રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Transfer
31 માર્ચ, 2021

કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર

જ્યારે કારને સીધી મેન્યુફેક્ચરર કે કંપની અધિકૃત શોરૂમમાંથી ખરીદવામાં કે વેચવામાં આવેલ ન હોય ત્યારે ટ્રાન્સફરનો પ્રશ્ન ઉદ્ભવે છે. સ્પષ્ટ છે કે જ્યારે પણ ટ્રાન્સફર કરવામાં આવે તે સમયે કાર સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ નવા માલિકને ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ ઘણીવાર, કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરની અવગણના કરવામાં આવે છે. આનું કારણ એ છે કે તે એક આવશ્યક અને ફરજિયાત ડૉક્યૂમેન્ટ છે, પરંતુ તેનો સીધો સંબંધ કાર સાથે નથી. કારના સેકન્ડરી સેલિંગ માર્કેટ પહેલાં કરતાં વધુ વધી રહ્યા હોવાથી, વાહનોની ટ્રાન્સફર હવે માત્ર પરિચિત પક્ષો સુધી મર્યાદિત નથી. વિવિધ ભૌગોલિક સ્થાનોમાં રહેતા જીવનના તમામ ક્ષેત્રોના લોકો ડીલ કરી રહ્યા છે, અને તેથી ટ્રાન્સફરના તમામ પાસાઓની કાળજી લેવી જરૂરી બને છે. કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શું છે? કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર, ઑનલાઇન અથવા ઑફલાઇનને લગતી ટેકનીકલ બાબતોને સમજતા પહેલાં, કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શું છે તે જોઈએ. કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને કારના વેચાણકર્તાના નામ પરથી ખરીદનારના નામ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કહેવામાં આવે છે. વાહન ચલાવતી વખતે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે, ઓછામાં ઓછી એક 3rd પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તો હોવી જ જોઈએ. આ કારણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું બને છે, કારણ કે તેનું પાલન ન કરવાથી કાયદાનો ભંગ થઈ શકે છે, અને તેના પરિણામો ગંભીર હોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક વ્યક્તિનું નામ કમી કરીને તેને અન્ય વ્યક્તિ, કે જે હવે વાહનના માલિક છે, તેના નામ સાથે જોડવાની પ્રક્રિયા છે. શું આ પ્રકારની ટ્રાન્સફર કોઈ ચોક્કસ સમય મર્યાદામાં કરવાની હોય છે? નિયમો અનુસાર, કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર ઑનલાઇન અથવા ઑફલાઇન રીતે, વાહન ટ્રાન્સફરની તારીખથી 14 દિવસની અંદર કરાવવું ફરજિયાત છે. જો પાછલા માલિક પાસે થર્ડ-પાર્ટી પૉલિસી હોય, તો તે ટ્રાન્સફરની તારીખથી 14 દિવસના સમયગાળા માટે સક્રિય રહેવી જોઈએ. પરંતુ જો પાછલા માલિક કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ધરાવતા હતા, તેમજ પૉલિસી હજુ સુધી ટ્રાન્સફર થયેલ નથી, તો જ ટ્રાન્સફરની તારીખથી 14 દિવસના સમયગાળા માટે માત્ર થર્ડ-પાર્ટી જવાબદારી સક્રિય રહેવી જોઈએ. જો વેચનાર 14 દિવસની અંદર કાર ઇન્શ્યોરન્સને ખરીદનારના નામે ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જાય છે, તો થર્ડ-પાર્ટી જવાબદારી ઑટોમેટિક રીતે 14 દિવસ પછી રદ થયેલ માનવામાં આવશે. અને ત્યાર બાદ, આ પૉલિસી હેઠળ કોઈ ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં. જો ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર ન થાય તો શું થશે? જો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવામાં આવતી નથી, તો નવા માલિક દ્વારા કરવામાં આવેલા કોઈપણ ક્લેઇમનો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સ્વીકાર કરવામાં આવશે નહીં; કારણ કે વાહન નવા ખરીદદારના નામ પર રજિસ્ટર્ડ છે; તેથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તેના નામ પર છે, અને પૉલિસી જૂના માલિકના નામ પર છે. બંને ડૉક્યૂમેન્ટમાં નામ સમાન ન હોવાથી, ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં. વેચાણકર્તાને ધ્યાનમાં રાખીને પણ પૉલિસીને ટ્રાન્સફર કરવી જરૂરી છે, કારણ કે જો અકસ્માત થાય અને થર્ડ-પાર્ટીના નુકસાનની ચુકવણી કરવી પડે, તો નુકસાનનું વળતર ચૂકવવાની જવાબદારી વેચાણકર્તાની રહેશે. નોંધ કરવું મહત્વપૂર્ણ છે કે જ્યારે ટ્રાન્સફર થાય છે, ત્યારે પૉલિસી હેઠળ સંચિત 'નો ક્લેઇમ બોનસ' ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તે માત્ર જૂના પૉલિસીધારક પાસે જ રહે છે. ઉપરાંત, 'નો ક્લેઇમ બોનસ' માત્ર ઓવન ડેમેજ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ સામે સેટલ કરવામાં આવશે. પૉલિસીધારક તરીકે, એ જાણવું જરૂરી છે કે કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો જેથી જરૂર પડે ત્યારે ક્લેઇમનું ઝડપી નિરાકરણ કરી શકાય. તમે ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો? હાલની ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે.
  • અરજી ફોર્મ
  • ફોર્મ 29
  • ફોર્મ 30
  • હાલના માલિક તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
  • ઇન્શ્યોરન્સ કંપની તરફથી નિરીક્ષણ રિપોર્ટ
  • નવા માલિકના નામનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
નવા માલિકને કયા ડૉક્યૂમેન્ટ આપવાના રહેશે?
  • નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • કાર ઇન્શ્યોરન્સ
  • કારનું મૂળ બિલ
  • ફાઇનાન્સર તરફથી એનઓસી
  • રોડ ટૅક્સની રસીદ
વારંવાર પૂછાતા પ્રશ્નો શું હું પૉલિસીની મુદત દરમિયાન મારા ઇન્શ્યોરન્સને નવી કાર પર ટ્રાન્સફર કરી શકું છું? જો તમારા પૉલિસી પ્રોવાઇડર એ પ્રકારની સુવિધા આપતા હોય તથા પૉલિસી અને પ્રીમિયમમાં આવશ્યક વિશિષ્ટ ફેરફારો કરવામાં આવેલ હોય, તો તમે પૉલિસીની મુદત દરમિયાન નવી કાર પર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરી શકો છો. શું હું હાલના 'નો ક્લેઇમ બોનસ' લાભ સહિત મારા ઇન્શ્યોરન્સને નવી કાર પર ટ્રાન્સફર કરી શકું છું? ‘નો ક્લેઇમ બોનસ ક્યારેય પૉલિસીની ટ્રાન્સફર સાથે પાસ થશે નહીં અને તે માત્ર ટ્રાન્સફર કરનાર વ્યક્તિ દ્વારા જ જાળવી રાખવામાં આવે છે. તેથી તમે તમારા 'નો ક્લેઇમ બોનસ'નો લાભ મેળવી શકો છો.’  “હું કારનો વેચાણકર્તા છું. મને કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવામાં શા માટે રસ હશે?" મનીષ પૂછે છે એક વેચાણકર્તા તરીકે, ટ્રાન્સફર પછી કોઈપણ થર્ડ-પાર્ટીની જવાબદારી ઉદ્ભવે તો તેવા કિસ્સામાં તે ચૂકવવાની જવાબદારી તમારી રહેશે નહીં, અને એ રીતે તમને ઑનલાઇન અથવા ઑફલાઇન કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર દ્વારા લાભ થઈ શકે છે. ઉપરાંત, તમે તમારી નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારા નો ક્લેઇમ બોનસનો ઉપયોગ કરી શકો છો અને ઓછા પ્રીમિયમની ચુકવણીનો લાભ મેળવી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે