રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Is Higher IDV Better in Bike Insurance?
31 માર્ચ, 2021

શું બાઇક ઇન્શ્યોરન્સમાં વધુ આઇડીવી વધુ સારી માનવામાં આવે છે?

જો તમે ટૂ-વ્હીલર ધરાવો છો, તો સમયની સાથે તેના મૂલ્યમાં ઘટાડો થાય છે. વળી, દુર્ઘટના ગમે ત્યારે થઈ શકે છે અને તમારા વાહનને નુકસાન થઈ શકે છે. તેથી, તેના માટે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી ફરજિયાત છે. આકસ્મિક નુકસાન ક્લેઇમ, એનસીબી, અને અન્ય ક્લેઇમ ઉપરાંત, આઇડીવી એક મહત્વપૂર્ણ પાસું છે, જે પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યુ કરતી વખતે ધ્યાનમાં લેવું જરૂરી છે બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન. તમારામાંથી કેટલાક 2 વ્હીલર ઇન્શ્યોરન્સમાં આઇડીવી શું છે તે વિચારી રહ્યા હશે, બરાબર! સારું, વધુ સારી રીતે જાણવા માટે વાંચતા રહો!  

2 વ્હીલર ઇન્શ્યોરન્સમાં આઇડીવી શું છે?

ચાલો, સૌપ્રથમ સૌથી મોટી વાત સમજીએ. આઇડીવી એટલે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ. જો ઇન્શ્યોર્ડ વ્યક્તિનું ટુ-વ્હીલર માર્ગ અકસ્માતમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અથવા ચોરાઈ જાય છે, તો આઇડીવી એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિર્ધારીત એક રકમ છે જે તેમને ચૂકવવામાં આવશે. મૂળભૂત રીતે, આઇડીવી એ વાહનનું બજાર મૂલ્ય છે, અને તેમાં પ્રત્યેક વર્ષે ઘટાડો થાય છે. આઇડીવીની ગણતરી વિવિધ પરિબળોના આધારે કરવામાં આવે છે જેમ કે:  
 • બાઇક અથવા અન્ય કોઈપણ ટૂ-વ્હીલરને થયેલો સમય
 • બાઇકમાં વપરાતા ઇંધણનો પ્રકાર
 • ટૂ-વ્હીલરનું મેક અને મોડેલ.
 • રજિસ્ટ્રેશનનું શહેર
 • બાઇકના રજિસ્ટ્રેશનની તારીખ
 • ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો
  તમારા ટુ-વ્હીલરનું મૂલ્ય પ્રતિ વર્ષ ઓછું થાય છે, તેથી તમારી પૉલિસીમાં ઇન્શ્યોર્ડ આઇડીવી પર ધ્યાન આપવું જરૂરી છે; થયેલ વર્ષોના આધારે ડેપ્રિશિયેશન દર દર્શાવતું ટેબલ અહીં આપેલ છે:    
સમયગાળો ડેપ્રિશિયેશન (% માં)
<6 મહિના 5
>6 મહિના અને < 1 વર્ષ 15
>1 વર્ષ અને < 2 વર્ષ 20
>2 વર્ષ અને < 3 વર્ષ 30
>3 વર્ષ અને < 4 વર્ષ 40
>4 વર્ષ અને < 5 વર્ષ 50
 

યોગ્ય આઇડીવી જાણવું કેટલું જરૂરી છે?

ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ, ની ખરીદી અથવા રિન્યુઅલ સમયે લાંબા ગાળે સુરક્ષા માટે યોગ્ય આઇડીવીની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.  

શું વધુ આઇડીવી વધુ સારી છે?

ઘણાં કારણોસર, હા, વધુ આઇડીવી વધુ સારી છે કારણ કે જો બાઇકને નુકસાન થાય તો તમને તેનું વધુ મૂલ્ય મળી શકે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, તમારે કાળજી રાખવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમારી બાઇક જૂની છે અને તમે ઉચ્ચ આઇડીવી પસંદ કરો છો, તો તમને તે મળી શકશે નહીં. જો તમે તેમ કરો છો, તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે, અને જો તમારી બાઇકને નુકસાન થાય છે, તો તેને થયેલા વર્ષો પ્રમાણે તમને ઓછી આઇડીવી પ્રાપ્ત થશે. જ્યારે ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તમે વધુ રકમ પસંદ કરી હોવા છતાં ડેપ્રિશિયેશન વેલ્યૂ ને કારણે આઇડીવી માં ઘટાડો થઈ શકે છે. તો, શું આઇડીવી વધુ રાખવી સારી છે? તેની આધાર રકમ નક્કી કરતાં પહેલાં ધ્યાનમાં લેવા જરૂરી એવા પરિબળો પર છે. ટૂ-વ્હીલરને થયેલો સમય અને મોડેલ એ મુખ્ય પરિબળો છે.  

શું ઓછી આઇડીવી વધુ સારી છે?

જો ઓછા આઇડીવીને પરિણામે તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવાનું થાય છે, તો તમને તમારા ઇન્શ્યોરન્સ પર શ્રેષ્ઠ ડીલ મળી છે એવું નથી. જેમ લાંબા ગાળે વધુ આઇડીવી હાનિકારક સાબિત થઈ શકે છે, તેમ ઓછી આઇડીવીથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમારું બાઇક બે વર્ષ જૂનું છે અને તમે ત્રણ અથવા ચાર વર્ષ પછી હોઇ શકે તેવી આઇડીવી નિર્ધારીત કરો છો. તમે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરવા માટે આમ કર્યું. હવે, જો કોઈપણ કારણસર તમારી બાઇકને નુકસાન થયું હોય, તો તમને ઓછી આઇડીવી મળશે. આનાથી તમે ઓછા પ્રીમિયમ પર કરેલ બચત કરતાં તમારા રોકાણમાંથી વધુ ખર્ચ કરશો.  

બાઇક ઇન્શ્યોરન્સ માટે આઇડીવી મૂલ્ય શું છે અને તેને કેવી રીતે નક્કી કરવું?

આપણે સૌ ઇન્શ્યોરન્સમાં આઇડીવી શું છે, તે જાણીએ છીએ, તો ચાલો તમારા વાહનનું આઇડીવી કેવી રીતે નિર્ધારિત કરવું તે જોઈએ. ઉપર જણાવ્યા મુજબ, ઘણા પરિબળોના આધારે બાઇકની આઇડીવી નિર્ધારિત કરવામાં આવે છે. જોકે અહીં કેટલીક ટિપ્સ છે જે તમારે જાણવી જરૂરી છે:  
 • આઇડીવીની ગણતરી સામાન્ય રીતે આ રીતે કરવામાં આવે છે, આઇડીવી = (ઉત્પાદકની કિંમત - ડેપ્રિશિયેશન) + (સૂચિબદ્ધ કિંમતમાં ન હોય તેવી ઍક્સેસરીઝ - ડેપ્રિશિયેશન)
 • જો વાહન પાંચ વર્ષથી વધુ જૂનું હોય, તો આઇડીવી ઇન્શ્યોર્ડ વ્યક્તિ અને ઇન્શ્યોરર વચ્ચેના કરાર દ્વારા નક્કી કરી શકાય છે.
 • જો તમારું વાહન પાંચ વર્ષ જૂનું હોય, તો વાહનની સ્થિતિના આધારે આઇડીવીની રકમ નક્કી કરવામાં આવે છે (તેને કેટલી સર્વિસની જરૂર છે અને તેની સ્થિતિ અનુસાર (બાઇકના વિવિધ પાર્ટ્સ).
  નોંધ: વાહન જેટલું જૂનું, તેની આઇડીવી તેટલી ઓછી હશે.   આ છે તમામ માહિતી બાઇક ઇન્શ્યોરન્સ માટે આઇડીવી મૂલ્ય વિશેની!!  

વારંવાર પૂછાતા પ્રશ્નો

 1. શું બાઇક ઇન્શ્યોરન્સમાં આઇડીવી મહત્વપૂર્ણ છે?
હા, આઇડીવી એ ઇન્શ્યોરન્સ પૉલિસીના સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંથી એક છે. મોટાભાગના લોકો તેને ધ્યાનમાં લેતા નથી, પરંતુ પૉલિસી ખરીદતી અથવા રિન્યુ કરતી વખતે ધ્યાન આપવું જરૂરી છે.  
 1. શું મારી બાઇકનું આઇડીવી મૂલ્ય દર વર્ષે ઓછું થાય છે?
હા, તમારી બાઇકની સ્થિતિ ગમે તેટલી સારી હોય તો પણ બાઇકની આઇડીવી વેલ્યૂ ઓછી થાય છે. ઉપયોગના સમયગાળાના આધારે, આઇડીવી મૂલ્યમાં ઘટાડો થાય છે અને પાંચ વર્ષમાં 50% સુધી પહોંચી શકે છે.  
 1. શું હું મારી પૉલિસીના ડેપ્રિશિયેશન વિશે કંઈક કરી શકું છું?
ડેપ્રિશિયેશનને કારણે તમારી બાઇકનું મૂલ્ય પ્રતિ વર્ષ ઓછું થતું જાય છે. પરંતુ, તમે ડેપ્રિશિયેશન કવર પસંદ કરીને આને રોકી શકો છો. બાઇક ગમે તેટલું જૂનું હોય તો પણ તેના વડે તમે સંપૂર્ણ રિટર્ન મેળવી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે