રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How To Get Soft Copy Of Bike Insurance
31 માર્ચ, 2021

બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી કેવી રીતે મેળવવી: શું તે માન્ય છે?

આપણે સૌ એ હકીકત સાથે સંમત થઇશું કે આપણે ખાસ કરીને બાઇક પર જતા હોઈએ તે સમયે આપણા વાહનના ડૉક્યૂમેન્ટની બેગને સાથે રાખવી પસંદ કરતાં નથી. બાઇકમાં ડૉક્યૂમેન્ટ મૂકવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. બહાર જતી વખતે પ્રત્યેક વખતે બેગ સાથે રાખવી એ બોજારૂપ લાગે છે. આવી સ્થિતિમાં આપણને એમ થાય છે કે જો આપણે ડૉક્યૂમેન્ટને ડિજિટલ રીતે સ્ટોર કરી શકીએ તો કેવું સારું. જો તમે પણ એમ વિચારતા હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતના પરિવહન મંત્રાલયે દરેક રાજ્યોના ટ્રાફિક પોલીસ વિભાગોને વાહનના ડૉક્યૂમેન્ટને ડિજિટલ ફોર્મેટમાં સ્વીકારવાની સલાહ આપી છે. તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો, અને અન્ય સંબંધિત ડૉક્યૂમેન્ટ સાથે તેમને સરકાર દ્વારા માન્ય ડિજિલૉકર, એમપરિવહન એપ અથવા ઇવાહન બીમામાં સ્ટોર કરી શકો છો. આ એક સારી પહેલ છે, પણ લોકોને હજુ પણ પ્રશ્ન છે, શું બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી માન્ય છે?? વધુ વ્યાપક જવાબ મેળવવા માટે, ચાલો આપણે કેટલાક પાસાઓ વિગતવાર જોઈએ.

ભારતમાં ડ્રાઇવિંગ કરતી વખતે તમારે કયા ડૉક્યૂમેન્ટ સાથે રાખવા જરૂરી છે?

ભારતના મોટર વાહન અધિનિયમ અનુસાર, ભારતમાં કોઈપણ વાહન ચલાવતી વખતે નીચેના ડૉક્યૂમેન્ટ સાથે રાખવા ફરજિયાત છે:  
 • ડ્રાઇવિંગ લાઇસન્સ: તમે જે પ્રકારનું વાહન ચલાવો છો તે ચલાવવા માટેનું તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હંમેશા હોવું આવશ્યક છે.
 
 • રજિસ્ટ્રેશન કાર્ડ: તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તે વાહનની આરસી હોવી જરૂરી છે. તે ચલાવવામાં આવતું વાહન કાયદેસર હોવાનું પ્રમાણિત કરે છે.
 
 • વાહન ઇન્શ્યોરન્સ: ભારત સરકાર દ્વારા વાહનનું માન્ય ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત કરેલ છે, અને જો તે ન હોય તો ભારે બાઇક ઇન્શ્યોરન્સ દંડ લગાવવામાં આવી શકે છે.
 
 • પીયુસી સર્ટિફિકેટ: અંતમાં, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, જે તમારું વાહન અધિકારીઓ દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ચાલી રહ્યું છે તેમ સૂચવે છે.

મારી બાઇકના ડૉક્યૂમેન્ટને ડિજિટલ રીતે કેવી રીતે સ્ટોર કરવું?

બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી અને અન્ય ડૉક્યૂમેન્ટની ડિજિટલ રીતે કેવી રીતે સ્ટોર કરવી તે વિશે ચિંતિત છો?? સૌ પ્રથમ, સરકાર દ્વારા ઑફર કરવામાં આવતી ડિજિલૉકર, એમપરિવહન અથવા ઇવાહન બીમા એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ત્યાર બાદ નીચે આપેલા પગલાંઓને અનુસરો:  
 1. તમારા મોબાઇલ નંબરથી સાઇન અપ કરો અને આધાર નંબરનો ઉપયોગ કરીને વેલિડેટ કરો.
 2. ડેશબોર્ડ પર, 'અપલોડ' વિકલ્પ પસંદ કરો’.
 3. આરસી, પીયુસી, ડીએલ અને બાઇક ઇન્શ્યોરન્સ સૉફ્ટ કૉપી ફાઇલો પસંદ કરો અને તેમને એપ્લિકેશનમાં અપલોડ કરો.
 4. આપેલ સૂચિમાંથી અપલોડ કરેલ ડૉક્યૂમેન્ટના ફાઇલનો પ્રકાર પસંદ કરો.
 5. 'સેવ કરો' બટન પર ક્લિક કરો, તમારા ડૉક્યૂમેન્ટ અપલોડ થઈ ગયા છે.

બાઇકના ડૉક્યૂમેન્ટને ઑનલાઇન સ્ટોર કરવાના લાભો

તમારા બાઇકના ડૉક્યૂમેન્ટ ઑનલાઇન સ્ટોર કરવાના નીચે જણાવ્યા પ્રમાણે કેટલાક લાભો છે જે તમે મેળવી શકો છો:  
 • તમારે ફિઝિકલ ફોર્મેટમાં ડૉક્યૂમેન્ટ સાથે રાખવાની ચિંતા કરવાની જરૂર નથી.
 • ટ્રાફિક પોલીસ તમારા ડૉક્યૂમેન્ટને ડિજિટલ રીતે પ્રમાણિત કરી શકે છે.
 • ડૉક્યૂમેન્ટ ખોવાઈ જવાનું જોખમ નથી રહેતું.
 • તમારા ડૉક્યૂમેન્ટ, કોઈપણ સમયે અને ક્યાંય પણ સરળતાથી ઉપલબ્ધ.

મારી પાસે સોફ્ટ કૉપી હોય પરંતુ મારી બાઇકના ડૉક્યૂમેન્ટની છાપેલી કૉપી ન હોય તો શું મને દંડ કરવામાં આવશે?

આ પ્રશ્નનો સીધો જવાબ 'ના' છે. તમે ડિજિલૉકર,એમપરિવહન અથવા ઇવાહન બીમા એપમાં વેરિફાઇ અને સ્ટોર કરવામાં આવેલ તમારી બાઇકના ડૉક્યૂમેન્ટ પ્રસ્તુત કરી શકો છો. આ તમામ એપ ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા સીધા જારી કરવામાં આવેલ તમારા વાહનના ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ધરાવે છે. તેથી જ્યારે પણ તમને દેશના કોઈપણ ભાગમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે છે, ત્યારે તમારી પાસે આ સરકાર-માન્ય ડિજિટલ એપમાં તમારું આરસી, પીયુસી, લાઇસન્સ અને બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી પ્રસ્તુત કરવાનો અધિકાર છે.

બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી કેવી રીતે મેળવવી?

જો તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી છે, તો તમારી બાઇક ઇન્શ્યોરન્સની સૉફ્ટ કૉપી મેળવવી અત્યંત સરળ છે. તમે આપેલા પગલાંઓ પ્રમાણે કોઈપણ ડિજિટલ ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકો છો.  
 1. તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટની મુલાકાત લો.
 2. 'પૉલિસીનો પ્રકાર' નામક વિકલ્પ પસંદ કરો’.
 3. પૉલિસી નંબર અથવા પૂછવામાં આવેલી કોઈ અન્ય વિગતો દાખલ કરો.
 4. તમારી પ્રોફાઇલને ઓટીપી સાથે વેરિફાઇ કરો.
 5. સિસ્ટમ દ્વારા પ્રમાણિત કર્યા પછી તમે તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી જોઈ શકો છો, ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

 1. જો ડિજિલૉકર અથવા એમપરિવહન એપમાં સ્ટોર ન કરવામાં આવેલ ન હોય, તો શું મારી બાઇકના ડૉક્યૂમેન્ટની સોફ્ટ કૉપી સ્વીકારવામાં આવશે?
દુર્ભાગ્યે, ના. જો સરકાર દ્વારા માન્ય ડિજિટલ એપ્લિકેશનોમાં સ્ટોર કરવામાં આવે તો જ ડૉક્યૂમેન્ટને માન્ય માનવામાં આવે છે.  
 1. શું મારી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવી સુરક્ષિત છે?
હા, તમારી બાઇક માટે ઑનલાઇન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી સંપૂર્ણપણે સુરક્ષિત છે. બસ ખાતરી કરો કે તમે તેને બજાજ ઇન્શ્યોરન્સ, Policy Bazaar વગેરે જેવા વિશ્વાસપાત્ર સ્રોતમાંથી ખરીદી રહ્યા છો.  
 1. શું હું મારી બાઇક માટે માત્ર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ મેળવી શકું છું?
અમે તમારી બાઇક માટે સંપૂર્ણ લાભો મેળવવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરીએ છીએ. નહીં તો, બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમને ટ્રાફિકના નિયમો અનુસરવા માટે પૂરતું છે.

આખરે

ચાલો, આપણા મૂળભૂત પ્રશ્ન વિશે વાત કરીએ, શું બાઇક ઇન્શ્યોરન્સની સોફ્ટ કૉપી માન્ય છે?? આ પ્રશ્નનો જવાબ છે 'હા'. જો સરકાર દ્વારા અધિકૃત એપ્લિકેશનોમાં ડિજિટલ રીતે સ્ટોર કરવામાં આવેલ હોય તો, તમારી બાઇકના ડૉક્યૂમેન્ટની સૉફ્ટ કૉપી સો ટકા માન્ય છે. તેથી હવે પછી, તમે તમારી બાઇક લઈને બહાર જાઓ ત્યારે તમારી બાઇકના ડૉક્યૂમેન્ટને ઘરે રહેવા દઈને રાઇડનો આનંદ માણો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે