રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
ABHA Card
જાન્યુઆરી 11, 2024

સુખાકારીની કૂંચી: ક્રાંતિકારી આભા કાર્ડ અને તેના છ પરિવર્તનશીલ લાભોની જાણકારી

  પ્રસ્તુત છે આભા કાર્ડ - સ્વસ્થ, સુખી જીવન માટેનું તમારું પ્રવેશદ્વાર! ભારત સરકારની દૂરદૃષ્ટિ સાથે તૈયાર કરવામાં આવેલ, આભા અથવા આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ, એ તમારા માટે સુલભ અને વાજબી હેલ્થકેર સર્વિસ મેળવવાનું માસ્ટર કાર્ડ છે.

આભા કાર્ડના લાભો

ચાલો, આભાની જાદુઈ દુનિયામાં પ્રવેશ કરીએ અને તેના અવિશ્વસનીય લાભો વિશે જાણકારી મેળવીએ:

હેલ્થ કેરના ક્ષેત્રે સુલભતામાં ક્રાંતિ

અવરોધોને અલવિદા કહો! આભા ઉત્તરે હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારીના કિનારા સુધીના સમગ્ર પ્રદેશોને કવર કરતા વિવિધ સરકારી કેન્દ્રો પર નિઃશુલ્ક અથવા રાહતના દરે હેલ્થકેર સર્વિસ માટે દરવાજા ખોલે છે.

સમાવેશી કવરેજ

આભા નિષ્પક્ષ છે, દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે, એવા લોકો પણ કે જેઓ કોઈ અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં કવર થતા નથી. તે તમારી સ્વાસ્થ્ય યાત્રા દરમિયાન આવતા અનપેક્ષિત પડકારો સામે તમારા કવચ તરીકે કામ કરે છે.

વ્યક્તિગત હેલ્થ કેર

આભા મૂળભૂત કવરેજ કરતા વધુ પ્રદાન કરે છે ; તે તમારા પર્સનલ આસિસ્ટન્ટની જેમ છે, જે તમને જરૂરિયાત મુજબ તેના લાભો ચાલુ રાખવા અથવા બંધ કરવાની સુવિધા આપે છે. તમારી આંગળીઓના ટેરવે મહત્તમ ફ્લેક્સિબિલિટી.

સુનિશ્ચિત સર્વોત્તમ ક્વૉલિટી

શું ક્યારેય ઉત્તમ હેલ્થકેરની વિશિષ્ટ સુવિધા મેળવવાની ઈચ્છા થઈ છે? આભા એ ઈચ્છા પૂરી કરે છે. સર્વોત્તમ ક્વૉલિટી હેલ્થકેરનો અનુભવ કરો, જે શ્રેષ્ઠતા માટેના આભાના અચલ સમર્પણને દર્શાવે છે.

આર્થિક સશક્તિકરણ

આભા એ માત્ર એક કાર્ડ કરતાં વધુ છે ; આ તમારો આર્થિક બાબતોનો સુપરહીરો છે. હવે મેડિકલ બિલની ચિંતામાં ઊંઘ વિનાની રાતોને અલવિદા કહો. આભાને નાણાંકીય બાબતોનો બોજ સંભાળવા દો, જેથી તમે ખરા અર્થમાં મહત્વપૂર્ણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકો, જે છે - તમારું સ્વાસ્થ્ય.

સરળ ઍક્ટિવેશન

તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર છે? કોઈ સમસ્યા નથી! આભા સાથે, આ કાર્ય થોડા ક્લિકમાં જ થઈ જાય છે. સરળતાથી તમારું હેલ્થ કાર્ડ આઇડી બનાવો અને તમારી ઈચ્છા મુજબ તેને ડિઍક્ટિવેટ કરો, જેથી જરૂર પડે બ્રેક લઈ શકો. ટૂંકમાં, આભા એક કાર્ડ કરતાં વધુ છે ; તે એક પ્રકારની ક્રાંતિ છે. તે તમારી અનન્ય જરૂરિયાતો અનુસાર સુલભ, વાજબી હેલ્થકેર સુનિશ્ચિત કરે છે. બહેતર સ્વાસ્થ્ય એ જાહોજલાલી નહીં પણ મૂળભૂત અધિકાર હોય એવી દુનિયામાં કદમ માંડવા માટે તૈયાર થઈ જાઓ , અને તેને અનલૉક કરવા માટે આભા તમારા માટે વિશિષ્ટ કૂંચી છે!   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે