રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Is 3rd Party Insurance Enough For Bike?
31 માર્ચ, 2021

શું થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પર્યાપ્ત છે?? તેના વિશે અહીં જાણો

જેમ તમે જાણો છો કે જો તમે નવી બાઇક ખરીદી હોય તો તમારે ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. તમે જે ઇન્શ્યોરન્સ પસંદ કરી રહ્યા છો તે તમારા માટે પર્યાપ્ત છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. તમે તમારી બાઇક માટે બે પ્રકારના ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો, એટલે તમારા માટે કયો ઇન્શ્યોરન્સ સારો છે તે જાણવું જરૂરી છે. જો તમે તમારી બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ પસંદ કરી રહ્યા હોવ, તો તેને વ્યાપક રીતે જોવાનો સમય આવી ગયો છે. આ લેખમાં, અમે તમને બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે અને તે તમારી સુરક્ષા માટે પર્યાપ્ત છે કે નહીં તે સમજવામાં મદદ કરીશું.

શું બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ પર્યાપ્ત છે?

તમે બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો કે ઑફલાઇન તે મહત્વનું નથી; તમને કોઈ અતિરિક્ત ફાયદા મળશે નહીં. ઇન્શ્યોરન્સની મૂળભૂત શરતો સરખી જ રહેશે. મુખ્ય પ્રશ્ન પર આવતા પહેલાં, ચાલો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર શું છે તે સમજીએ.

બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે?

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનું ઇન્શ્યોરન્સ કવર છે જે, જો તમારાથી અકસ્માતમાં કોઈપણ થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન પહોંચે છે, તો કોઈપણ પ્રકારના આર્થિક નુકસાન સામે તમને સુરક્ષિત કરે છે. હા, આ તમને મળી શકે તેવો શ્રેષ્ઠ લાભ છે. આ સિવાય, જો થર્ડ-પાર્ટીને અકસ્માતમાં ઇજા થાય, તો તેને પણ પૉલિસીમાં કવર કરી લેવામાં આવશે. આ થર્ડ-પાર્ટી એ કોઈ ડ્રાઇવર અથવા રસ્તા પર ચાલતા કોઈ વ્યક્તિ હોઈ શકે છે. જો આપણે સ્વ-સુરક્ષાની વાત કરીએ તો,
  • થર્ડ-પાર્ટી કવરમાં તમને થયેલી કોઈપણ ઈજા કવર કરવામાં આવશે નહીં.
  • આ સિવાય, જો પૉલિસીની ભૌગોલિક મર્યાદાની બહાર અથવા યુદ્ધને કારણે નુકસાન થાય તો પણ થર્ડ-પાર્ટી કવર દ્વારા કોઈ વળતર આપવામાં આવતું નથી.
થર્ડ પાર્ટી કવર ખરીદીને તેમાં પીએ કવર ઉમેરવું એ સુરક્ષિત રહેવાની શ્રેષ્ઠ રીત છે. પીએ કવર તમને સુરક્ષા પૂરી પાડે છે, તમારી બાઇકને નહીં. પીએ કવરની શરતો મુજબ, જો અકસ્માતમાં તમારે અંગ કે આંખ ગુમાવવી પડે તેવી ગંભીર ઈજા થાય, તો તમને શરતો મુજબ વળતર આપવામાં આવશે. ભગવાન ન કરે ને જો દુર્ઘટનામાં તમારું અવસાન થાય, તો તમારા નૉમિનીને રૂ. 15 લાખની આર્થિક સહાય પ્રાપ્ત થશે.

શું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ વધુ હોય છે?

ના, કોમ્પ્રિહેન્સિવ કવરની તુલનામાં થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવરનું પ્રીમિયમ વધુ નથી. પરંતુ, જો તમારી પાસે ઉચ્ચ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક હોય, તો તે ઊંચું હોઈ શકે છે. આ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બાઇકની એન્જિન ક્ષમતા (સીસી) પર ખૂબ જ નિર્ભર છે.

શું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પર્યાપ્ત છે?

ખરેખર કહીએ તો, જો તમે નવી બાઇક ખરીદી રહ્યાં છો, તો તમારી બાઇકને થર્ડ-પાર્ટી કવરને બદલે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સની સુરક્ષા આપવી વધુ યોગ્ય છે. શા માટે? જો તમારી બાઇકને કોઈપણ રીતે નુકસાન થયું હોય, તો તમે ક્લેઇમ કરી શકો છો અને તમારી બાઇકને કોઈ મોટા ખર્ચ વિના રિપેર કરાવી શકો છો. બીજી તરફ, જો તમારી બાઇક પાંચ વર્ષ કરતાં જૂની છે, તો થર્ડ-પાર્ટી કવર પસંદ કરવું શ્રેષ્ઠ છે. બાઇકની આઇડીવીમાં પ્રથમ 4-5 વર્ષ પછી 50% સુધીનો ઘટાડો થાય છે.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર કેવી રીતે ખરીદવું?

તમે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદી શકો છો. આજના સમયમાં માત્ર ડિજિટલ માધ્યમ પર ઉપલબ્ધ ઇન્શ્યોરર પાસેથી ઑનલાઇન ખરીદવું શ્રેષ્ઠ છે. તેઓ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી પર ઘણી બચત કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે માત્ર ઇન્શ્યોરરની વેબસાઇટ પર જાઓ, ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો, વિગતો દાખલ કરો અને ચુકવણી કરવાની પ્રક્રિયાને અનુસરો. તમે તમારા બધા જરૂરી ડૉક્યુમેન્ટ સાથે વાહન ચલાવવા માટે તૈયાર છો. તો શું બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરતું છે?? તેનો આધાર તમારી બાઇક નવી છે કે જૂની તેની પર છે!

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પિલિયન રાઇડરને કવર કરવામાં આવે છે?
હા, તમામ થર્ડ-પાર્ટીમાં, ચાલકની પાછળ બેઠેલ પિલિયનને પણ 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરવામાં આવે છે.
  1. શું તમારી બાઇક માટે લાંબા ગાળાનો ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો ફરજિયાત છે?
હા, અગાઉ ચાલકને એક વર્ષ માટે થર્ડ-પાર્ટી તેમજ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદવાની પરવાનગી હતી. જો કે, તાજેતરના સુધારાઓ મુજબ, બાઇક ચાલકે લાંબા ગાળાની ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી ફરજિયાત છે. તે સમય ઓછામાં ઓછો 5 વર્ષનો છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે