રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Duplicate RC Book: Online & Offline Process
જાન્યુઆરી 22, 2021

ડુપ્લિકેટ આરસી બુક કેવી રીતે મેળવવી: ઑનલાઇન અને ઑફલાઇન પ્રક્રિયાની સમજૂતી

તમારા વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) એ એક અધિકૃત ડૉક્યૂમેન્ટ છે, જે તમારું વાહન ભારત સરકારમાં નોંધાયેલ હોવાની સાબિતી આપે છે. તે ડ્રાઇવિંગ લાઇસન્સ જેટલું જ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે અને તમારું ટૂ-વ્હીલર ચલાવતી વખતે જરૂરી છે. જો તમે એમ વિચારી રહ્યા છો કે આરસી શું છે , તો તમારે જાણવું જોઈએ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો સાદો અર્થ એ છે કે તમારું વાહન તમારા રાજ્યની પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) સાથે રજિસ્ટર્ડ છે. આ સર્ટિફિકેટ બુકના રૂપમાં હોઇ શકે છે, એટલે કે આરસી બુક, અથવા સ્માર્ટ કાર્ડ, એટલે કે આરસી કાર્ડ. આરસી બુક અથવા કાર્ડમાં તમારા વાહન સંબંધિત તમામ માહિતી હોય છે, જેમ કે:
  • રજિસ્ટ્રેશનની તારીખ
  • ચેસિસ નંબર
  • તમારી માલિકીના વાહનનો પ્રકાર
  • તમારા વાહનનો મોડેલ નંબર
  • રજિસ્ટ્રેશન નંબર
  • એન્જિન નંબર
  • વાહનનો રંગ
  • બેઠક ક્ષમતા
વાહન રજિસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ તમે તમારા વાહનને જાહેર સ્થળોએ લઈ જાઓ તે પહેલાં, તમારી આસપાસ સ્થિત આરટીઓમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સામાન્ય રીતે, જ્યારે ટૂ-વ્હીલર ખરીદવામાં આવે છે, ત્યારે વાહનનું રજિસ્ટ્રેશન વાહનના ડીલર દ્વારા કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે વાહન ખરીદનાર તેમની નજીકના આરટીઓ પર પણ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તમારા ટૂ-વ્હીલરને રજિસ્ટર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ આ મુજબ છે:
  • અરજી પત્રક (ફોર્મ 20)
  • વેચાણનું સર્ટિફિકેટ (ફોર્મ 21)
  • રોડવર્થિનેસ સર્ટિફિકેટ (ફોર્મ 22)
  • પોલ્યુશન અંડર કન્ટ્રોલ સર્ટિફિકેટ(પીયૂસી)
  • ટૂ-વ્હીલર ખરીદનારનું પાન કાર્ડ
  • ઍડ્રેસનો પુરાવો
  • આયાત કરેલા વાહનના કિસ્સામાં કસ્ટમ ક્લિયરન્સ સર્ટિફિકેટ
  • ઉત્પાદક અને ડીલરનું બિલ
  • ઓળખનો પુરાવો
  • ઇન્શ્યોરન્સ કવર નોટની કૉપી
  • જો લાગુ પડતું હોય, તો: માલિક અને ફાઇનાન્સર દ્વારા સહી કરેલ ફોર્મ 34
  • લાગુ કરવેરા અને ફી
  • અસ્થાયી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી
ધ્યાનમાં રાખો કે ઉપરોક્ત ડૉક્યૂમેન્ટની સૂચિ એક સામાન્ય સૂચિ છે. આરટીઓના નિયમો પ્રમાણે આપવાના ડૉક્યૂમેન્ટ અલગ હોઈ શકે છે. જો તમારું આરસી કાર્ડ અથવા આરસી બુક ખોવાઈ જાય તો શું કરવું? જો તમારું આરસી ખોવાઈ જાય છે અથવા તે ચોરાઈ ગયું છે, તો તમારે આરસી બુકની ડુપ્લિકેટ કૉપી મેળવવાની રહેશે. તેની પ્રક્રિયા સરળ છે, અને તમારી પાસે માત્ર નીચેના ડૉક્યૂમેન્ટ હોવા જરૂરી છે:
  • પોલીસ સ્ટેશનમાંથી આરસી કાર્ડ ખોવાયાના ચલાનની એક કૉપી
  • તમારા બાઇક ઇન્શ્યોરન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
  • તમારો પાસપોર્ટ-સાઇઝનો ફોટો
  • અરજી ફોર્મ
  • જો તમે લોન લીધી હોય, તો બેંક તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)
  • એમિશન ટેસ્ટ પેપરની કૉપી
  • તમારી ઉંમર અને ઍડ્રેસનો પુરાવો
  • તમારા વાહનની ખરીદીના ડૉક્યૂમેન્ટ
ડુપ્લિકેટ આરસી બુક માટે અરજી કરવાની પ્રક્રિયા: તમે ડુપ્લિકેટ આરસી બુક માટે તમારી નજીકના આરટીઓ કેન્દ્ર પર ઑફલાઇન અથવા પરિવહન સેવા વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારે નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરવાના રહેશે:
  1. સૌ પ્રથમ, ચલાન મેળવવા માટે, તમારું આરસી કાર્ડ ખોવાઈ ગયું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરો.
  2. નિર્ધારિત ફોર્મ, એટલે કે ફોર્મ 26 માં ડુપ્લિકેટ આરસી બુક કૉપી માટે અરજી કરવી આવશ્યક છે. આરટીઓની વેબસાઇટ પરથી પીડીએફ ડાઉનલોડ કરી શકાય છે.
  3. લોનના કિસ્સામાં, તમારે ધિરાણકર્તા, એટલે કે નાણાંકીય સંસ્થા અથવા બેંક પાસેથી એનઓસી મેળવવાનું રહેશે.
  4. તમારે તમારા ટૂ-વ્હીલરની તમામ વિગતો ધરાવતું એફિડેવિટ તૈયાર કરવું આવશ્યક છે. તમારે ડુપ્લિકેટ આરસી એપ્લિકેશનની જરૂર શા માટે છે તેનું કારણ જણાવવું જરૂરી છે.
  5. ત્યારબાદ તમારે ભરેલા ફોર્મ-26 સાથે ડૉક્યૂમેન્ટ જોડવાની જરૂર પડશે. પછી વેરિફિકેશન માટે, તેને આરટીઓ અધિકારીને સબમિટ કરો.
  6. એકવાર વેરિફિકેશન પૂર્ણ થયા પછી અધિકારી દ્વારા ફાઇલ પર સહી કરવામાં આવશે.
  7. ત્યારબાદ, ઓળખના વેરિફિકેશન માટે, તમારે સહાયક આરટીઓની મુલાકાત લેવી પડશે / જરૂરી સર્વિસ ફી ઑનલાઇન ચૂકવવાની રહેશે
  8. ફીની ચુકવણી કર્યા પછી, કૅશિયર તમને રસીદ આપશે.
  9. રસીદ લઈને તમારે સુપરિન્ટેન્ડન્ટની ઑફિસે જવાનું રહેશે અને તેમની સહી લેવાની રહેશે.
  10. છેલ્લે, સુપરિન્ટેન્ડન્ટ પાસેથી સ્વીકૃતિ સ્લિપ મેળવવાની રહેશે. તે સ્લિપમાં ઉલ્લેખિત તારીખે તમને આરસીની ડુપ્લિકેટ કૉપી મળશે.
આશા છે કે ઉપરોક્ત લેખમાં ખોવાયેલ આરસી બુક સંબંધિત તમારા તમામ પ્રશ્નોના જવાબો તમને મળ્યા હશે. યોગ્ય ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની ખાતરી કરો અને તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે