રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Renew Driving License Online
2 એપ્રિલ, 2021

ડ્રાઇવિંગ લાઇસન્સ ઑનલાઇન રિન્યુઅલ

મોટર માટેનો લગાવ નાનપણથી જ થતો હોય છે. કેટલાક વાહન ચલાવવા માટે ઉત્સાહી વ્યક્તિઓ 16 વર્ષની નાની ઉંમરે જ ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) માટે અરજી કરવા માંગે છે! હા, તમે બરાબર વાંચ્યું, 16. વર્ષે. મોટર વાહનના નિયમોમાં કરવામાં આવેલ સુધારા અનુસાર 16 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ ગિયર વગરની મોટરસાઇકલ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે. ભારતમાં કાયદા અનુસાર વાહન ચલાવવા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ હંમેશા સાથે હોવું જરૂરી છે, પછી તે ભૌતિક રૂપે હોય કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં. આવા સમયે એમપરિવહન અથવા ડિજિલૉકર જેવી એપ્લિકેશનો ઉપયોગી બને છે. જારી કરવામાં આવતું ડ્રાઇવિંગ લાઇસન્સ 20 વર્ષ માટે માન્ય હોય છે. માન્યતા પૂરી થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ, મોટર ઇન્શ્યોરન્સ અથવા આવી અન્ય ફરજિયાત જરૂરિયાતો સાથે કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. તમારે શક્ય તેટલી વહેલી તકે તેને રિન્યુ કરવું આવશ્યક છે. લાઇસન્સની સમાપ્ત થયેલ કૉપી સાથે વાહન ચલાવવું એ લાઇસન્સ વગર વાહન ચલાવવા બરાબર છે. આને કારણે તમને ભારે કાર/બાઇક ઇન્શ્યોરન્સ દંડ જે મોટર વાહન અધિનિયમ, 2019 હેઠળ કરવામાં આવેલ સુધારેલ મુજબ લાગુ પડે છે.  

માન્યતા સમાપ્ત થયા બાદ ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા શું છે?

ડ્રાઇવિંગ લાઇસન્સ ઑનલાઇન રિન્યુ કરવા માટે સમાપ્તિની તારીખથી એક મહિના પહેલાં પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયત્ન કરો. તમારા લાઇસન્સની સમાપ્તિ પછી ત્રીસ દિવસનો ગ્રેસ પીરિયડ ઉપલબ્ધ છે, પરંતુ તેને ઍડવાન્સમાં રિન્યુ કરાવવું હંમેશા વધુ સારું છે. મુંબઈના તમામ નિવાસીઓ માટે, તમે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ પ્રક્રિયાથી કેવી રીતે શરૂ કરી શકો છો તે અહીં જણાવેલ છે. અગાઉ વ્યક્તિએ તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ માટે RTOની મુલાકાત લેવી જરૂરી હતી. પરંતુ હવે તે સરળ અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા બની ગઈ છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સને ઑનલાઇન રિન્યુ કરાવી શકાય છે.   પગલું 1: પરિવહન સેવા વેબસાઇટ પર જાઓ.   પગલું 2: 'ઑનલાઇન સર્વિસ' ટૅબ હેઠળ, 'ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ' વિકલ્પ પસંદ કરો.   પગલું 3: ડ્રૉપ-ડાઉન મેનુમાંથી, રાજ્ય હેઠળ 'મહારાષ્ટ્ર' અને તમારા નિયુક્ત RTO પસંદ કરો.   પગલું 4: 'એપ્લાય ઑનલાઇન' વિકલ્પ હેઠળ, 'સર્વિસીસ ઓન ડ્રાઇવિંગ લાઇસન્સ' પસંદ કરો’. ઉપલબ્ધ વિવિધ સર્વિસ તમને અહીં જોવા મળશે. 'DL રિન્યુઅલ' વિકલ્પ પસંદ કરો.   પગલું 5: તમારી જન્મ તારીખ, ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો જેવી જરૂરી વિગતો દાખલ કરો. ગેટ DL ડિટેલ્સ બટન પર ક્લિક કરો. તે સિસ્ટમમાંથી તમારી વિગતો લાવીને દર્શાવશે, અને તમે યોગ્ય રાજ્ય અને RTO માં અરજી કરવા માટે આગળ વધી શકો છો. ત્યાર બાદ 'પ્રોસીડ' પર ક્લિક કરો’.   પગલું 6: અહીં, તમને તમારી હાલની વિગતોની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવી શકે છે. ઉપરાંત, તમારો મોબાઇલ નંબર અને આધારની વિગતો પણ અપડેટ કરી શકાય છે. કાળજીપૂર્વક સાચી માહિતી દાખલ કરો અને આગળ વધો.   પગલું 7: આગલા પેજ પર, તમે જે સર્વિસ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો. અહીં, આ કિસ્સામાં, લાઇસન્સનું રિપ્લેસમેન્ટ, ઍડ્રેસમાં ફેરફાર, નામમાં ફેરફાર અને અન્ય વિકલ્પોમાંથી 'DL રિન્યુઅલ' વિકલ્પ શોધો. N.B.: તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સબમિટ કરતાં જ, તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગુ પડતી હશે તે સર્વિસ જ તમને દર્શાવવામાં આવશે.  

ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ પ્રક્રિયા માટે કયા ફોર્મ અને ડૉક્યુમેન્ટ જરૂરી છે?

ઑનલાઇન સુવિધાઓને કારણે DL રિન્યુઅલ પ્રક્રિયા પણ સરળ બની ગઈ છે. આ ઓછા ડૉક્યુમેન્ટ અને ફોર્મની જરૂરિયાત પરથી જ જાણી શકાય છે. ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરતી વખતે તૈયાર હોવા જોઈએ તેવા ફોર્મ અને ડૉક્યુમેન્ટસની સૂચિ અહીં આપેલ છે.
  • માન્યતા સમાપ્ત થયેલ મૂળ ડ્રાઇવિંગ લાઇસન્સ.
  • પાસપોર્ટ સાઇઝના ફોટા.
  • યોગ્ય રીતે ભરેલ ફોર્મ 9. આ એપ્લિકેશન ફોર્મ છે જે સબમિટ કરવાનું રહેશે.
  • ફોર્મ 1 તમે વાહન ચલાવવા માટે ફિટ છો તે જાહેર કરતું ફોર્મ છે (પરિવહન વાહનોના કિસ્સામાં ફોર્મ 1A).
  • આધાર કાર્ડની કૉપી
  આ સરળ પ્રક્રિયા ધ્યાનમાં રાખો અને મુદત સમાપ્તિ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવું ભૂલશો નહીં. આ તમને દંડથી બચાવવાની સાથે સાથે, આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે તમારા રેકોર્ડ રોડ ટ્રાન્સપોર્ટ અધિકારીઓ પાસે અપડેટેડ રાખી શકો છો. જુઓ કાર ઇન્શ્યોરન્સ અને બાઇક ઇન્શ્યોરન્સ બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતા પ્લાન્સ અને આજે જ તમારા વાહનનો ઇન્શ્યોરન્સ મેળવો!  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 3 / 5. વોટની સંખ્યા: 2

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે