રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
First Party Car Insurance: Benefits, Inclusions & Exclusions
30 માર્ચ, 2023

ફર્સ્ટ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ: લાભો, સમાવેશ અને બાકાત બાબતો

કાર ઇન્શ્યોરન્સ એ દરેક કાર માલિકે તેમના વાહનને અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત કરવા માટે કરવા જેવું જરૂરી રોકાણ છે. ભારતના માર્ગો પર કારની વધી રહેલી સંખ્યાને કારણે, તમને અને તમારી કારને થઈ શકે તેવા તમામ સંભવિત જોખમોને કવર કરી લેતી યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાતો ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, ભારતમાં ઉપલબ્ધ કાર ઇન્શ્યોરન્સના સૌથી હોલિસ્ટિક પ્રકારોમાંથી એક છે. તે કાર અને તેના માલિકને વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. આ લેખમાં આપણે તેના લાભો, તેમાં સમાવેશ અને બાકાત બાબતો સહિત ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સની વિગતો વિશે માહિતી મેળવીશું.

ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સના લાભો

ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સના તમને મળતા કેટલાક લાભો અહીં જણાવેલ છે:
  • વ્યાપક સુરક્ષા

ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કાર અને તેના માલિકને ચોરી, આગ, કુદરતી આપત્તિઓ અને આકસ્મિક નુકસાન સહિતના અનેક જોખમો સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
  • થર્ડ-પાર્ટી લાયબિલિટીને કવર કરે છે

કાર ઇન્શ્યોરન્સ તમારી કારને થયેલ નુકસાનને કવર કરવાની સાથે સાથે, માર્ગ પર જતા યૂઝરના મૃત્યુ અથવા તેમને થતી ઈજા અથવા તેમની સંપત્તિને થયેલ નુકસાન સહિતની થર્ડ-પાર્ટી તરફ ઉદ્ભવતી જવાબદારીઓને પણ કવર કરે છે.
  • કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ

મોટાભાગની કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ ઑફર કરે છે, એટલે કે પૉલિસીધારકે જાતે ખર્ચ કરવાનો રહેતો નથી, અને તેઓ કોઈપણ નેટવર્ક ગેરેજ પર તેમની કારને રિપેર કરાવી શકે છે.
  • 24/7 રોડ આસિસ્ટન્સ

ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમને 24/7 રોડ આસિસ્ટન્સનો અતિરિક્ત લાભ આપે છે. આ એક ઉપયોગી નિવડે ટેવો લાભ છે જે મુસાફરી દરમિયાન બ્રેકડાઉન, ફ્લેટ ટાયર અથવા અન્ય ઇમરજન્સીના કિસ્સામાં તમને મદદ કરે છે. જો કે, તમારે આ લાભ ઍડ-ઑન તરીકે ખરીદવો પડી શકે છે. આ પ્રકારના લાભ માત્ર થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ જ ધરાવતા લોકો માટે ઉપલબ્ધ નથી.
  • નો-ક્લેઇમ બોનસ

જો પૉલિસીધારક દ્વારા પૉલિસી વર્ષ દરમિયાન ક્લેઇમ કરવામાં આવતો નથી, તો તેમણે NCBનો લાભ પ્રાપ્ત થાય છે, જેની મદદથી તેઓ કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમયે તેમનું પ્રીમિયમ ઓછું કરી શકે છે.
  • કસ્ટમાઇઝ કરી શકાય તેવું કવરેજ

પૉલિસીધારકને તેમની જરૂરિયાતો અને બજેટને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવા ઍડ-ઑન પસંદ કરીને તમે કાર ઇન્શ્યોરન્સના કવરેજને કસ્ટમાઇઝ કરી શકો છો.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ બાબતો

અહીં કાર ઇન્શ્યોરન્સ કવરેજમાં સમાવેલ બાબતો જણાવેલ છે:
  • ઓન ડેમેજ કવર

જ્યારે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ  ઓન્લી લાયબિલિટી કવરેજ સામેલ છે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં ઓન ડેમેજ કવર શામેલ છે. એટલે કે કોઈપણ અકસ્માત, ચોરી અથવા કુદરતી આપત્તિઓને કારણે થયેલ નુકસાનના કિસ્સામાં પૉલિસી દ્વારા તમારી કારના રિપેરીંગ અથવા રિપ્લેસમેન્ટને કવર કરવામાં આવશે. તમારે ઓન-ડેમેજ કવરેજની મર્યાદા વિશે જાણવા માટે ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો.
  • થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરનો સમાવેશ થાય છે, જે તમારી કારના અકસ્માતને કારણે ઉદ્ભવતી કાનૂની અને આર્થિક જવાબદારીઓને કવર કરે છે. આ કવર દ્વારા થર્ડ-પાર્ટીના તબીબી ખર્ચને કવર કરવામાં આવે છે, તેમજ તેમની સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન માટે તેમને વળતર ચૂકવવામાં આવે છે. જો તમે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદ્યું હોય તો તમને આ કવરેજ પ્રાપ્ત થશે. જો કે, ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ દ્વારા તમને થર્ડ-પાર્ટી લાયબિલિટી અને ઓન-ડેમેજ કવરેજ કવરેજ પ્રાપ્ત થાય છે.
  • પર્સનલ એક્સિડન્ટ કવર

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં અકસ્માતના કિસ્સામાં પૉલિસીધારક અને મુસાફરોને વ્યક્તિગત અકસ્માત કવર આપવામાં આવે છે. આ કવર અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં પૉલિસીધારક અને મુસાફરોને વળતર આપે છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં બાકાત બાબતો

અહીં જણાવેલ બાબતો અને પરિસ્થિતિઓને ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવશે નહીં:
  • ઘસારો

કાર ઇન્શ્યોરન્સમાં, સામાન્ય ઘસારાને કારણે કારને થતું નુકસાન કવર કરવામાં આવતું નથી. આમાં વિતેલો સમય, જાળવણીનો અભાવ અથવા કારના વધુ પડતા વપરાશને કારણે થયેલા નુકસાનનો સમાવેશ થાય છે.
  • પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ

દારૂ અથવા અન્ય કોઈપણ પદાર્થોના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાને કારણે થતા અકસ્માતોને કાર ઇન્શ્યોરન્સ કવર કરતું નથી. યાદ રાખો કે, નશાની અસર હેઠળ ડ્રાઇવિંગ ભારતમાં એક ફોજદારી ગુનો છે. તમારો ક્લેઇમ નકારવામાં આવી શકે છે, તે ઉપરાંત તમારે ભારે દંડ પણ ચૂકવવો પડી શકે છે.
  • માન્ય લાઇસન્સ વગર વાહન ચલાવવું

જો અકસ્માતના સમયે કારના ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવામાં આવશે. અકસ્માતના સમયે કારના ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તે પૉલિસીધારકે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
  • ઇરાદાપૂર્વકના નુકસાન

ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હેઠળ ઇરાદાપૂર્વકના અથવા જાતે કરવામાં આવેલ નુકસાનને કવર કરવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, જો પૉલિસીધારક દ્વારા જાણી જોઈને પોતાની કારને નુકસાન પહોંચાડવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કારના રિપેરીંગ અથવા રિપ્લેસ કરવાના ખર્ચને કવર કરવામાં આવશે નહીં.
  • ભૌગોલિક વિસ્તારની બહાર ડ્રાઇવિંગ

જો ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉલ્લેખિત ભૌગોલિક કવરેજ ક્ષેત્રની બહાર અકસ્માત થયો હોય તો ઇન્શ્યોરન્સ કંપની થયેલા નુકસાનને કવર કરી શકતી નથી. ઉદાહરણ તરીકે, ભારતની ઇન્શ્યોરન્સ કંપનીઓ સમગ્ર ભારતમાં કવર પૂરું પાડવામાં આવે છે. જો કે, જો પાડોશી દેશમાં રોડ ટ્રિપ દરમિયાન અકસ્માત થાય, તો તમને કવરેજ પ્રાપ્ત થશે નહીં.

સંક્ષિપ્તમાં

નિષ્કર્ષમાં, ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કાર અને તેના માલિકને અનેક પ્રકારના જોખમો સામે વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. તમારા માટે યોગ્ય પૉલિસી પસંદ કરવા માટે, તમારે કાર ઇન્શ્યોરન્સના લાભો, તેમાં સમાવિષ્ટ અને બાકાત બાબતોને સમજવી જરૂરી છે. વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવાની અને વાજબી પ્રીમિયમ પર શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરતી પૉલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. કવરેજ અને પ્રીમિયમ વચ્ચે યોગ્ય બૅલેન્સ સુનિશ્ચિત કરવા માટે, તમારે ઉપયોગમાં લેવું જોઈએ એક ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર. કાર ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં હંમેશા પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચો અને તમામ સમાવેશ કરેલ અને બાકાત બાબતો તથા નિયમો અને શરતો વિશે માહિતી મેળવો. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાથી કાર અને તેના માલિકને અણધારી ઘટનાઓ સામે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી મળે છે. તો, શા માટે રાહ જુઓ? આજે જ તમારી કારનો ઇન્શ્યોરન્સ મેળવો અને કોઇપણ પ્રકારની ચિંતા વગર ડ્રાઇવ કરો!   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે