રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Short Term Car Insurance & Monthly Cover
4 મે, 2021

શૉર્ટ ટર્મ કાર ઇન્શ્યોરન્સ અને માસિક પ્લાન

જ્યારે તમે ઇન્શ્યોરન્સ કવર વિશે વિચારો છો, ત્યારે તે તમને કેટલાક કિસ્સાઓમાં એક, ત્રણ અથવા પાંચ વર્ષની મુદત સાથે લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ યાદ કરાવે છે. જનરલ ઇન્શ્યોરન્સ કવરના મોટાભાગના કિસ્સાઓમાં આ સાચુ છે વાહન ઇન્શ્યોરન્સ ઉદ્યોગ સમયસીમાઓ અને વિશેષતાઓને લઈને કઠોર હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે સાચું નથી. આધુનિક યુગના ઇન્શ્યોરન્સમાં નવીન પ્રૉડક્ટ રજૂ કરવામાં આવી છે, જે ગતિશીલ પ્રકૃતિની છે. તમારી પાસે તમને સૌથી અનુરૂપ પ્રૉડક્ટ પસંદ કરવાનો વિકલ્પ છે. આવી એક આગામી પ્રૉડક્ટ એ શૉર્ટ ટર્મ કાર ઇન્શ્યોરન્સ છે. જોકે તેના પ્રારંભિક તબક્કામાં, ભારતીય ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ છે, જે આ શૉર્ટ ટર્મ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. તે એક વિશિષ્ટ કલ્પના હોવાથી, ઘણા લોકો તેના વિશે જાગૃત નથી. ચાલો, આ વિશે વધુ જાણીએ:   શૉર્ટ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ શું છે? જેમ કે નામ સૂચવે છે, શૉર્ટ ટર્મ કાર ઇન્શ્યોરન્સ એક અસ્થાયી સમયગાળા માટેનો ઇન્શ્યોરન્સ પ્લાન છે. જેમ કે આ પૉલિસીનો વિચાર સમયની અવધિ પર આધારિત છે, તે થોડી મિનિટોના ટૂંકા સમયથી લઈને થોડા મહિનાઓ સુધીની હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જે એક વર્ષના સંપૂર્ણ સમયગાળા માટે કાર ચલાવવા માંગતા નથી, જે એક સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ન્યૂનતમ અવધિ છે, તેઓ આ પ્રકારનો ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. તમે તમારી પસંદગીની ઇન્શ્યોરન્સ કંપનીની ઉપલબ્ધતાના આધારે આ પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદી શકો છો.   શૉર્ટ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કામ કરવાની રીત જ્યારે તમે ઑનલાઇન સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સ ખરીદો છો, ત્યારે તે બે પ્રકારમાં ઉપલબ્ધ છે - કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ-પાર્ટી. તમારી જરૂરિયાતના આધારે કસ્ટમાઇઝ્ડ કવરેજ ઑફર કરવા માટે ઍડ-ઑન સાથે કોમ્પ્રિહેન્સિવ પ્લાન લોડ કરી શકાય છે. તેનાથી વિપરીત, થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ કાર માલિકો માટે મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા સૂચવેલ ન્યૂનતમ આવશ્યકતા છે. એક કામચલાઉ કાર ઇન્શ્યોરન્સ ત્યારે પિક્ચરમાં આવે છે, જ્યારે ઇન્શ્યોરન્સની જરૂરિયાતો મર્યાદિત અને સમયબદ્ધ હોય છે. શૉર્ટ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારી પાસે મજબૂત કારણ હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, અલગ શહેરમાં સ્થળાંતર કરવું, પ્રથમ વખત કાર શીખનાર, ભાડાની કાર એવા કેટલાક ઉદાહરણો છે, જ્યાં આવા માસિક કાર ઇન્શ્યોરન્સ યોગ્ય હોઈ શકે છે. આ પરિસ્થિતિઓમાં, લાંબા ગાળાનું કવરેજ ખરીદવાનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે પૉલિસીની મુદતના મોટાભાગના સમય દરમિયાન કવરેજની જરૂર હોતી નથી. તમે કયા પ્રકારની શૉર્ટ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો? કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીથી વિપરીત, અસ્થાયી પૉલિસી વિસ્તૃત કવરેજ ઑફર કરતી નથી. અહીં કેટલીક વિવિધ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે જે તમે ખરીદી શકો છો: ગેપ ઇન્શ્યોરન્સ: ગેપ ઇન્શ્યોરન્સ એ લીઝ પર અથવા ફાઇનાન્સ દ્વારા ખરીદવામાં આવતી કાર માટે શૉર્ટ-ટર્મ અથવા માસિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો એક પ્રકાર છે. ગેપ ઇન્શ્યોરન્સ પૉલિસી કારના સંપૂર્ણપણે નષ્ટ થવા અથવા રિપેર ના થઈ શકે એવા નુકસાનની સ્થિતિમાં અમલમાં આવે છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની કારની માર્કેટ વેલ્યૂને વળતર તરીકે ચૂકવે છે. જો લોનની બાકી રહેલ રકમ તેની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ કરતાં વધુ હોય, તો ઇન્શ્યોરર તમારા વતી ડ્યુસને ક્લિયર કરવા માટે બાકીની રકમ ચૂકવે છે. ભાડાની કારનો ઇન્શ્યોરન્સ: A ભાડાની કારનો ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનો શૉર્ટ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ છે, જે ખાસ કરીને ભાડાની કાર માટે કવરેજ ઑફર કરે છે. આ કાર મર્યાદિત સમયગાળા માટે, સામાન્ય રીતે એક વર્ષથી ઓછા સમય માટે, ભાડે લેવામાં આવે છે તો માસિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આ વાહનો માટે યોગ્ય છે. બિન-માલિક કાર ઇન્શ્યોરન્સ: કોઈપણ વ્યક્તિ કે જેઓ તેમના પરિવાર અથવા મિત્રો પાસેથી કાર લે છે, તેમને માટે અસ્થાયી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી યોગ્ય છે. આ પૉલિસી ભાડાની કારના ઇન્શ્યોરન્સ કવરની જેમ જ છે, પરંતુ આ મોટાભાગે ખાનગી વાહનોને ઑફર કરવામાં આવે છે. હવે તમે કામચલાઉ કાર ઇન્શ્યોરન્સ પ્લાન વિશે ઘણું જાણો છો, ત્યારે તમારી કારની સુરક્ષા માટે અને નાણાંકીય જવાબદારીઓને ટાળવા માટે આ માસિક કાર ઇન્શ્યોરન્સ કવરેજનો સારો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે આ પૉલિસી તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે ઉપલબ્ધ નથી અને તમારે આ સુવિધા ઑફર કરનાર ઇન્શ્યોરરને શોધવા સંશોધનની જરૂર પડશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે