રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Classic Car Insurance
12 એપ્રિલ, 2021

વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ

જ્યારે તમે ઑટો વિશે ઉત્સાહી વ્યક્તિ વિશે વિચારો છો ત્યારે શું ધ્યાનમાં આવે છે? ઝડપી કાર, લાઉડ રિવિંગ એન્જિન, પરફોર્મન્સ સ્પેર્સ અને તેવી અન્ય બાબતો. આ નવા જમાનાના કાર પ્રેમીઓને આ પસંદ છે, પરંતુ પ્રથમ જનરેશનના કાર પ્રેમીઓ હજુ પણ આધુનિક કાર કરતાં વિન્ટેજ કારને પસંદ કરશે. પછી તે તેની સ્ટાઇલ માટે હોય કે તેની ગૌરવપૂર્ણ માલિકી માટે હોય. આ કાર નિઃશંકપણે આજના સમયમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ વિન્ટેજ કારોની જાળવણી કરવી સરળ નથી, અને માટે જ તે માત્ર થોડા જ વ્યક્તિઓ પાસે છે, 3000 વ્યક્તિઓ પાસે. સામાન્ય કારથી વિપરીત, જૂની વિન્ટેજ કાર એ જૂની વાઇન જેવી હોય છે. તે જેટલી જૂની, તેટલી તે વધુ મૂલ્યવાન બની જાય છે. આમ, આ કિંમતી સંપત્તિને સુરક્ષિત રાખવી ખૂબ જ આવશ્યક છે. તેનો જવાબ સરળ છે - તેનો ઇન્શ્યોરન્સ ખરીદો. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોઈપણ ફાઇનાન્શિયલ ખર્ચ માટે કવર કરવામાં મદદ કરશે જે ખર્ચ અન્યથા તમારે કરવો પડી શકે છે. વિન્ટેજ કાર હોવાથી, તેના સ્પેર અને રિપેરીંગનો ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે.   કારને વિન્ટેજ તરીકે વર્ગીકૃત કરવા માટેના માપદંડ શું છે? કોઈપણ કારને વિન્ટેજ તરીકે વર્ગીકૃત કરવા માટે, તે ભારતના વિન્ટેજ અને ક્લાસિક કાર ક્લબ (વીસીસીઆઇ) દ્વારા પ્રમાણિત થયેલ હોવી જરૂરી છે. ચાલો જૂની કારના પ્રકારો વિશે જાણીએ -   ક્લાસિક કાર: 1940 થી 1970ના દશકની વચ્ચે ઉત્પાદિત કારોને ક્લાસિક કાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વધારાની શરત એ છે કે આ વાહનોમાં ફેરફાર અથવા બદલાવ થયેલ હોવો જોઈએ નહીં, અને તેમની સ્થિતિ બને તેટલી મૂળ વાહન જેવી હોવી જોઈએ.   પ્રાચીન કારો: પ્રાચીન કાર એ વિન્ટેજ કાર તરીકે વર્ગીકૃત થવાની સૌથી વધુ નજીક હોય છે. આ કાર તે છે જેનું ઉત્પાદન 1930 અને 1940 ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કાર જેમ જૂની થતી જાય છે, તેમ તેમનો ઉપયોગ કરતાં રહેવું અને તેની મૂળ સ્થિતિમાં રાખવું જરૂરી છે. તેના માટે, એન્ટિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગી રહેશે. માત્ર નિયમિત મેઇન્ટેનન્સ ખર્ચ જ નહીં પરંતુ રિપેરીંગનો ખર્ચ, કે જેમાં દુર્લભ એવા રિપ્લેસમેન્ટ કરવા જરૂરી સ્પેરનો ખર્ચ એન્ટિક કાર ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરીને ઇન્શ્યોર કરી શકાય છે.   વિન્ટેજ કાર: દેશની સૌથી મૂલ્યવાન અને મોંઘી કાર વિન્ટેજ કાર છે. 1919 અને 1930 વચ્ચે બનેલી કોઈ પણ કાર એક વિન્ટેજ કાર છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે ફેરફારો થયેલ હોવા છતાં આ કારોના મૂલ્યાંકનમાં ફેર પડતો નથી. વિન્ટેજ કારને ફરતી રાખવાના તેમજ રિપેરીંગના ખર્ચ માટે વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરીને આર્થિક સહાય મેળવી શકાય છે.   કાર ઇન્શ્યોરન્સ તમારા વિન્ટેજ પ્રાઇડને જાળવવા માટે એક વન-સ્ટૉપ-સોલ્યુશન છે. ચાલો તમારી વિન્ટેજના પ્રીમિયમને અસર કરતા કેટલાક પરિબળો પર નજર કરીએ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી -   #1. કારના ઉત્પાદનને થયેલ સમય કાર કેટલી જૂની છે તેના આધારે તમારી વિન્ટેજ અથવા ક્લાસિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ નિર્ધારિત કરવામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. કાર જેટલી જૂની, તેટલું વધુ છે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. રજીસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ દ્વારા ઉત્પાદનનું વર્ષ જાણી શકાય છે અને તેના આધારે ઇન્શ્યોરન્સ કંપની તેનું પ્રીમિયમ નિર્ધારિત કરે છે.   #2. તમારી કારનું વર્તમાન મૂલ્યાંકન સ્ટાન્ડર્ડ પૉલિસીથી વિપરીત, વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ પ્લાનમાં તમારી કારનું મૂલ્ય નિર્ધારિત કરવા માટે અલગ પદ્ધતિ છે. કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ એક સર્વેક્ષકની નિમણૂક કરે છે જે મૂલ્યાંકનનું કાર્ય કરે છે. કેટલાક કિસ્સાઓમાં, ઇન્શ્યોરર ભારતના વિન્ટેજ અને ક્લાસિક કાર ક્લબ દ્વારા પ્રદાન કરેલ મૂલ્યાંકનને પણ સ્વીકારે છે.   #3. રિપેરીંગનો ભવિષ્યમાં શક્ય ખર્ચ આ તમારી વિન્ટેજ કાર માટે સૌથી નોંધપાત્ર ખર્ચ છે. સમયની અસરથી પર એવા આ એન્જિનિયરિંગ માર્વલ માટે વિન્ટેજ કારના રિપેરીંગ માટે માત્ર નિષ્ણાત હોય તેવા તાલીમબદ્ધ વ્યાવસાયિકોની જરૂર છે. ઉપરાંત, સ્પેરની કિંમત અસાધારણ રીતે વધુ હોય છે અને કેટલીક કારમાં, કન્ઝ્યુમેબલ સ્પેરને વારંવાર બદલવાની જરૂર પડે છે. ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં રાખતાં, સૌથી સસ્તું ક્લાસિક કાર ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવતી નથી. તેના બદલે, તમારી ચોક્કસ જરૂરિયાતો માટે પર્યાપ્ત કવરેજ કઈ વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરવામાં આવે છે તે અંગે એક સંપૂર્ણ સંશોધન કરો.   #4 કાર દ્વારા કાપવામાં આવેલ કુલ અંતર અંતે, ઇન્શ્યોરન્સ કંપની દરેક રિન્યુઅલ સમયે કાર કેટલા કિલોમીટર ચાલેલ છે તે જુએ છે. જો તમારી પાસે વર્ષોથી એક જ ક્લાસિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી રહેલી છે, તો તે તેમના આંતરિક રેકોર્ડમાંથી મળી શકે છે. આ આંકડા જરૂરી છે, કારણ કે કાર જેટલી વધુ ચાલી હશે તેટલો તેને સારી સ્થિતિમાં જાળવવા માટે થયેલ ખર્ચ વધુ હશે. આ કારોને, તેનું એન્જિન કાર્યરત અને ચાલતું રાખવા માટે એક ચોક્કસ અંતર કાપેલ હોવું જરૂરી છે. આખરે, હેરિટેજ એન્જિનિયરિંગ માર્વલ જાળવવું સરળ નથી. તેના સ્પેર, કારીગર અને તેને ચાલતી રાખવા માટે તેમાં સમર્પણ અને ભારે આર્થિક સહાયની જરૂર પડે છે. કારની જાળવણી કરવા અને દાયકાઓ સુધી તેને ફરતી રાખવા માટે એક માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી તથા નિયમિત કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ઉપયોગી નિવડે છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે