રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How Does Insurance Work If Someone Borrows Your Car?
4 માર્ચ, 2021

તમારા ઇન્શ્યોરન્સ હેઠળ કવર ના થયેલ કોઈ વ્યક્તિ શું તમારી કાર ચલાવી શકે?

આપણે ઘણીવાર આપણા મિત્રો અને પરિવાર સાથે વસ્તુઓની આપ-લે કરતા હોઈએ છીએ. જેમાં ઘરની નાની-મોટી વસ્તુઓ, પૈસા અને કેટલીકવાર આપણા વાહનોનો પણ સમાવેશ થાય છે. પરંતુ, જો કોઈપણ કારણસર તમે કોઈને આપેલ તમારી કારને દુર્ઘટનામાં નુકસાન થાય તો શું થશે. તમારી પાસે ઇન્શ્યોરન્સ છે તે બરાબર છે, પરંતુ જો કોઈએ તમારી કાર લીધી હોય અને તેનો દેખીતી રીતે અકસ્માત થયો હોય, તો ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે. ઘણા લોકોને આ પ્રશ્ન થાય છે, અને આ લેખમાં, અમે તમને તેનો જવાબ આપીશું. તમને જાણવા મળશે કે જો તમે વાહન ચલાવતા ન હોવ, તો તમારું ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ નુકસાનને કવર કરે છે કે નહીં. તેથી, ચાલો વધુ માહિતી મેળવીએ!

તમારા ઇન્શ્યોરન્સ હેઠળ કવર ના થયેલ કોઈ વ્યક્તિ શું તમારી કાર ચલાવી શકે?

હા, જો કોઈ વ્યક્તિનું નામ તમારા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સમાં નથી, તો પણ તે તમારી કાર ચલાવી શકે છે. જો કે, તેની પાસે વાહન ચલાવવાની પરવાનગી હોવી જરૂરી છે. પરવાનગી શબ્દનો અર્થ એ છે કે તમારા મિત્ર પાસે તમારી કાર ચલાવવા માટે તમારી પરવાનગી હોવી જરૂરી છે.

જો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તમારી કાર ચલાવતી વખતે અકસ્માત થાય, તો શું તમને ઇન્શ્યોરન્સ કવર પ્રાપ્ત થશે?

હા, જો તમારા કોઈપણ મિત્ર અથવા પરિવારના સભ્ય દ્વારા તમારી કારનો અકસ્માત થાય, તો તમને ઇન્શ્યોરન્સ કવર પ્રાપ્ત થાય છે. જો કે, તેમાં કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાની રહેશે:

1. જો અકસ્માતમાં સંડોવાયેલ ડ્રાઇવરને તમે પરવાનગી આપી હોય

જો ડ્રાઇવરને તમારી કાર ચલાવવા માટે તમે પરવાનગી આપી હોય અને તેને અકસ્માત થાય, તો તમને સંપૂર્ણ ઇન્શ્યોરન્સ કવર મળશે. ઇન્શ્યોરન્સ મુખ્યત્વે તમારો છે, પછી ભલે અકસ્માત થાય ત્યારે તમે કારમાં ના હોવ, તો પણ તમને ઇન્શ્યોરન્સનો લાભ મળશે. લાયેબિલિટી કવર પણ તમારા ઇન્શ્યોરન્સનો એક ભાગ છે, જે તમારા ઇન્શ્યોરન્સ કવરમાં પણ શામેલ છે. જો કાર ચલાવનાર વ્યક્તિ દ્વારા અન્યને નુકસાન પહોંચે છે, જે અપેક્ષિત મર્યાદા કરતાં વધુ છે. નુકસાનને કવર કરવા માટે પરવાનગી આપેલ ડ્રાઇવરના ઇન્શ્યોરન્સનો લાભ લેવામાં આવશે. જો તેમની પણ ઇન્શ્યોરન્સ ઑટો પૉલિસી પૂરતી ન હોય, તો થયેલા નુકસાનની ચુકવણી તમે પરવાનગી આપેલ ડ્રાઇવરે કરવાની રહેશે.

2. જો તે તમારા પતિ કે પત્ની હોય તેવા કિસ્સામાં શું થશે

હવે, જો તમારા જીવનસાથી તમારી કાર ચલાવે છે અને તેમનાથી અકસ્માત થાય છે, તો તમારો તમામ ખર્ચ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવશે. કારણ કે તમારા જીવનસાથી તમારી પૉલિસીમાં સમાવિષ્ટ હશે, સિવાય કે તે બાકાત રાખેલ ડ્રાઇવરની સૂચિમાં હોય.

જો કોઈ તમારી કાર ચલાવવા માટે લઈ જાય છે, તો કયા કિસ્સામાં તમને ઇન્શ્યોરન્સ કવર મળશે નહીં?

જો કોઈ તમારી કાર પોતાના ઉપયોગ માટે માંગે, તો તે સ્થિતિમાં ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?? આ પ્રશ્નનો જવાબ વિવિધ સંજોગો અને પરિસ્થિતિઓ પર આધારિત છે. તમે ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો, જો:
  1. તમારો મિત્ર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવેલા ડ્રાઇવરની વય મર્યાદામાં સમાવિષ્ટ હોય.
  2. તમારી કાર ચલાવવા માટે તમારા મિત્ર અથવા સંબંધીને તમે પરવાનગી આપેલ હોય. જો તમે તમારી કાર ચલાવવા માટે કોઈને પરવાનગી આપેલ ન હોય, તો થયેલ નુકસાનની જવાબદારી તે વ્યક્તિની રહેશે. જો કે, તમે તેમને પરવાનગી આપી નથી તેમ સાબિત કરવાનું રહેશે.
  3. તે વ્યક્તિ સમાવિષ્ટ ડ્રાઇવરની સૂચિમાં હોવો જોઈએ. સમાવિષ્ટ ડ્રાઇવરની સૂચિમાં સમાવિષ્ટ ન હોય તે વ્યક્તિ તમારી કાર ચલાવી શકે નહીં. જો તે કાર ચલાવે છે અને અકસ્માત થાય છે, તો તમને કોઈ ઇન્શ્યોરન્સ કવર મળશે નહીં.
  4. તે વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. જો ન હોય, તો તમને ઇન્શ્યોરન્સ કવર મળી શકશે નહીં.
  5. તમારા મિત્ર અથવા પરિવારના સભ્ય કોઈપણ પ્રભાવ હેઠળ વાહન ચલાવતા ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારો મિત્ર ડ્રાઇવિંગ કરતી વખતે કોઈપણ ડ્રગના પ્રભાવમાં હશે, તો તમને કવર મળશે નહીં.

જો કોઈ અન્ય તમારી કાર ચલાવે, તો શું તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે?

"કોઈ એવી વ્યક્તિ કે જે તમારા ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવેલ નથી, શું તે તમારી કાર ચલાવી શકે છે?" નો જવાબ વિવિધ પરિસ્થિતિઓ પર આધારિત છે, પરંતુ આ સરળ છે! જો કોઈ તમારી કાર ચલાવે છે અને અકસ્માત થાય છે, તો તમારું પ્રીમિયમ ચોક્કસપણે વધશે. જો તમે તમારું પ્રીમિયમ ઓછું રહે તેમ ઈચ્છો છો, તો તમે તમારી પૉલિસીમાં અકસ્માત માફીની સુવિધા પસંદ કરી શકો છો. આ સુવિધા હેઠળ, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તમારી કારના અકસ્માત પછી પણ તમે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું રાખી શકો છો. સામાન્ય રીતે, આ સુવિધા એવા ડ્રાઇવરને પ્રદાન કરવામાં આવે છે, જેમના દ્વારા અમુક ચોક્કસ વર્ષો સુધી તેમની કારનો અકસ્માત થયો નથી.

જો તમારી કારના ડ્રાઇવરને ટ્રાફિક ટિકિટ મળેલ હોય તો શું થશે?

જો તમારી કારના ડ્રાઇવરને અકસ્માત સિવાય અન્ય કોઈ ટ્રાફિક ટિકિટ મળેલ હોય, તો તેની તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીના દરો અથવા પ્રીમિયમ પર અસર થશે નહીં. ટ્રાફિક ટિકિટને સંબંધિત શુલ્ક ડ્રાઇવરના લાઇસન્સ પર લગાવવામાં આવે છે.

શું તમારી કાર બીજાને ચલાવવા આપવી સુરક્ષિત છે?

જો તમે તમારું ફોર-વ્હીલર તમારા મિત્ર અથવા સંબંધીને ચલાવવા માટે આપવા માંગો છો, તો ખાતરી કરો કે તેઓ માન્ય લાઇસન્સ, જરૂરી ઉંમર ધરાવતા હોય અને તેમને કોઈપણ ડ્રગની લત ના હોય. જો આ તમામ પરિબળો બરાબર હોય, તો તમે તમારું વાહન આપી શકો છો!

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું મારે મારા ઇન્શ્યોરન્સમાં તમામ ડ્રાઇવરની સૂચિ આપવી જરૂરી છે?

હા, ડ્રાઇવ કરી શકતા વ્યક્તિઓને તમારી વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સૂચિબદ્ધ કરવા બહેતર છે. તમે બાકાત કરેલ વ્યક્તિઓની સૂચિમાં પણ નામ આપી શકો છો. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થાય, તો આ બાબત નુકસાનનું કવર પ્રદાન કરવામાં મદદ કરશે.
  1. શું મારે મારા મિત્રની કાર ચલાવવા માટે ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સની જરૂર છે?

જરૂરી નથી, ઇન્શ્યોરન્સ કવર વાહન માટે હોય છે, ડ્રાઇવર માટે નહીં, તેથી જો તમારી પાસે ઇન્શ્યોરન્સ ન હોય, તો પણ તમે તમારા મિત્રની કાર ચલાવી શકો છો. અકસ્માતના કિસ્સામાં, તમારા મિત્રની ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા નુકસાનને આવરી લેવામાં આવશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે