રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How Music Influences Your Mind, Body And Soul
23 નવેમ્બર, 2021

સંગીત રૂઝવવાનું કામ કરે છે: સંગીત મન, શરીર અને આત્માને કેવી રીતે સ્વસ્થ કરે છે?

જે સમયે મનુષ્યને ખ્યાલ આવ્યો કે બે સ્ટિકને એકસાથે અથડાવવાથી આકર્ષક ધૂન બનાવી શકાય છે, તે સમયથી સંગીત અસ્તિત્વમાં છે. સંગીત આપણા આત્માને જાગ્રત કરી શકે છે, આપણામાં ખુશી, કરુણા અને પ્રેમની ભાવનાઓને પ્રોત્સાહિત કરી શકે છે. સંગીત કોઈપણ સામાજિક સમૂહનો એક અભિન્ન ભાગ છે. તે આપણા મનને પણ શાંતિ પહોંચાડે છે, જેનો હવે થેરેપીના સ્વરૂપે પણ ઉપયોગ થાય છે.

વીસમી શતાબ્દીના મધ્યમાં, સંગીત એ ઉપચારની એક શાખા તરીકે ઊભર્યું હતું અને લોકોની સુખાકારી માટે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો વિકાસ એ આપણા મગજનું સંરચના અને કાર્ય કેવી રીતે કરી શકે છે, આપણા મૂડમાં સુધારો કરી અને આપણા ભાવનાઓને ઉત્તેજિત કરી શકે છે તેના પર એક નવી રોશની લાવી છે.

સંગીત આપણાં મગજને ઍક્ટિવેટ કરે છે

સંગીત વગાડતાં શીખવાથી તે મગજની રચનામાં એવો ફેરફાર કરે છે કે જેથી તે વધુ સક્રિય અને મજબૂત બને છે. અભ્યાસો દર્શાવે છે કે આનંદદાયક સંગીત સાંભળતા લોકોની માહિતીને પ્રોસેસ કરવાની ઝડપ, વિચારશક્તિ, રચનાત્મક શક્તિ, મનની એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે.

સંગીત તણાવ સંબંધિત હૉર્મોન્સને નિયંત્રિત કરે છે

એનેસ્થેશિયોલોજિસ્ટના અહેવાલ અનુસાર, મન હળવું કરે તેવું સંગીત સાંભળવાથી રુધિરમાં તણાવના હાર્મોન્સનું પ્રમાણ ઓછું થાય છે અને કેટલાક કિસ્સાઓમાં દવા તરીકે પણ કાર્ય કરે છે.

સંગીત રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે

સંગીત સાંભળવાથી તમે ખુશમિજાજી રહી શકો છો, જે સરવાળે તમને વિશેષ શારીરિક પરિવર્તનો તરફ દોરી જાય છે જેના કારણે તણાવમાં ઘટાડો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

સંગીતને કારણે પ્રોડક્ટિવિટીમાં વૃદ્ધિ થાય છે

કામ કરતા સમયે આપણું ધ્યાન બીજે દોરતા અસંખ્ય પરિબળો હોય છે. સંગીત આપણને ફરી પાછા કામ તરફ વળવામાં મદદ કરે છે. એક અભ્યાસ અનુસાર જેઓ સંગીત સાંભળતા હતા તેઓ તેમના કાર્યોને વધુ ઝડપથી પૂર્ણ કરી શક્યા હતા અને જેઓએ સંગીત નહોતું સાંભળ્યું તેમના કરતાં વધુ સારા વિચારો રજૂ કર્યા હતા.

સંગીત યાદશક્તિ અને લર્નિંગને મજબૂત બનાવે છે

સંગીતમાં લોકોને વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાની શક્તિ છે. તે વ્યક્તિની સ્પેલિંગ અને કવિતા યાદ રાખવાની ક્ષમતામાં વૃદ્ધિ કરી શકે છે. શાળામાં સંગીત કાર્યક્રમમાં ભાગ લેવાથી શીખવાની ક્ષમતા, પ્રેરણા અને વર્તન પર સકારાત્મક અસરો થતી હોવાનું જોવા મળેલ છે.

સંગીત દર્દ ઓછું કરે છે

જોકે સંગીત શા માટે દર્દ ઓછું કરી શકે છે તે સ્પષ્ટ નથી, પરંતુ શરીરમાં ડોપામાઇનના રિલીઝ પર સંગીતની અસર નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. એક અભ્યાસ દર્શાવે છે કે જે દર્દીઓએ તેમની કરોડરજ્જુની સર્જરી પહેલાં સંગીત સાંભળ્યું હતું તેઓને, જેમણે સંગીત સાંભળ્યું ન હતું તેમના કરતાં ઓછા દર્દનો અનુભવ થયો હતો.

સંગીતને કારણે ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે

તણાવ અને ચિંતા એ ઊંઘ પર અસર કરતાં મુખ્ય પરિબળો છે. સંગીત તેમને ઘટાડવામાં અદ્ભુત કાર્ય કરે છે. સંશોધન દર્શાવે છે કે સંગીત સાંભળવાથી ઊંઘ વધુ આરામદાયક બને છે અને ઊંઘની પેટર્નમાં સુધારો થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે અનિદ્રાની સારવારમાં મદદ કરી શકે છે.

હવે તમારી વારી

કેટલાક સારા સંગીતની મજા લો અને આ વર્લ્ડ મ્યુઝિક ડે પર તમારા શરીર, મન અને આત્મા પર અદ્ભુત અસરોનો આનંદ માણો!

શોધો મેડિકલ ઇન્શ્યોરન્સ બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી પૉલિસીઓ અને તમારા તેમજ તમારા પ્રિયજનોને સુરક્ષિત કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • જૉની - 3 મે 2019, બપોરે 1:07 કલાકે

    મને ફૉક બેન્ડ્સ પસંદ છે! મને ખરેખર પસંદ છે! અને હા, તેનાથી મારા મનને ઘણો આરામ મળે છે.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે