રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
24 ઑક્ટોબર, 2019

ભારતમાં બજાજ આલિયાન્ઝની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઍડ-ઑન્સ મેળવો

તમે હંમેશા તમારા માટે તે ચમકદાર, તદ્દન નવી કાર ખરીદવાનું સપનું જોયું છે! છેવટે, તે તમારી છે અને તમે તેને ડ્રાઇવ માટે લઈ જવા માંગો છો. કાર ઇન્શ્યોરન્સ ભૂલશો નહીં! તમે તમારું સપનાનું મશીન ખરીદ્યા પછી, તે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે તમારે ખરીદવાની જરૂર છે. કેટલાક એડ-ઑન્સ પણ છે જેને તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે. ચાલો આને વધુ સમજવા માટે નીચેના ઉદાહરણને જોઈએ: પૂર્ણેશ ભટ્ટાચાર્ય મુંબઈમાં રહે છે જે પૂરની સંભાવના ધરાવતો વિસ્તાર છે. તેણે ચોમાસાની ઋતુમાં તેની નવી કાર ખરીદી હતી અને તેના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે તેની કારનું એન્જિન બગડી ગયું હતું. સદનસીબે તેની પાસે એન્જિન પ્રોટેક્ટરનું એક ઍડ-ઑન કવર હતું જે પાણીનો ભરાવો, તેલનું લીકેજ વગેરેને કારણે તમારી કારના એન્જિનને થતાં કોઈપણ નુકસાનને કવર કરે છે. કૃપા કરીને નોંધ કરો, આવા નુકસાનો ઉત્પાદકના વોરંટીના સમયગાળા હેઠળ કવર કરવામાં આવતા નથી અને આ કિસ્સામાં ઍડ-ઑન્સ મદદ કરે છે. ઉપરોક્ત ઉદાહરણને ધ્યાનમાં રાખતા, આ દિવસોમાં ભારતમાં કાર ઇન્શ્યોરન્સ મેળવવો જ પર્યાપ્ત નથી, તમારે કારની વ્યાપક સુરક્ષા માટે ઍડ-ઑન કવર પણ મેળવવાની જરૂર છે. તમારા માટે ઉપયોગી હોઈ શકે તેવા ઍડ-ઑન કવર વિશે જાણવા માટે આ વાંચો. 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ: વાહન ખરાબ થવાના અથવા અકસ્માતના કિસ્સામાં, રોડસાઇડ સહાય નજીકના સર્વિસ સેન્ટર અથવા ઑપરેટિંગ ગેરેજ પર ટોઇંગ ઑફર કરશે. આ સાથે, તે નુકસાન થયેલા વાહનને સર્વિસ સેન્ટર પર ટોઇંગ કરવામાં શામેલ લેબર શુલ્કને પણ કવર કરે છે. ટોઇંગની સાથે, 24x7 રોડ સહાય નાની રિપેરિંગ સેવાઓ માટે વ્યવસ્થા કરશે જે તમારી કારને ચાલુ રાખવા માટે સ્થળ પર જ હાથ ધરવામાં આવી શકે છે. જો તમે રસ્તા પર હોવ ત્યારે જો તમારી કારમાંથી હવા નીકળી જાય, તો ઍડ-ઑન કવર રિપેરની વ્યવસ્થા કરવામાં મદદ કરશે. જો તમારી કાર બૅટરી ઉતરી જવાને કારણે બગડી જાય છે, તો ઇન્શ્યોરર કારની બૅટરી માટે જમ્પ સ્ટાર્ટની વ્યવસ્થા કરશે. ઝીરો ડેપ્રિશિયેશન: એક ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કવર કોઈપણ કાર માટે યોગ્ય હોવા સાથે, તે મોંઘી કારો માટે ખૂબ જ જરૂરી છે. તેમાં તમને અકસ્માત પછી બદલવામાં આવેલ ઑટો પાર્ટ્સના ડેપ્રિશિયેશન માટે કોઈપણ કપાત વિના સંપૂર્ણ ક્લેઇમ પ્રાપ્ત કરવાનો લાભ મળે છે. આ એક સંપૂર્ણ સેટલમેન્ટ કવરેજ છે, જે ડેપ્રિશિયેટેડ પાર્ટ્સ માટે કંઈપણ શુલ્ક વસૂલ કરતું નથી. એક નિયમિત કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં, કારની વેલ્યૂના આધારે ક્લેઇમની રકમની ગણતરી કરવામાં આવે છે, જેમાં ડેપ્રિશિયેશનનો સમાવેશ થાય છે. ઘણા કાર માલિકો એક જ પૉલિસીમાંથી મહત્તમ લાભો મેળવવા માટે આ કવર પસંદ કરી રહ્યા છે. એન્જિન પ્રોટેક્ટર: ઉપરના ઉદાહરણમાં જણાવ્યા મુજબ, એન્જિનને મોટેભાગે વાહનના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરીકે વર્ણવવામાં આવે છે. સામાન્ય રીતે, એન્જિનને થતા નુકસાનને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી. તમારા વાહનના એન્જિનને પૂર, પરિણામી નુકસાન વગેરેને કારણે થતાં નુકસાન સામે એન્જિન પ્રોટેક્ટર ઍડ-ઑન સાથે ઇન્શ્યોર કરવામાં આવશે. કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર: જો તમારી ચાવી ખોવાઈ જાય, તો તે પૉલિસીમાં ઉલ્લેખિત સમ ઇન્શ્યોર્ડ સુધી પૉલિસી સમયગાળામાં માત્ર એક જ વાર કવર કરવામાં આવશે અને એફઆઇઆર ફરજિયાત છે. કપાત અને મૂલ્યાંકન માટે નિયમો અને શરતો લાગુ છે. એક્સિડન્ટ શીલ્ડ: અકસ્માતને કારણે તમારી કારને ભૌતિક નુકસાન થાય છે. તેના કારણે તમે ભાવનાત્મક રીતે દુઃખી થઈ શકો છો. અને કેટલીકવાર, તેના કરતાં વધુ - તેના કારણે તમને, તમારા ડ્રાઇવર, તમારી સાથે કારમાં મુસાફરી કરતા અન્ય વ્યક્તિ અથવા તમારા પરિવાર અને મિત્રોને પણ ઈજાઓ થઈ શકે છે. પરંતુ તમે તમારા કાર ઇન્શ્યોરન્સમાં એક્સિડન્ટ શિલ્ડ કવર ઉમેરીને આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી, ઓછામાં ઓછું ફાઇનાન્શિયલ રીતે, પોતાને સુરક્ષિત કરી શકો છો. કન્ઝ્યુમેબલ્સ એકસ્પેન્સ કવર: જો તમારી કારનો અકસ્માત થાય છે તો, જો તમે નટ્સ અને બોલ્ટ્સ, સ્ક્રીન વૉશર્સ, એન્જિન ઑઇલ, બેરિંગ્સ વગેરે પર ખર્ચ કરેલા પૈસા માટે વળતર મેળવવા માંગતા હોવ તો તમે આ ઍડ-ઑન ખરીદી શકો છો. ઇન્શ્યોરર તમને આવા કન્ઝ્યુમેબલ્સની વેલ્યૂ માટે ચુકવણી કરશે, જે અન્યથા સ્ટાન્ડર્ડ મોટર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમની રકમમાંથી બાકાત છે. તેથી જો તમે તમારી ડ્રીમ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ અથવા ખરીદી લીધી હોય, તો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું ભૂલશો નહીં, જે તમને 24x7 સહાયતા, સરળ ક્લેઇમ પ્રક્રિયા અને ઍડ-ઑન કવર મેળવવાનો વિકલ્પ આપે. બજાજ આલિયાન્ઝ એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે જે તમને તમામ લાભો આપશે અને તમને અને તમારી કારને પણ સુરક્ષિત રાખશે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવો! *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે