પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
31 માર્ચ 2021
45 Viewed
જ્યારે કારને એક લક્ઝરી વાહન ગણવામાં આવતું હતું એ દિવસો હવે ભૂતકાળ બની ગયા. આજકાલ લગભગ દરેક ઘરદીઠ એક કાર હોય છે. આપણા શહેરો દૂર દૂર સુધી વિસ્તરેલા છે, અને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરવી એ થકવી નાંખતું કાર્ય છે. આ સ્થિતિમાં કાર ખરીદવાથી તમારા જીવનમાં સુગમતા રહે છે. કાર શરૂ કરો, આરામથી મુસાફરી કરો અને મુસાફરીનો આનંદ માણો! ફાઇનાન્સના સરળ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી કાર ખરીદવી વધુ સરળ બની ગઈ છે. તેથી તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ડ્રીમ કાર ખરીદવી આસાન છે. કાર ખરીદવાની સાથે તમારે રજિસ્ટ્રેશન અને માન્ય ઇન્શ્યોરન્સ કૉપી જેવી કેટલીક અન્ય જરૂરી બાબતોનું પાલન કરવું જરૂરી છે. મોટર વાહન અધિનિયમ, 2019 અનુસાર દેશમાં નોંધાયેલ દરેક વાહનની ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટની માન્ય કૉપી હોવી ફરજિયાત છે. જો કે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવર એ ન્યૂનતમ જરૂરિયાત છે, પરંતુ તમારી અને તમારી કારની વધુ સુરક્ષા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર ખરીદવું વધુ તર્કસંગત છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી વડે તમે પોતાને તેમજ અન્યને થયેલ કોઈપણ અનપેક્ષિત નુકસાન અથવા ઈજાઓ સામે સુરક્ષિત રહી શકો છો. કોમ્પ્રિહેન્સિવ કવરનો ઉપયોગ કરીને તમે હંમેશા તમારી કારને તેની મૂળ સ્થિતિમાં જાળવી શકો છો. આવું એક નિફ્ટી કવર જે તમે પસંદ કરી શકો છો તે છે રિટર્ન ટુ ઇનવૉઇસ અથવા આરટીઆઇ કવર.
આઇડીવી અથવા ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ એ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ઇન્શ્યોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી મહત્તમ રકમ છે. તે વાહનના બજાર મૂલ્યની સૌથી નજીકની અંદાજિત રકમ છે. પરંતુ આઇડીવી જાહેર કરતી વખતે, તેનું સાચું બજાર મૂલ્ય પર મેળવવા માટે ડેપ્રિશિયેશનની ગણતરી કરવામાં આવે છે. આમ તમારા વાહનની મૂળ ખરીદ કિંમત અને તેના વર્તમાન બજાર મૂલ્યમાં ફેર હોય છે. આ અંતર દૂર કરવા રિટર્ન ટુ ઇનવૉઇસ કવરનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી કારની ખરીદી માટે તમે જે ખર્ચ કરો છો તે ચોરીના કિસ્સામાં અથવા તમારી કારના કન્સ્ટ્રક્ટિવ ટોટલ લૉસના કિસ્સામાં આરટીઆઇ કાર ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરીને ભરપાઈ કરી શકાય છે. ખર્ચમાં રોડ ટૅક્સનો પણ સમાવેશ થાય છે! જ્યારે તમારી કાર ન હોય ત્યારે એકમાત્ર સારી બાબત આ છે.
આરટીઆઇ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી લાગુ કરવાની શરતો વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે અલગ અલગ હોય છે. કેટલાક ઇન્શ્યોરર ત્રણ વર્ષથી વધુ જૂની ન હોય તેવી કાર માટે રિટર્ન ટુ ઇનવૉઇસ કવર ઑફર કરે છે જ્યારે અન્ય કેટલાક પાંચ વર્ષ જૂની કાર માટે.
રિટર્ન ટુ ઇનવૉઇસ ઍડ-ઑન સામાન્ય રીતે તે લોકો દ્વારા ખરીદવામાં આવે છે જેઓ ખરેખર તેમની કાર સૌથી લાંબા સમય સુધી નુકસાન રહિત રહે તે સુનિશ્ચિત કરવા માંગે છે. આમ આ વ્યક્તિઓ રિટર્ન ટુ ઇનવૉઇસ ઍડ-ઓન સાથેની કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું પસંદ કરે છે. અહીં કેટલાક મુદ્દાઓ છે જેને તમારે યાદ રાખવા જરૂરી છે -
આ ઍડ-ઑન તમારી બેઝ પૉલિસીના ખર્ચના એક ભાગ જેટલા ખર્ચે લઈ શકાય છે, અને જો તમારી કારને સંપૂર્ણ નુકસાન થાય છે તો તમને આર્થિક રીતે કવર કરવામાં આવે છે. તેની સાથે, ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ વધુ કવરેજ મળે છે, જેની સાથે જો અન્ય યોગ્ય ઍડ-ઑન્સ પણ હોય ત્યારે તેને વધુ સંપૂર્ણ કવર બનાવે છે. સુનિશ્ચિત કરો કે તમે સર્વાંગી સુરક્ષા કરવા માટે યોગ્ય ઍડ-ઑન પસંદ કરો અને તેના માટે ખરીદો તમારો વાહન ઇન્શ્યોરન્સ પ્લાન.
GST waiver makes retail individual health, PA and travel insurance including family floater policies 18% cheaper from 22nd September 2025. Secure your health at an affordable price