રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
motor insurance details by vehicle registration
31 માર્ચ, 2021

હું મારો ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર કેવી રીતે જાણી શકું?

નવી કાર અથવા બાઇક ખરીદતી વખતે ઇન્શ્યોરન્સ પૉલિસી એ કરવા જેવું સૌથી મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ છે. ઘણા માને છે કે તેની જરૂર નથી. પરંતુ, મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, તમારા વાહનનું ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે. હવે, તમે બાઇક ઇન્શ્યોરન્સ અથવા કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, તમે બે વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. તમે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. જ્યારે તમે આમાંથી કોઈપણ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે તમને ઇન્શ્યોરર દ્વારા એક અનન્ય પૉલિસી નંબર આપવામાં આવશે. તમારામાંથી કેટલાક પૉલિસી નંબર શું છે તે જાણતા હશે, અને કેટલાક નહીં જાણતા હોય. નીચેનો વિભાગ પૉલિસી અને તેના નંબરના દરેક નાના પાસા વિશે માહિતી આપશે. સૌ પ્રથમ, ચાલો તમને પૉલિસીના પ્રકારો વિશે સંક્ષિપ્ત માહિતી આપીએ.  

કેટલા પ્રકારની વિવિધ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે?

આગળ જણાવ્યા મુજબ, કાર અથવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી બે પ્રકારની છે:  
  1. કોમ્પ્રિહેન્સિવ: કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી એક બંડલ્ડ પૅકેજ છે જેમાં વ્યક્તિગત અકસ્માત કવર, થર્ડ પાર્ટી કવર અને ચોરી, કુદરતી આપત્તિ, આગ વગેરે દ્વારા નુકસાન સામે કવર શામેલ છે. જો અકસ્માતમાં તમારાથી કોઈપણ થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન થાય છે તો પૉલિસી દ્વારા વળતર ચૂકવવામાં આવે છે. વધુમાં, અકસ્માતમાં કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં તમને 15 લાખનું ફાઇનાન્શિયલ કવર પણ મળે છે.
 
  1. થર્ડ-પાર્ટી: એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી એ કોમ્પ્રિહેન્સિવ પૉલિસીનો જ એક અંશ છે. આ પૉલિસી હેઠળ માત્ર થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અને ઈજાઓને કવર કરવામાં આવે છે. તમને તમારા વાહનના નુકસાન માટે કોઈ કવર મળતું નથી; જો કે, તમારે તમારા ખિસ્સામાંથી થર્ડ પાર્ટીને ચુકવણી કરવાની જરૂર રહેતી નથી.
 

પૉલિસી નંબર એટલે શું?

પૉલિસી નંબર એ એક અનન્ય નંબર (સામાન્ય રીતે 8-10 અંકો) છે, જે નવા વાહન ખરીદવા પર તમને આપવામાં આવે છે. પૉલિસીની માન્યતાના સમયગાળા દરમિયાન આ નંબર બદલાતો નથી. તે ત્યારે જ બદલાશે જ્યારે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરશો અથવા જ્યારે તમે કોઈ અલગ ઇન્શ્યોરર પાસેથી નવી પૉલિસી ખરીદો છો. જો તમે પહેલાં કોઈ પૉલિસી ખરીદી નથી, તો તમને પ્રશ્ન થશે કે મારે પૉલિસી નંબરની જરૂર શા માટે છે અથવા મને મારો ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર કેવી રીતે મળશે?  

હું મારો ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર કેવી રીતે જાણી શકું?

જો તમને તમારો પૉલિસી નંબર શોધવા વિશે મૂંઝવણ છે, તો તેને શોધવાની કેટલીક શ્રેષ્ઠ અને ઝડપી રીતો અહીં આપેલ છે!  

1. આઇઆઇબી (ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો) ની વેબસાઇટનો ઉપયોગ કરીને

આઇઆઇબી એ આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દ્વારા 2009 માં રજૂ કરવામાં આવેલ એક ઑનલાઇન પોર્ટલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓના ઝડપી ઑનલાઇન ઍક્સેસનો હતો. જો અકસ્માતમાં તમારી પૉલિસીની છાપેલી કૉપી ખરાબ થઈ ગઈ હોય, તો તમે આઇઆઇબીની વેબસાઇટ પર જઈ શકો છો અને પૉલિસી નંબર મેળવી શકો છો. તમારે માત્ર માલિકનું નામ, ઍડ્રેસ, ઇમેઇલ વગેરે જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.

2. તમારા લોકલ ઇન્શ્યોરન્સ પ્રદાતાની સલાહ લો

જો તમારા ઇન્શ્યોરરની કોઈ સ્થાનિક ઑફિસ હોય, તો તમે તેમની મુલાકાત લઈ શકો છો. માત્ર તેમને ઉપર જણાવ્યા પ્રમાણેની મૂળભૂત માહિતી જણાવો અને એજન્ટ તમને ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર જણાવશે.

3. ઇન્શ્યોરરની વેબસાઇટ અથવા મોબાઇલ એપ

જો તમે પૉલિસી ઑનલાઇન ખરીદી છે, તો તમારા માટે તેના નંબરને મેળવવું ખૂબ જ સરળ રહેશે. તમારે માત્ર ઇન્શ્યોરરની વેબસાઇટ પર લૉગ-ઇન કરીને વાહન રજિસ્ટ્રેશન નંબર, ફોન નંબર વગેરે જેવી વિગતો દાખલ કરવાની રહેશે અને બસ થઈ ગયું! તમને પૉલિસી નંબર મળી જશે.

4. કસ્ટમર સપોર્ટ

લગભગ બધી ઇન્શ્યોરન્સ કંપનીઓની ગ્રાહક સપોર્ટ ટીમો હોય છે. તેથી, તમે પૉલિસી ઑનલાઇન ખરીદી હોય કે ઑફલાઇન, તમારા પૉલિસી નંબર વિશે જાણવા માટે તેમને કાર્યકારી કલાકો દરમિયાન કૉલ કરી શકો છો. તેમને પણ ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતીની જરૂર પડશે.  

પૉલિસી નંબરનું મહત્વ શું છે?

પૉલિસી નંબર વિવિધ પરિસ્થિતિઓ માટે મહત્વપૂર્ણ છે. પૉલિસી નંબર વડે, તમે:  
  • ડુપ્લિકેટ પૉલિસી ડૉક્યૂમેન્ટ મેળવી શકો છો: જો તમારી મૂળ પૉલિસીના ડૉક્યૂમેન્ટ ખોવાઈ ગયા છે અને ડુપ્લિકેટની જરૂર છે, તો તમારે પૉલિસી નંબર, જારી કર્યાની તારીખ, પૉલિસીધારકનું નામ વગેરે માહિતીની જરૂર પડશે.
 
  • ભારે દંડને ટાળો: જો પોલીસ તમને રસ્તા પર તપાસણી માટે રોકે, તો તમે તમારા વાહનના તમામ ડૉક્યૂમેન્ટ બતાવવા માટે જવાબદાર છો. જો તમારી પાસે તમારા ઇન્શ્યોરન્સનો પૉલિસી નંબર અથવા હાર્ડ કૉપી નથી, તો તમને દંડ કરી શકાય છે. ચોક્કસપણે કહીએ તો, મોટર વાહન અધિનિયમ, 2019 મુજબ ₹2000.
 
  • તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરાવી શકો છો: જ્યારે તમારે તમારી ઑફલાઇન કે ઑનલાઇન પૉલિસીને રિન્યુ કરવાની થશે, તે સમયે તમારે તમારો પાછલો પૉલિસી નંબર જણાવવાનો રહેશે. તેથી, તેને યાદ રાખો અથવા તમારા ફોનમાં સ્ટોર કરી રાખવું શ્રેષ્ઠ છે.
 
  • ઇન્શ્યોરન્સ ક્લેઇમ મેળવી શકો છો: જો તમારે અકસ્માત થાય છે અને નુકસાન અને ઈજાઓ થાય છે, તો તમે વળતર માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરી શકો છો. આ માટે, તમારે અન્ય જરૂરી વિગતો સાથે પૉલિસી નંબરની જરૂર પડશે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટે, તમારે પોલીસમાં એક એફઆઇઆર નોંધાવવાની રહેશે, જ્યાં તમારો પૉલિસી નંબર પૂછવામાં આવશે.
  તમારા વાહનનો પૉલિસી નંબર અને અન્ય મહત્વપૂર્ણ વિગતોની નોંધ કરીને રાખવી જરૂરી છે. જો તમારા મૂળ ડૉક્યૂમેન્ટને નુકસાન થયું હોય, તો તમે તે સ્ટોર કરેલી માહિતીનો ઉપયોગ કરીને તમારી બધી વિગતોને ઝડપથી ઍક્સેસ કરી શકો છો. તો આ હતી પૉલિસી નંબર અને તેના મહત્વ વિશેની માહિતી.  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. હું ઇન્શ્યોરન્સની કૉપી કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
  પ્રક્રિયા સરળ છે. તમારા ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટ પર જાઓ, પૉલિસી નંબર, પૉલિસીનો પ્રકાર અને અન્ય વિગતો દાખલ કરો અને તમારી પૉલિસીની કૉપી ડાઉનલોડ કરો.  
  1. હું મારી જૂની ઇન્શ્યોરન્સની માહિતી કેવી રીતે શોધી શકું?
  જો કોઈપણ સમયે તમારે તમારી જૂની ઇન્શ્યોરન્સ પૉલિસીની માહિતીની જરૂર હોય, તો તમારે મોટર વાહન વિભાગ અથવા એજન્સીનો સંપર્ક કરવો જોઈએ. તેઓ લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરના રેકોર્ડને જાળવી રાખે છે. તમે તમારી જૂની પૉલિસી વિશેની માહિતી સરળતાથી મેળવી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 1.7 / 5. વોટની સંખ્યા: 15

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે