કોવિડ-19 મહામારીએ આપણને ખર્ચ પ્રત્યે સભાન બનાવ્યા છે. તે આપણા જીવનના લગભગ દરેક પાસા પર લાગુ પડે છે. જે વસ્તુઓની આપણને તાત્કાલિક જરૂર નથી હોતી, તેની ખરીદીને ભવિષ્ય માટે ઠેલવામાં આવે છે. તદુપરાંત, ખર્ચની આદતો વૈભવ-કેન્દ્રિત વસ્તુઓથી બદલાઈને માત્ર આવશ્યક વસ્તુઓ પર કેન્દ્રિત થઈ છે. આ કહ્યા બાદ,
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પર ખર્ચ કરવો ફરજિયાત છે અને તેની ઉપેક્ષા થઈ શકે નહીં. બહાર જવાની જરૂરિયાત મર્યાદિત હોવાથી, મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી અતિરિક્ત ખર્ચ જેવું લાગે છે. પરંતુ જ્યારે વાહન એક જ જગ્યાએ ઊભું હોય, ત્યારે પણ ચોરી અને આગ જેવા જોખમો ઘટી શકે છે. આવી અનિશ્ચિત ઘટનાઓ સામે રક્ષણ આપવા માટે, ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે.
વપરાશ-આધારિત ઇન્શ્યોરન્સ શું છે?
વપરાશ-આધારિત ઇન્શ્યોરન્સ અથવા યૂબીઆઇ એ એક પ્રકારનું ટૂંકા ગાળાનું કાર ઇન્શ્યોરન્સ છે, જેમાં પૉલિસી માટેનું ચૂકવવાપાત્ર પ્રીમિયમ સીધા ઇન્શ્યોર્ડ વાહન/પ્રૉડક્ટના વપરાશ સાથે લિંક કરેલ હોય છે. તેને ટેલિમેટિક્સ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે રેગ્યુલેટરી સેન્ડબૉક્સ રૂટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
ટેલિમેટિક્સ શું છે?
ટેલિમેટિક્સ એ ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફોર્મેટિક્સનું મિશ્રણ છે - તેનો ઉપયોગ ડ્રાઇવિંગ સંબંધિત ડેટાને ટ્રૅક કરવા માટે કરવામાં આવે છે, જેમાં તે માહિતીનું સ્ટોરેજ અને ટ્રાન્સફર શામેલ છે. ઑટો ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં, ડ્રાઇવિંગ સંબંધિત વર્તનની સમજણ મેળવવા અને યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ દરનો અંદાજો મેળવવા માટે આ ડેટા આવશ્યક છે. વિકસિત દેશોમાં વપરાશ-આધારિત ઇન્શ્યોરન્સનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે, પરંતુ હવે તેને ભારતમાં પણ રજૂ કરવામાં આવેલ છે. રિપોર્ટ મુજબ, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઇઆરડીએઆઇ) વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીના વિચારને સપોર્ટ કરે છે. બજાજ આલિયાન્ઝ
જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા યૂઝરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે.
વપરાશ-આધારિત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે આ પ્રકારની પૉલિસી ખરીદો છો, ત્યારે તમારે પૂર્વ-નિર્ધારિત કિલોમીટર માટે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. જો તમે આ પૂર્વ-નિર્ધારિત અંતર પાર કરી નાખો, તો તમે તેને અતિરિક્ત કિલોમીટર સાથે રિન્યુ કરી શકો છો. તમારે નોંધ લેવી જોઈએ, જો તમારા વાહનના ઉપયોગમાં વધારો થાય તો વપરાશ-આધારિત પ્લાનનો લાભ લેવા માટે તમારે વારંવાર ટૉપ-અપ કરવાની જરૂર પડશે.
વપરાશ-આધારિત કાર ઇન્શ્યોરન્સના ફાયદાઓ શું છે?
ટૂંકા ગાળાનું
કાર ઇન્શ્યોરન્સ, હોવાથી, આ પ્લાનના લાભો નીચે મુજબ છે-
ઓછા પ્રીમિયમ: પૉલિસી નિર્ધારિત કિલોમીટર માટે માન્ય હોવાથી, પ્રીમિયમ ઓન-ડેમેજ કવર સાથેના સ્ટાન્ડર્ડ પ્લાન કરતાં ઓછું રહેશે. આ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો ઉપયોગ કરીને સતર્ક ડ્રાઇવરો ઘણી બચત કરી શકશે. ઉપરાંત, જેઓ વાહનોનો વારંવાર ઉપયોગ ના કરતા હોય, તેઓ રેગ્યુલેટરી નિયમોનું પાલન કરવા સાથે આવા ઓછા પ્રીમિયમનો લાભ લઈ શકશે.
બહેતર રોડ સુરક્ષા: ટેલિમેટિક્સ એવા ઉપકરણોનો ઉપયોગ કરે છે જે ડ્રાઇવિંગની આદતોને ટ્રૅક કરવામાં મદદ કરે છે. ડિવાઇસનું ઇન્સ્ટોલેશન તમારી પૉલિસી હેઠળ શામેલ હોય છે અને ઇન્શ્યોરન્સ લેનારને તેમજ ઇન્શ્યોરન્સ કંપનીને ડ્રાઇવિંગની આદતોની દેખરેખ રાખવામાં મદદ કરી શકે છે. આવા મોનિટરિંગ ટૂલનો ઉપયોગ કરીને, તે તમારા તેમજ અન્ય કારો માટે રસ્તા પરની સુરક્ષા વધારવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, આ ડેટાનો ઉપયોગ કરીને, ઇન્શ્યોરન્સ કંપની વધુ સારા પ્લાનની ભલામણ કરી શકે છે, જે ઉપયોગના આધારે વ્યાપક કવર ઑફર કરે છે.
અતિરિક્ત સુવિધાઓ: વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓને જરૂરી ઍડ-ઑન સાથે બહેતર બનાવી શકાય છે. અતિરિક્ત કવરેજ વિકલ્પોનો ઉપયોગ કરીને, પૉલિસીધારક તેમના વાહન માટે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરી શકે છે. નિષ્કર્ષમાં, ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી એ આગામી મોટી બાબત છે. તે ખરીદદારોને તેમના મોટર વાહન માટે તેના વપરાશના આધારે વ્યાપક ઇન્શ્યોરન્સ કવર જાળવીને વ્યાજબી વિકલ્પો પ્રદાન કરે છે.
જવાબ આપો