળખાને નુકસાન થયું હોય તો જ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. બીજી તરફ, કન્ટેન્ટ ડેમેજ કવર એ ઘરવખરીને થયેલ નુકસાન/ક્ષતિ માટે આર્થિક સહાય પ્રદાન કરે છે. આમાં ફર્નિચર, કોઈપણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ વગેરેને થયેલ નુકસાન હોઈ શકે છે. આ કવર હેઠળ મોટાભાગે રિપેરિંગ ખર્ચ કવર કરી લેવામાં આવે છે. મકાન માલિક તેમજ ભાડૂઆત હાઉસ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. ભાડૂઆતને માત્ર ઘરવખરીને થયેલ નુકસાનનું કવર આપવામાં આવશે કારણ કે તેઓ જગ્યાની માલિકી ધરાવતા નથી.
હોમ ઇન્શ્યોરન્સ આગ, ચોરી, તોડફોડ અથવા કુદરતી આપત્તિઓ જેવી ઘટનાઓને કારણે તમારી સંપત્તિને નુકસાન માટે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે, જે ફાઇનાન્શિયલ બોજ ઘટાડે છે.
જો તમારી સંપત્તિ પર કોઈને ઈજા થાય છે અથવા જો તમે અન્યોને સંપત્તિના નુકસાન માટે જવાબદાર છો, તો તે કાનૂની ખર્ચને કવર કરે છે, જે મોંઘા દાવાઓ સામે મનની શાંતિ પ્રદાન કરે છે.
હોમ ઇન્શ્યોરન્સ આપત્તિઓ દ્વારા થયેલા નુકસાનના કિસ્સામાં તમારા ઘરને રિપેર અથવા ફરીથી બનાવવામાં મદદ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારે ખિસ્સામાંથી સંપૂર્ણ ખર્ચ વહન કરવાની જરૂર નથી.
તે તમારી વ્યક્તિગત વસ્તુઓ જેમ કે ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને મૂલ્યવાન વસ્તુઓને નુકસાન અથવા ચોરીથી સુરક્ષિત કરે છે, જે ખોવાયેલી અથવા ક્ષતિગ્રસ્ત સંપત્તિઓ માટે વળતર પ્રદાન કરે છે.
ધિરાણકર્તાઓને ઘણીવાર મૉરગેજ એગ્રીમેન્ટના ભાગ રૂપે હોમ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે, જે નુકસાન અથવા આપત્તિના કિસ્સામાં તેમના ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષિત કરે છે તેની ખાતરી કરે છે.
હોમ લોન ઇન્શ્યોરન્સ હોમ લોનની જવાબદારીને કવર કરે છે. જ્યારે કોઈપણ પ્રતિકૂળતાને કારણે લોન લેનાર વ્યક્તિ લોનની ચુકવણી કરવામાં અસમર્થ હોય ત્યારે આમ બને છે. તેનો અર્થ એ છે કે જ્યારે લોન લેનાર વ્યક્તિ હોમ લોનનો માસિક હપ્તો ચુકવવામાં અસમર્થ હોય ત્યારે તે ચૂકવવામાં આવે છે. જો કોઈ અણધારી પરિસ્થિતિને કારણે કોઈ વ્યક્તિ તે ચૂકવી શકતી નથી, તો આ કવર તેમને હોમ લોનની ચુકવણી ન કરી શકવાના જોખમ સામે સુરક્ષિત રાખે છે. આ રીતે, જો ઇએમઆઇની ચુકવણી યોગ્ય સમયે ન કરવામાં આવી હોય, તો હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી ઘરનું માલિકીપણું ગુમાવવાથી બચાવે છે. તે પરિવારને બચાવવાનું કાર્ય કરે છે અને પ્રતિકૂળતાના કિસ્સામાં હોમ લોનની બાકીની રકમ ચૂકવે છે. પ્રત્યેક પ્રદાતાનું હોમ લોન ઇન્શ્યોરન્સ કવરેજ અલગ હોઈ શકે છે. કેટલાક ઇન્શ્યોરર, જ્યારે લોન લેનાર અથવા ઘરના માલિકનું અવસાન થાય, તેવા સમયે હોમ લોનના રિસ્કને કવર કરે છે. કેટલાક ઇન્શ્યોરર કોઈપણ ગંભીર બીમારી, અપંગતા અથવા નોકરી ગુમાવવાની સ્થિતિમાં તેને કવર કરે છે. કોઈપણ સંજોગોમાં પ્લાનના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવા જ જોઈએ. હોમ લોન ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટૅક્સમાં છૂટનો લાભ લઈ શકાય છે. જો હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી લેવામાં આવી હોય તો તે ડાઉન પેમેન્ટની રકમ ઘટાડવામાં પણ મદદ કરે છે. હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી તે લોકો માટે આદર્શ છે જેમની પાસે ઓછી બચત છે અને જીવનના પ્રારંભિક તબક્કામાં ઘર ખરીદવા માંગે છે. આમ એટલા માટે, કારણ કે ઇન્શ્યોરર દ્વારા લોનની ચુકવણીની ગેરંટી આપવામાં આવે છે. હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી એકસામટી અથવા સમયાંતરે હપ્તાઓ દ્વારા હોમ લોનની ચુકવણી કરવાનો વિકલ્પ પણ આપે છે. અસ્વીકરણ: ટૅક્સમાં થતો લાભ હાલના કાયદા મુજબ ફેરફારને આધિન છે.
હોમ લોન ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે મૃત્યુ, અપંગતા અથવા ગંભીર બીમારી જેવી અણધારી ઘટનાઓના કિસ્સામાં બાકી લોનની રકમ ચૂકવવામાં આવે છે, જે તમારા પરિવારને ફાઇનાન્શિયલ તણાવથી સુરક્ષિત કરે છે.
તે ઘર માલિકોને મનની શાંતિ પ્રદાન કરે છે, જે જાણીને કે તેમના પ્રિયજનોને ઇમરજન્સીના કિસ્સામાં બાકીના લોન બૅલેન્સ પર ભાર પડશે નહીં.
કર્જદારના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, હોમ લોન ઇન્શ્યોરન્સ ગેરંટી આપે છે કે પરિવારને તેમના ઘરને સુરક્ષિત રાખીને લોનની ચુકવણીનો બોજનો સામનો કરવો પડશે નહીં.
પડકારજનક સમયમાં લોનની ચુકવણી કરવાની તમારી ક્ષમતાને સુરક્ષિત કરીને, હોમ લોન ઇન્શ્યોરન્સ તમારા ક્રેડિટ સ્કોરને જાળવવામાં મદદ કરી શકે છે, જે ચુકવણી પર ડિફૉલ્ટ થવાનું જોખમ ઘટાડે છે.
હોમ લોન ઇન્શ્યોરન્સનો ખર્ચ ઘણીવાર વ્યાજબી હોય છે, ખાસ કરીને જ્યારે લોનની ચુકવણી કરવામાં અસમર્થતાથી ઉદ્ભવી શકે તેવી સંભવિત ફાઇનાન્શિયલ સંકટની તુલનામાં.
કેટલાક હોમ લોન ઇન્શ્યોરન્સ પ્લાનમાં કૅન્સર, હાર્ટ અટૅક અથવા સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓને કવર કરવામાં આવે છે, જે તમારી કામ કરવાની અને લોનની ચુકવણી કરવાની ક્ષમતાને અસર કરી શકે છે.
નીચેના ટેબલમાં હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ વચ્ચેના મુખ્ય તફાવતો સંક્ષિપ્તમાં દર્શાવેલ છે:
માપદંડ | ગૃહ વીમા | હોમ લોન ઇન્શ્યોરન્સ |
Premium | Compared to home loan insurance the premiums are low | Compared to home insurance the premium is high |
Accessibility | It can be availed irrespective of whether you have home loan insurance or not | It can be availed only if home insurance is in place |
Down Payment | No impact on the down payment | Helps to reduce the down payment of the house |
ઘરના માળખા અથવા વ્યક્તિગત સામાનને થયેલા નુકસાન/હાનિને કારણે ઉદ્ભવતા કોઈપણ આર્થિક નુકસાન સામે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સુરક્ષા આપે છે. જો લોન લેનાર વ્યક્તિ હોમ લોન ચૂકવી ન શકે તો હોમ લોન ઇન્શ્યોરન્સ વડે તમે ફાઇનાન્શિયલ સંસ્થા/બેંક દ્વારા ઘરને વેચવાથી રોકી શકો છો. બંનેની શરતો અલગ છે પણ મહત્વપૂર્ણ છે. મુખ્ય બાબત એ છે કે હોમ ઇન્શ્યોરન્સ કવરેજ તમને આર્થિક તણાવથી બચાવે છે. અને હોમ લોન લેવાની યોજના બનાવી રહેલી કોઈપણ વ્યક્તિ હોમ લોન ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારી શકે છે.
130 Viewed
5 mins read
25 નવેમ્બર 2019
134 Viewed
5 mins read
04 જાન્યુઆરી 2025
1780 Viewed
5 mins read
03 જાન્યુઆરી 2025
1019 Viewed
5 mins read
06 જાન્યુઆરી 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144