રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
New Traffic Rules 2022: Guidelines & Penalties
28 ડિસેમ્બર, 2022

ભારતમાં ટ્રાફિક નવા નિયમો 2022: માર્ગદર્શિકા અને દંડ

ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત એક અહેવાલ મુજબ, ભારતમાં માર્ગ અકસ્માતને કારણે થતી ઇજાની દર ત્રીજી ઘટના નશો કરીને વાહન ચલાવવાને કારણે બને છે. કેટલાક ડેટા મુજબ, 2021 માં સમગ્ર ભારતમાં લગભગ 403,116 અકસ્માત થયા હતા. આના પરિણામે દેશભરમાં લગભગ 155,622 મૃત્યુ થયાં હતાં. તે જ રિપોર્ટ મુજબ, આમાંથી લગભગ 44.5% મૃત્યુ ટૂ-વ્હીલર ચલાવનાર વ્યક્તિના હતાં. ટૂ-વ્હીલર આપણાં દેશમાં પરિવહનની લાઇફલાઇન છે, પરંતુ આ ચોંકાવનારા આંકડાઓ સાબિત કરે છે કે તે જોખમી પણ છે. કદાચ, ટૂ-વ્હીલર ધરાવતા વ્યક્તિઓની વધુ સંખ્યા એ ટૂ-વ્હીલર અકસ્માતો માટે જવાબદાર એક પરિબળ છે. પરંતુ એ હકીકત છે કે દેશમાં થતાં માર્ગ અકસ્માતોમાંથી લગભગ અડધા અકસ્માતો કાં તો ટૂ-વ્હીલરને કારણે થાય છે અથવા તો તેઓ અકસ્માતનો શિકાર બને છે. તો, ટ્રાફિક નિયમન વડે આ કેવી રીતે બદલવામાં આવી રહ્યું છે?? ભારતના ટ્રાફિકના નવા નિયમોમાં વર્તમાન કાયદાઓમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવશે, જેમ કે ઝડપ, બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ, હેલમેટની જરૂરિયાત, બાઇક ઇન્શ્યોરન્સ, અને અન્ય. આ લેખનો હેતુ ભારતીય માર્ગો પર યોગ્ય વાહન ચલાવવાના નિયમો અને તેની રીતભાત તેમજ તેમાં તાજેતરમાં કરવામાં આવેલ ફેરફારો વિશે રાઇડરને શિક્ષિત કરવાનો છે.

ટ્રાફિકના ઉલ્લંઘનને લગતી માર્ગદર્શિકા અને દંડ

ભારતમાં ટ્રાફિકના નવા નિયમોનું પાલન ન કરવા બદલ નીચે પ્રમાણે અપરાધ માનવામાં આવે છે અને દંડ લાગુ પડે છે:

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવું:

ભારતમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર બાઇક ચલાવી શકાતું નથી. અગાઉ, લાઇસન્સ વગર ટૂ-વ્હીલર ચલાવવાનો દંડ ₹ 500 હતો. હવે લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ ₹ 5000 સુધી દંડ કરવામાં આવે છે.

ગતિ મર્યાદા:

જો તમે ગતિ મર્યાદા મુજબ વાહન ચલાવતા નથી, તો તમારે કુલ ₹ 4000 ની ચુકવવાના રહેશે (અને તમે રસ્તા પર કયું વાહન ચલાવી રહ્યા છો તેના આધારે અલગ હોઈ શકે છે).

બેદરકારીભર્યું ડ્રાઇવિંગ:

બેદરકારીથી વાહન ચલાવવા બદલ કરવામાં આવતા દંડની નવી રકમ મોટી છે. બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા વાહનને કારણે રસ્તા પર થતાં ઘણા અકસ્માતોને કારણે આમ કરવામાં આવેલ છે. પ્રથમ વખત થયેલ અપરાધ માટે ₹ 1,000 થી ₹ 5,000 સુધીનો દંડ કરવામાં આવે છે. બીજી વખત કરવામાં આવતા અપરાધ માટે, રેશ ડ્રાઇવિંગ બદલ દંડની નવી રકમ ₹ 10,000 અથવા 2 વર્ષની જેલની સજા છે.

બાઇક ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું:

મોટર વાહન કાયદા અનુસાર, તમારી બાઇકને કાયદેસર રીતે માન્ય ગણવા માટે રજિસ્ટ્રેશન પછી તેનો ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. માન્ય મોટરસાઇકલ ઇન્શ્યોરન્સ પૉલિસી વગર બાઇક ચલાવવા બદલ ₹ 2000 નો દંડ અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે. એક થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું એ આર્થિક અને કાનૂની રીતે જોખમી નિર્ણય છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર, જો તમારા ટૂ-વ્હીલર દ્વારા કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને છે, તો તમારે પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાનની સાથે સાથે તમને તથા થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓ માટે ચુકવણી કરવાની રહેશે. તેથી, જો તમારી પાસે પૉલિસી નથી, તો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના ઉપલબ્ધ વિવિધ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના વિકલ્પો પર એક નજર કરો. *

વધુ પિલિયન રાઇડર:

જો તમારા ટૂ-વ્હીલર પર તમારા સિવાય એકથી વધુ વ્યક્તિ સવારી કરી રહી છે, તો તે માટેના દંડની નવી રકમ ₹ 20,000 છે (જે અગાઉ ₹ 2000 હતી). ટ્રાફિકના આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવતા અન્ય દંડ હેઠળ લાઇસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવે છે. દુર્ભાગ્યે, તમને આની સામે સુરક્ષા આપતું કોઈ ઇન્શ્યોરન્સ કવરેજ ઉપલબ્ધ નથી. તદુપરાંત, જો તમે તમારી બાઇક ચલાવતી વખતે કાયદા પ્રમાણે યોગ્ય ન હોય તેવી પ્રવૃતિઓ કરી રહ્યા હો ત્યારે અકસ્માત થાય છે, તો ભારતમાં માર્ગ સુરક્ષાના નિયમોના ભાગ રૂપે, તમને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવશે નહીં.

નશાના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ:

ટ્રાફિકના નવા નિયમો હેઠળ, દારૂના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાના ગુનામાં ₹ 10,000 નો દંડ વસૂલ કરવામાં આવે છે. આની તમારા ઇન્શ્યોરન્સ કવરેજ પર પણ અસર થાય છે. દારૂની અસર હેઠળ વાહન ચલાવવાને કારણે થયેલ અકસ્માત માટે કરવામાં આવેલ ક્લેઇમ સ્વીકારવામાં આવતો નથી. વળી, તમારી પૉલિસી કૅન્સલ પણ કરી શકાય છે. જો તમે તેના પછી નવી પૉલિસી ખરીદવાનો પ્રયત્ન કરો છો, તો તમારે વધુ બાઇક ઇન્શ્યોરન્સની કિંમત. તેથી, બાઇક સુરક્ષિત રીતે અને જવાબદારીપૂર્વક ચલાવવી જરૂરી છે. *

કિશોરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન:

જો કોઈ કિશોર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો તેના વાલી અથવા કિશોરના માતાપિતાને કાનૂની રીતે જવાબદાર ગણવામાં આવશે. આ કિસ્સામાં, ટ્રાફિકના નવા નિયમો હેઠળ ₹ 25,000 નો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, તે સગીરને 25 વર્ષની ઉંમર સુધી વાહન ચલાવવાનું લાઇસન્સ આપવામાં આવશે નહીં. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

નવા ટ્રાફિક નિયમો સાથે રજૂ કરેલા નવા સુધારાઓ

ભારતીય ટ્રાફિક રૂલ્સ એન્ડ ફાઇન્સ 2021 ના અપડેટ તરીકે, ભારતમાં ટ્રાફિકને લગતાં અપરાધો અને દંડ અંગે કરવામાં આવેલ નવા સુધારાઓ આ મુજબ છે: 1. જો પોલીસ દ્વારા વાહનની તપાસ ચાલી રહી હોય, તો તે ઑનલાઇન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. 2.ડૉક્યૂમેન્ટના ફિઝિકલ વેરિફિકેશનની કોઈ જરૂર નથી. જો પોલીસને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જરૂર જણાય, તો તેઓ ઉપલબ્ધ ઑનલાઇન પોર્ટલ દ્વારા આમ કરી શકે છે. 3.ટ્રાફિકના નવા નિયમો મુજબ, ડ્રાઇવરના વર્તણૂંકની અધિકારીઓ દ્વારા ઑનલાઇન પોર્ટલમાં નોંધ તેમજ અપડેટ કરવામાં આવશે. 4.ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો માટે ઇલેક્ટ્રોનિક ચલાન જારી કરવામાં આવશે. નવા ટ્રાફિક નિયમો મુજબ, ડૉક્યૂમેન્ટની કૉપી હોવી ફરજિયાત નથી. તમે તમારા વાહન સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટની ડિજિટલ કૉપી સાથે રાખી શકો છો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઉપરોક્ત માહિતી દ્વારા ભારતમાં 2022 માટે નવા ટ્રાફિક નિયમો તથા તેની ભારતીય માર્ગો પર પડનારી અસર અંગે તમને સંક્ષિપ્તમાં અપડેટ આપવામાં આવી હતી. તેનો અભ્યાસ કર્યા બાદ એવું લાગે છે કે સરકાર આપણી મુસાફરીની કરવાની રીતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહી છે. વધારવામાં આવેલ દંડ દ્વારા અકસ્માતનું પ્રમાણ ઓછું કરવામાં અને રસ્તાની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ પ્રાપ્ત થશે. જો કે, તમારી પોતાની સુરક્ષા માટે, તમારે યોગ્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા બાઇક કવરેજ માટે અનેક વિકલ્પો પ્રદાન કરવામાં આવે છે. ઑફર કરેલા વિવિધ પ્લાન્સની તુલના કરો, ઊંડો અભ્યાસ કરવા માટે બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો, અને પછી તમારા માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરો.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે