રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Liability Insurance Coverage
23 નવેમ્બર, 2020

લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજ અને લાયબિલિટી કવરેજના પ્રકારો

દરેક બિઝનેસ એક અસ્થિર વાતાવરણમાં કાર્ય કરી રહ્યો છે. તમારી કંપનીનું કદ ગમે તેટલું મોટું હોય કે નાનું, પરંતુ જોખમો હંમેશા હાજર હોય છે. આ બિઝનેસ રિસ્ક વિવિધ પ્રકારના હોઇ શકે છે, જેમ કે ગ્રાહકો અથવા કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ દાવા તેમજ સ્પર્ધાના જોખમ. પ્રત્યેક બિઝનેસને અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે, તેથી ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવું આવશ્યક છે. લાયબિલિટી ઇન્શ્યોરન્સ એ એક એવી પૉલિસી છે જે આ અણધાર્યા બિઝનેસ જોખમો સામે સુરક્ષિત રહેવામાં મદદ કરે છે.   તો લાયબિલિટી ઇન્શ્યોરન્સ એટલે શું?   A લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્લાન વ્યવસાયિક એકમ સામે વિવિધ હિસ્સેદારો દ્વારા દાખલ કરવામાં આવેલા દાવાઓ સામે સુરક્ષા પૂરી પાડે છે. લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજમાં કાનૂની ખર્ચ તેમજ વ્યવસાયિક એકમ દ્વારા ચૂકવવાપાત્ર કોઈપણ વળતરનો સમાવેશ થાય છે. આ રકમ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વીમાકૃત રકમને આધિન હોય છે. ધ્યાનમાં રાખો, કે કોઈપણ ઇરાદાપૂર્વક કરવામાં આવેલ નુકસાન અથવા કોન્ટ્રાક્ટની જવાબદારીઓ લાયબિલિટી ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી નથી.   લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજનો વ્યાપ કેટલો છે?   કોઈપણ વ્યક્તિ, કે જેમને કોઈપણ થર્ડ પાર્ટી દ્વારા જવાબદાર ઠેરવવામાં આવી શકે છે, તે લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકે છે. તે માત્ર વ્યવસાયિક સંસ્થાના કિસ્સામાં જ નહીં પરંતુ વ્યવસાયિકો માટે પણ છે. તેથી કોઈપણ વ્યક્તિ કે જેની પર નુકસાન અથવા કોઈપણ ઈજા માટે દાવો કરવામાં આવી શકે છે, તેમણે લાયબિલિટી કવર ખરીદવું આવશ્યક છે. કોઈ પ્રોડક્શન એકમ તેમની પ્રૉડક્ટ્સને કારણે ગ્રાહકો અને અન્ય હિસ્સેદારો તરફ ઉદ્ભવતી જવાબદારીઓ સામે ઇન્શ્યોરન્સ આપવા માટે પ્રૉડક્ટ લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. ઉપરાંત, પબ્લિક લાયબિલિટી કવર એ કંપની સામે કોઈપણ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવેલા ક્લેઇને કારણે ઉદ્ભવતી જવાબદારીઓ સામે રક્ષણ આપે છે. ચાલો, ઉપલબ્ધ લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજ વિશે જાણીએ:  

કમર્શિયલ જનરલ લાયબિલિટી કવર

એક કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્લાન એ ઇન્શ્યોર્ડ વ્યક્તિના પરિસરમાં થયેલ કોઈપણ ઈજા અથવા મિલકતને થયેલ નુકસાનને કારણે કરવામાં આવેલ ક્લેઇમ સામે બિઝનેસને સુરક્ષિત કરે છે. તે એન્ટિટીની કામગીરીની સાથે સાથે તેની પ્રૉડક્ટ માટેની લાયબિલિટી માટે પણ કવર પ્રદાન કરે છે. તે ઉપરાંત, જાહેરાતને કારણે થયેલ કોઈપણ નુકસાન તેમજ વ્યક્તિગત ઈજાને તમારા કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે.  

ડાયરેક્ટર્સ એન્ડ ઑફિસર્સ લાયબિલિટી કવર

સંસ્થાના મુખ્ય વ્યક્તિઓની ઉદ્ભવતી કોઈપણ જવાબદારી આ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ જેવા જવાબદારી ધરાવતા વ્યક્તિઓ સંસ્થાનો ચહેરો છે, અને આવા વ્યક્તિઓ સામે ફાઇલ કરવામાં આવતા કોઈપણ ક્લેઇમને ડાયરેક્ટર્સ એન્ડ ઑફિસર્સ લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરનો ઉપયોગ કરીને ઇન્શ્યોર કરી શકાય છે. સપ્લાય ચેઇનમાં સામાન્ય રીતે કર્મચારીઓ, સપ્લાયર્સ, સ્પર્ધકો, નિયમનકારો, ગ્રાહકો અને અન્ય હિસ્સેદારો દ્વારા ફરિયાદો દાખલ કરવામાં આવતી હોય છે.  

પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ

કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જે તેમના ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે છે, તેમની પર વ્યાવસાયિક ગેરવર્તણૂક બદલ દાવો કરી શકાય છે. આવા સમયે, પ્રોફેશનલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ દ્વારા આવી બેદરકારી સામે સુરક્ષા પ્રદાન કરતું ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ કવરેજ સુરક્ષા પૂરી પાડી શકે છે. આની ભલામણ એવા વ્યાવસાયિકોને કરવામાં આવે છે કે જેમની સલાહ અનુસાર ગ્રાહકો તેમનું પગલું ભરે છે.  

ઍમ્પ્લોયર લાયબિલિટી ઇન્શ્યોરન્સ

કર્મચારીને તેના કાર્યકાળ દરમિયાન થતી કોઈ પણ ઇજા કે નુકસાનને કારણે સંસ્થાને ઉદ્ભવતી જવાબદારીને ઍમ્પ્લોયર લાયબિલિટી ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. આવી જવાબદારીઓ નિભાવવા માટે ઇન્શ્યોરન્સ કવર જાળવવા માટે કાયદાકીય નિયમો છે.  

ક્લિનિકલ ટ્રાયલ્સ ઇન્શ્યોરન્સ

નવી અને આધુનિક પ્રોડક્ટની શોધ માટે ક્લિનિકલ ટ્રાયલ્સ જરૂરી છે. સામાન્ય રીતે તેનો સૌથી વધુ ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં થાય છે, પરંતુ ટ્રાયલના સહભાગીઓ દ્વારા કરવામાં આવતા દાવાઓથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષિત રહેવા માટે ફૂડ, કોસ્મેટિક અને હેલ્થકેર સેક્ટરમાં પણ તે જરૂરી છે.  

ટ્રેડ ક્રેડિટ ઇન્શ્યોરન્સ

એક પ્રકારનો લાયબિલિટી ઇન્શ્યોરન્સ, જેમાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ તેમના લેણાં કે મળવાપાત્ર રકમને સુરક્ષિત કરી શકે છે. તેથી વ્યવસાયિક વાતાવરણમાં સહજ હોય તેવા વિવિધ વ્યવસાયિક જોખમો સામે રક્ષણ આપતું અને તમારે માટે યોગ્ય હોય તેવું કમર્શિયલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે