સરકારી વીમા યોજના શું છે?
સરકારી વીમાં યોજના એ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત એક ઇન્શ્યોરન્સ પૉલિસી / યોજના છે. આવી યોજનાઓનો ઉદ્દેશ અને હેતુ સમાજના વિવિધ વર્ગોના તમામ લોકોને વ્યાજબી ઇન્શ્યોરન્સ પ્રદાન કરવાનો છે. ભારતની વર્તમાન અને ભૂતકાળની સરકારો દ્વારા સમાજના સામાજિક અને સામૂહિક કલ્યાણ માટે સમયાંતરે વિવિધ ઇન્શ્યોરન્સ યોજનાઓની રજૂઆત દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. આ વીમા યોજનાઓ ઓછા વિશેષાધિકારો ધરાવતા અથવા તેનાથી વંચિત લોકો તેમજ અન્ય સામાન્ય લોકોની કાળજી લેવા માટે છે. આ યોજનામાં પ્રીમિયમ વિવિધ યોજનાઓ અને નોંધણીના આધારે સંપૂર્ણ ચૂકવેલ, આંશિક ચૂકવેલ તથા નિ:શુલ્ક હોય છે.
ભારતમાં સરકાર દ્વારા પ્રાયોજિત વિવિધ વીમા યોજનાઓ
1) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના -
આ યોજના ભારતના લોકોને ₹2 લાખનું લાઇફ કવર પ્રદાન કરે છે. 18 થી 50 વર્ષની ઉંમરના અને બેંક એકાઉન્ટ ધરાવતા લોકો વાર્ષિક ₹330/- ના પ્રીમિયમ પર આ યોજનાના લાભો મેળવી શકે છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી પ્રીમિયમ ઑટોમેટિક રીતે ડેબિટ થઈ જાય છે.
2) પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના -
ઑફર
એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ ભારતના લોકોને. 18 થી 70 વર્ષની ઉંમરના અને બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ
પીએમએસબીવાય સ્કીમ આંશિક વિકલાંગતા માટે ₹1 લાખનું વાર્ષિક કવર અને ₹12 ના પ્રીમિયમ માટે કુલ વિકલાંગતા/મૃત્યુ માટે ₹2 લાખનું કવર પ્રદાન કરે છે. પ્રીમિયમ ઇંશ્યોર્ડ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી ઑટોમેટિક રીતે ડેબિટ થઈ જાય છે.
3) પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાઇફ કવર -
પ્રધાનમંત્રી જન ધન યોજના બેંક એકાઉન્ટની સાથે 1 લાખનું અકસ્માત ઇન્શ્યોરન્સ કવર અને ₹30,000/- નું લાઇફ કવર સમાવિષ્ટ છે.
4) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના -
આ યોજના પાકની નિષ્ફળતા સામે વ્યાપક ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે, જેને કારણે ખેડૂતોની આવક સ્થિર રહી શકે છે
પીએમએફબીવાય ખાદ્ય અને તેલીબિયાંના તમામ પાક અને વાર્ષિક વાણિજ્યિક/બાગાયતી પાકોને આવરી લે છે.
5) પ્રધાનમંત્રી વય વંદના યોજના -
60 અને તેનાથી વધુ ઉંમરના નાગરિકોના લાભ માટે, વિકલ્પ ધારકોને આ હેઠળ 8% નું સુનિશ્ચિત ગેરંટી રિટર્ન મળશે
6) હવામાન આધારિત પુનર્ગઠિત પાક વીમા યોજના (આરડબલ્યુબીસીઆઈએસ) -
હવામાન આધારિત પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય વરસાદ, તાપમાન, પવન, ભેજ વગેરેને લગતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના પરિણામે અપેક્ષિત પાકના નુકસાનને કારણે આર્થિક નુકસાનની સંભાવના સામે વીમાકૃત ખેડૂતોની મુશ્કેલીઓને ઘટાડવાનો છે.
7) વરિષ્ઠ પેન્શન બીમા યોજના -
60 અને તેનાથી વધુ ઉંમરના નાગરિકોના લાભ માટે, વિકલ્પ ધારકોને 9% નું સુનિશ્ચિત ગેરંટી રિટર્ન આપવામાં આવશે. આ વિષે વધુ વાંચો
વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ.
સરકારના ઉદ્દેશ્ય સાથે સંકળાયેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ સમાજની ભલાઈ અને કલ્યાણ સમજે છે અને તેને જાળવવાનો પ્રયત્ન કરે છે. આ જ કારણ છે કે, ઉપરોક્ત સરકાર પ્રાયોજિત યોજનાઓ હેઠળના 75% ક્લેઇમ વીમા કંપનીઓ દ્વારા સ્વીકારીને ચૂકવવામાં આવે છે, તેમ જોઈ શકાય છે. જો કે, સરકારના સાચા અને પ્રામાણિક ઈરાદા, એટલે કે સમાજ, સમુદાય અને મોટાભાગે જાહેર જનતાના સામાજિક અને સામૂહિક કલ્યાણનો કેટલાક લોકો દ્વારા ખોટો લાભ લેવામાં આવી રહ્યો છે, જેઓ સરકારી યોજના અને સંકળાયેલ વીમા કંપનીઓને છેતરવા અને નકલી વીમા ક્લેઇમ માટે માટે તકની રાહ જોઈ રહ્યા હોય છે. ઉપલબ્ધ ડેટા અનુસાર જાણીને આશ્ચર્ય થશે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા 30% થી વધુ જીવન વીમા ક્લેઇમ યોજનામાં જોડાયાના પ્રથમ 30 દિવસોમાં જ કરવામાં આવ્યા હતા
[1].
પ્રધાનમંત્રી જન ધન યોજનાને સમર્થન આપતાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ પહેલેથી જ સૂચિત કર્યું હતું કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટ છેતરપિંડી માટે "ખૂબ જ સંવેદનશીલ" છે અને બેંકોને આવી પ્રવૃત્તિઓ સામે સાવચેત રહેવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના એકંદરે સારા હેતુનો થોડા લોકો દ્વારા ગેરલાભ લેવામાં આવે છે અને તેથી જ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેઇમની ચકાસણી કરવામાં આવે છે, જેને કારણે ક્લેઇમ સેટલમેન્ટમાં વિલંબ માટે ઇન્શ્યોરન્સ કંપનીઓને દોષિત માનવામાં આવી રહી છે, જયારે તાજેતરમાં આપણાં નાણાંમંત્રીએ સાત દિવસની અંદર ક્લેઇમને સેટલ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના પર અમે કામ કરી રહ્યા છીએ. દરમિયાન, આ યોજના ગ્રામીણ ભારતની મોટી વસ્તીને આવરી લે છે અને ગ્રામીણ ભારતની 65% વસ્તી મોટા પ્રમાણમાં વિવિધતા અને વિસ્તૃત ભૌગોલિક પ્રદેશ અને અનન્ય પડકારો સાથે રહે છે, અમે સરકારના સામાજિક ભલાઈ અને કલ્યાણના હેતુને એક એવી સિસ્ટમમાં અમલમાં મૂકવાનો માર્ગ શોધી રહ્યા છીએ જેમાં, માત્ર ઉચિત, લાયક અને જરૂરિયાતમંદ લોકોને તેમના કલ્યાણ માટે સેવા આપી શકાય.
જવાબ આપો