અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Geographical Extension Zone Benefits
15 મે, 2019

મોટર ઇન્શ્યોરન્સ માટે ભૌગોલિક એક્સટેન્શન ઝોનના લાભો

શું તમે તમારા મિત્રો સાથે રોડ ટ્રિપની યોજના બનાવી રહ્યા છો? શું તમે તમારી કાર અથવા ટૂ-વ્હીલર પર આ મુસાફરી પ્લાન કરી રહ્યા છો? તમે કયા સ્થળે જઈ રહ્યા છો - વિદેશ જઈ રહ્યા છો કે ભારતમાં મુસાફરી પ્લાન કરી રહ્યા છો? અને શું તમારા ચેકલિસ્ટમાં મોટર ઇન્શ્યોરન્સ શામેલ છે? ઘણા બધા પ્રશ્નો છે! હા, પરંતુ તેઓ બધા વિષયને અનુરૂપ છે. હા, વિદેશી મુસાફરી માટે મોટર ઇન્શ્યોરન્સ સંબંધિત પ્રશ્ન પણ અનુરૂપ છે. ભારતમાં મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આ માટે કવર કરે છે:
  • કુદરતી આપત્તિઓને કારણે તમારા વાહનને નુકસાન
  • અન્ય અણધારી ઘટનાઓને કારણે તમારા વાહનને નુકસાન
  • વ્યક્તિગત અકસ્માત કવર
  • થર્ડ પાર્ટી લિગલ લાયબિલિટી
  પરંતુ, જો તમે ભારતીય સરહદો બહાર તમારી લાંબી રોડ ટ્રીપનો આનંદ માણી રહ્યા હોવ ત્યારે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા વાહનને પણ કવર કરી શકે તો કેવું? હા, તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ખાનગી વાહનોને ભારતની બહાર પણ કવરેજ આપવા માટે એક્સટેન્ડ કરી શકાય છે. કેટલાક ભૌગોલિક ક્ષેત્રો છે જ્યાં તમે લાભ લઈ શકો છો અને મેળવી શકો છો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અથવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી. નીચે જણાવેલ 6 ભૌગોલિક ક્ષેત્રોમાં એટલે કે, ભારતના 6 પાડોશી દેશો જ્યાં તમે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ લઈ શકો છો:
  • બાંગ્લાદેશ
  • નેપાલ
  • ભૂટાન
  • પાકિસ્તાન
  • માલદીવ્ઝ
  • શ્રીલંકા
  તેથી, જ્યારે તમે તમારી ખાનગી કાર અથવા બાઇક લઈને ભારતીય સીમાઓની બહાર લાંબી મુસાફરી કરવાનો પ્લાન બનાવો છો, ત્યારે તમે તણાવ-મુક્ત થઈને તમારી મુસાફરીનો આનંદ માણી શકો છો. અમે તમને અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અને લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરીએ છીએ, જે તમને માત્ર થોડા વધારાના પ્રીમિયમ સાથે ઉપરોક્ત ભૌગોલિક ઝોનમાં કવર કરી શકે છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઇટ - બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ની મુલાકાત લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 0 / 5. વોટની સંખ્યા: 0

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે