રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Online Renewal After Expiry
23 જુલાઈ, 2020

સમાપ્ત થયેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં

તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરાવવી મહત્વપૂર્ણ છે, કારણ કે આ પૉલિસી તમને અકસ્માત, ચોરી, લૂંટ, કુદરતી આફતો અને તમારી બાઇક દ્વારા થયેલ અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી જવાબદારી જેવી આકસ્મિક ઘટનાઓ સામે રક્ષણ આપે છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલના ઘણાં ફાયદા છે જેમ કે એનસીબી (નો ક્લેઇમ બોનસ) તેમજ તમને મળતી માનસિક શાંતિ. આ ઉપરાંત, ભારતમાં સમાપ્ત થયેલ પૉલિસી સાથે અથવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે. તમારા ટૂ-વ્હીલરની હાલની ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થાય તે પહેલાં તેને રિન્યુ કરાવવી જરૂરી છે. વાસ્તવમાં, ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા જેમની પૉલિસી સમાપ્ત થવાની હોય તેવા તેમના ગ્રાહકોને સતત રીમાઇન્ડર મોકલવામાં આવે છે. પરંતુ, જો તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સમયસર રિન્યુઅલ કરાવી ના શકો, તો તમે તેને સમાપ્ત થયા પછી પણ ઑનલાઇન રિન્યુ કરાવી શકો છો.

જો તમે સમાપ્તિની તારીખ પહેલાં તમારો ટૂ-વ્હિલર ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવતા નથી, તો તેને બ્રેક-ઇન કેસ તરીકે માનવામાં આવે છે. જો તમારી પૉલિસી લૅપ્સ થઈ ગઈ હોય, તો તેના પરિણામ નીચે પ્રમાણે હોઇ શકે છે:

 • જો તમે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સને રિન્યુ કરાવો છો, તો પછી તમારા વાહનનું નિરીક્ષણ ફરજિયાત નથી. પરંતુ પૉલિસીનો સમયગાળો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવણી પ્રાપ્ત થયાના 3 દિવસો પછી શરૂ થશે.
 • જો તમે તમારા સમાપ્ત થયેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑફલાઇન રિન્યુ કરવાનું પસંદ કરો છો, તો વાહનનું નિરીક્ષણ કરાવવું ફરજિયાત છે અને તમારે તમારી બાઇક જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે નિરીક્ષણ માટે ઇન્શ્યોરરની તમારી નજીક આવેલ ઑફિસમાં લઈ જવાની રહેશે.
 • સામાન્ય રીતે તમને સમાપ્તિ બાદ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે નીચેના ડૉક્યૂમેન્ટની જરૂર પડશે:
  • પાછલી પૉલિસીની કૉપી અથવા તમારા પાછલા ઇન્શ્યોરર દ્વારા મોકલવામાં આવેલી રિન્યુઅલ નોટિસ
  • આરસી (રજિસ્ટ્રેશન કાર્ડ)
  • ફોટા
  • ડ્રાઇવિંગ લાયસન્સ
 • જો તમારા વાહનનું નિરીક્ષણ સંતોષકારક છે, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા 2 કાર્યકારી દિવસોમાં કવર નોટ જારી કરવામાં આવશે.
 • જો તમે તમારી સમાપ્ત થયેલી પૉલિસી 90 દિવસો પછી રિન્યુ કરાવો છો, તો તમને એનસીબીનો લાભ મળતો નથી.
 • જો તમે 1 વર્ષ કે તેથી વધુ સમય પછી તમારો ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવો છો, તો તમારો બ્રેક-ઇન કેસ અન્ડરરાઇટરને રેફર કરવામાં આવશે.

અહીં નોંધ કરવાની એક મહત્વની બાબત એ છે કે, જ્યારે તમે સમાપ્ત થયેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરાવો છો, ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કોઈ અતિરિક્ત શુલ્ક લેવામાં આવતું નથી.

સમાપ્ત થયેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવું?
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને તેની સમાપ્તિ બાદ ઑનલાઇન રિન્યુ કરાવવો એ ખૂબ જ સરળ અને સીધી પ્રક્રિયા છે. જેમાં તમારે માત્ર નીચે જણાવેલ ત્રણ સરળ પગલાંઓને અનુસરવાના રહેશે:

 • તમારી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો - જો તમે તમારી હાલની ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવતી સર્વિસ અથવા પ્રીમિયમ દરોથી સંતુષ્ટ નથી, તો તમે તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના ઑનલાઇન રિન્યુઅલ સમયે નવા ઇન્શ્યોરર પર સ્વિચ થઈ શકો છો. તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરી શકો છો અને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ ડીલ મેળવી શકો છો.
 • તમારા વાહનની વિગતો દાખલ કરો - તમે પસંદ કરેલી ઇન્શ્યોરન્સ કંપનીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અને તમારા બાઇક/ટૂ-વ્હીલરની વિગતો પ્રદાન કરો. તમારી પૉલિસીની સાથે તમે મેળવવા માંગો છો તે ઇન્શ્યોરન્સ પૉલિસીનો પ્રકાર, આઇડીવી અને ઍડ-ઑન પસંદ કરો.
 • પૉલિસી ખરીદો - ચુકવણી પૂર્ણ કરો અને પૉલિસી ખરીદો. તમને ટૂંક સમયમાં તમારા રજિસ્ટર્ડ મેઇલ આઇડી પર તમારી પૉલિસીની સૉફ્ટ કૉપી પ્રાપ્ત થશે.

આશા છે કે આ સરળ પગલાં તમારા કાર્યને આસાન બનાવશે, તમારી સમાપ્ત થયેલી પૉલિસી માટે અથવા સાવચેતીના પગલાં રૂપે પૉલિસી સમાપ્ત થાય તે પહેલાં પણ ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ તપાસો. જો તમને અથવા તમારા વાહનને નુકસાન થયું હોય તેવી સ્થિતિમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમને તમારે કરવા પડતાં મોટા ખર્ચથી બચાવે છે. આમ, તમારા ઇન્શ્યોરર દ્વારા મોકલવામાં આવતા રિમાઇન્ડરને ગંભીરતાથી લેવા અને સમયસર તમારી પૉલિસીને રિન્યુ કરાવવાની અમે ભલામણ કરીએ છીએ. તમારા ખર્ચને કાબૂમાં રાખવા માટે, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને તમારા ટૂ-વ્હીલર પ્રીમિયમની ગણતરી કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 3.6 / 5. વોટની સંખ્યા: 7

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે