રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bike Owners Road Safety Tips
29 સપ્ટેમ્બર , 2020

દરેક બાઇકના માલિકે અનુસરવા યોગ્ય મહત્વપૂર્ણ માર્ગ સુરક્ષા ટિપ

કારની મુસાફરી કરતાં બાઇક પર મુસાફરી કરવી વાસ્તવમાં વધુ સુવિધાજનક છે, પરંતુ તે પણ સાચું છે કે ભારતમાં મોટાભાગના માર્ગ અકસ્માતો ટૂ-વ્હીલર સાથે થાય છે. આ જ કારણથી જરૂરી બને છે કે તમે ખરીદો એક કોમ્પ્રિહેન્સિવ 2 વ્હીલર ઇન્શ્યોરન્સ . આ હેઠળ, તમારી બાઇકને અકસ્માતને કારણે થયેલા નુકસાન સામે સુરક્ષા આપવાની સાથે સાથે જો તમારી બાઇક ચોરાઈ જાય છે તો વળતર પણ પ્રદાન કરવામાં આવશે. જો તમે ટૂ-વ્હીલર ધરાવો છો, તો જવાબદારીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત પર ભાર આપવા માટે અહીં માર્ગ સુરક્ષા અંગેના 11 સૂચનો આપેલ છે:
  1. હંમેશા અન્ય વાહનોથી સુરક્ષિત અંતર જાળવો. રસ્તા પર વાહનોને ઓવરટેક કરતી વખતે પણ આ ધ્યાનમાં રાખો. જગ્યા ન હોય ત્યારે આગળ વધવાનો પ્રયત્ન ન કરો અને અથડામણથી બચો.
  2. ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો. બ્રેક અચાનક ન લગાવો અથવા અચાનક વળાંક ન લો; હંમેશા પ્રથમ સિગ્નલ બતાવો જેથી તે અંગે તમારી આસપાસના અન્ય ચાલકોને તેનો ખ્યાલ રહે.
  3. યાદ રાખો કે બ્રેક લગાવ્યા બાદ તમારી બાઇક તરત ઊભી રહેતી નથી. બાઇક ઊભા રહેતા પહેલાં કાપવામાં આવતું અંતર તેની ઝડપ પ્રમાણે હોય છે, તેથી એ પ્રમાણે બ્રેક લગાવો.
  4. હેલ્મેટ પહેર્યા વિના ક્યારેય બાઇક ચલાવશો નહીં. પોલીસ દ્વારા દંડ કરવામાં ન આવે એટલા માટે જ નહીં, પરંતુ તમારી પોતાની સુરક્ષા માટે પણ હેલ્મેટ પહેરો. માથાની ઈજાઓ જીવલેણ નીવડી શકે છે. હેલ્મેટ નહીં પહેરીને તમે તમારા જીવનને જોખમમાં મૂકવા નહીં ઇચ્છો! ઉપરાંત, હેલ્મેટ ખરીદતી વખતે તમારા જડબાને કવર કરતી હેલ્મેટ પસંદ કરો. જો તમે ધૂળ, વરસાદ, જીવડાં, પવન વગેરેથી તમારી આંખોને સુરક્ષિત કરે તેવી ફેસ શીલ્ડ ધરાવતી હેલમેટ ખરીદો તો તે વધુ સારું રહેશે. તમારી પાછળ બેઠેલ વ્યક્તિ માટે પણ અતિરિક્ત હેલ્મેટ હોવું જરૂરી છે, કારણ કે તેમની સુરક્ષા સંપૂર્ણપણે તમારા હાથમાં છે, અને તમે તેમને જોખમમાં મૂકવા નહીં ઇચ્છો. યાદ રાખો, તમે જવાબદારીપૂર્વક વાહન ચલાવો તે છતાં અકસ્માત ગમે ત્યાં થઈ શકે છે. તેથી, હંમેશા સુરક્ષિત રહો અને સૌથી ખરાબ સ્થિતિ માટે પોતાને તૈયાર કરો.
  5. તમારું ધ્યાન હંમેશા રસ્તા પર રાખો અને સ્પીડ બ્રેકર્સ, ખાડા, ઢોળાયેલું ઓઇલ, બેદરકારીપૂર્વક રસ્તો ઓળંગતા વ્યક્તિઓ વગેરેથી સાવધાન રહો.
  6. ટ્રાફિક લાઇટ જ્યારે કેસરી થાય ત્યારે ગતિ ધીમી કરો, અને ખાસ કરીને લાલ લાઇટ હોય ત્યારે તમારું ટૂ-વ્હીલર ચલાવી મૂકવાની ઉતાવળ ન કરો. વાહનો કોઈપણ બાજુએથી આવી શકે છે અને અકસ્માત થઈ શકે છે. ઉપરાંત, રાત્રે રસ્તાઓ ખાલી હોય છે તેમ માનીને લોકો વધારે ઝડપથી વાહન ચલાવે છે. તમે ક્યારેય આવું કરશો નહીં.
  7. રાહદારીઓનો થોડો વિચાર કરો અને તેમને જવા માટે માર્ગ આપો.
  8. ઓવરટેક કરવાનું ટાળો, ખાસ કરીને પુલ, ચાર રસ્તા, ઝીબ્રા ક્રોસિંગ, શાળાઓ અને પીળા પટ્ટાથી ચિહ્નિત સ્થળો પર ઓવરટેક ન કરો. ઉપરાંત, ડાબી બાજુથી ઓવરટેક ન કરો.
  9. બાઇક ચલાવતી વખતે ક્યારેય ફોન ન ઉપાડો કે મેસેજ ટાઈપ ન કરો. જો ખૂબ જરૂરી હોય, તો તમારા વાહનને એક બાજુ ઊભું રાખીને પછી તેમ કરો.
  10. રસ્તા પર અન્ય લોકો તમને જોઈ શકે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિફલેક્ટિવ બૅન્ડ ખરીદો અને તેમને તમારા હેલ્મેટ પર લગાવો અથવા માત્ર ચળકતા કલરનું એક હેલ્મેટ ખરીદો. આવા પ્રકારના બૅન્ડ તમારી બાઇકની બાજુમાં તેમજ પાછળ લગાવો. જો તમે આવા બૅન્ડનો ઉપયોગ કરતા નથી, તો અંધારામાં તમારું ટૂ-વ્હીલર જોવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે માર્ગ અકસ્માત થઈ શકે છે.
  11. તમારી બાઇક એક કિંમતી સંપત્તિ છે જેથી તમારે તેની દેખરેખ રાખવી જોઈએ અને તેની સારી રીતે જાળવણી કરવી જોઈએ. દરેક લાંબી મુસાફરી પછી તમારી બાઇક ચેક કરો, તેને નિયમિતપણે સર્વિસ કરાવો, પૈડાંની સ્થિતિ અને તેમાં હવાનું દબાણ નિયમિત તપાસતા રહો, ક્લચ, બ્રેક, લાઇટ, સસ્પેન્શન વગેરેની સ્થિતિનું નિરીક્ષણ કરો. જો તમારી બાઇક સંપૂર્ણપણે સારી સ્થિતિમાં છે, તો અકસ્માતનું જોખમ ઓછું રહે છે, તેમજ તે ઇંધણ પણ બચાવે છે.
સુરક્ષિત રહેવા માટે તમામ બાઇક ચાલકોએ ઉપરોક્ત સૂચનોને ચુસ્તપણે અનુસરવા જરૂરી છે. ધ્યાનમાં રાખવાની અન્ય મહત્વપૂર્ણ બાબત છે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ . જો તમે માન્ય પૉલિસી વિના વાહન ચલાવતા હોવ, તો તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ મૂળભૂત થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી પણ ફરજિયાત છે. તમારી જરૂરિયાતો અનુસાર દરેક પૉલિસીને ચકાસવી, તુલના કરવી અને તેની સારી-નરસી બાજુઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે અને ત્યારબાદ જ તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદો ઑનલાઇન.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે