પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
04 માર્ચ 2021
488 Viewed
Contents
કોઈપણ વય જૂથની વ્યક્તિને હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમના વધતા દરોને કારણે તમામ આવક વર્ગોના લોકો માટે તે વ્યાજબી હોય તેવું જરૂરી નથી. વધુમાં, ભારત જેવા દેશોમાં, બાળકો તેમનું શિક્ષણ પૂરું થયા પછી પણ માતાપિતા પર આધારિત હોય છે, અને જીવનના પાછલા તબક્કામાં માતાપિતા તેમની આર્થિક જરૂરિયાતો માટે તેમના બાળકો પર આધારિત હોય છે. આ સ્થિતિમાં ફેમિલી ફ્લોટર્સ અને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ જેવી પૉલિસીઓ મદદે આવે છે.
ફેમિલી ફ્લોટર પૉલિસી માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ પૉલિસીધારકના પરિવારને કવર કરી છે. આ લાભ એક જ પ્રીમિયમની ચુકવણી પર ઉપલબ્ધ છે અને વીમાકૃત રકમ પણ પૉલિસીધારકના પરિવાર વચ્ચે શેર કરવામાં આવે છે. તે પરિવારના વિવિધ મેમ્બરના એક થી વધુ હૉસ્પિટલાઇઝેશનને પણ કવર કરી શકે છે. ઉદાહરણ: શ્રી અગ્નિએ રુ.10 લાખની ફેમિલી ફ્લોટર પૉલિસી લીધી છે, જે પોતાને, તેમની પત્ની અને બે બાળકોને કવર કરે છે. હવે પૉલિસી વર્ષ દરમિયાન, શ્રી અગ્નિને ડેન્ગ્યુ થયાનું નિદાન કરવામાં આવ્યું અને તેમના હૉસ્પિટલાઇઝેશન ખર્ચ રુ.3.5 લાખ થયો હતો. તેમણે ક્લેઇમ રજૂ કર્યો અને તેને સ્વીકારવામાં આવ્યો. હવે બાકીના વર્ષ માટે રુ.6.5 લાખનો ઉપયોગ પરિવારના 4 માંથી કોઈપણ મેમ્બર દ્વારા કરી શકાય છે. જો વર્ષના પાછલા મહિનાઓમાં, શ્રી અગ્નિની દીકરીને મલેરિયા થાય અને તેણીનો ખર્ચ રુ.1.5 લાખ સુધીનો હોય, તો તે જ પૉલિસી હેઠળ ક્લેઇમ કરી શકાય છે. કેટલીક પૉલિસીઓમાં ફેમિલી ફ્લોટર પૉલિસીના અલગ-અલગ વેરિએશન પણ છે જ્યાં તેઓ પરિવારના દરેક વ્યક્તિ માટે અલગ કવર ધરાવે છે અને પછી ઓવરઓલ ફ્લોટિંગ વીમા રકમ ધરાવે છે.
વાજબી: એકથી વધુ પૉલિસી લેવાથી વ્યક્તિના ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમારા બધા પ્રિયજનોને કવર કરે છે અને તુલનાત્મક રીતે તે સસ્તા છે. ઝંઝટ મુક્ત: તેના વડે તમે તમારા પરિવારની એકથી વધુ પૉલિસીઓને મેનેજ કરવાની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો. ટૅક્સ લાભો: ચૂકવેલ પ્રીમિયમને ઇન્કમ ટૅક્સની ગણતરી માટે કુલ આવકમાંથી કપાત તરીકે દર્શાવી શકાય છે.
ફ્લોટર પૉલિસીઓ પરિવારો માટે ઉપલબ્ધ હોવાથી, તે જાણવું મહત્વપૂર્ણ છે કે તેમના અનુસાર પરિવારની વ્યાખ્યા શું છે અને કોને કવર ના શકાય જ્યારે તમે ખરીદો એક ફેમિલી ફ્લોટર પૉલીસી. સામાન્ય રીતે, દરેક પૉલિસીમાં પરિવારની વ્યાખ્યા પોતાની રીતે કરવામાં આવે છે, અને તેમાં સમાવેશ અને બાકાતના કેટલાક નિયમો હોય છે. પરિવારમાં જીવનસાથી, બાળકો, માતાપિતા અને સાસુ-સસરા શામેલ હોઈ શકે છે. જો કે કેટલીક પૉલિસીઓ હેઠળ પરિવારમાં 2 પુખ્ત વ્યક્તિઓ સુધી સમાવેશ થાય છે, જ્યારે કેટલીક પૉલિસીઓ એક જ પૉલિસી હેઠળ 4 પુખ્તો સુધી સમાવે છે.
તમારા પૉલિસી પ્રોવાઇડર અનુસાર ફ્લોટર પૉલિસીઓની વય મર્યાદા 60 અથવા 65 વર્ષ હોય છે. જો તમારા માતાપિતાની ઉંમર તેથી વધુ હોય, તો તેઓને ફ્લોટર હેઠળ કવર કરી શકાતા નથી અને તમારે તેમના માટે અલગ પૉલિસી ખરીદવાની રહેશે. પરંતુ જો તેઓ માપદંડની અંદર હોય તો પણ નીચેના કારણોસર તેમને અલગ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે:
પરિવારમાં તમારા બાળકોનો સમાવેશ થતો જ હોય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું તેઓ તમારી ફ્લોટર પૉલિસીનો ભાગ હોવો જોઈએ કે તેમની અલગ પૉલિસી હોવી જોઈએ. અહીં, નિષ્ણાતો સૂચવે છે કે જો બાળકો આશ્રિત હોય, તો તેઓને ફ્લોટર હેઠળ કવર કરી શકાય છે પરંતુ જો બાળકો આર્થિક રીતે સ્વતંત્ર હોય, તો તેમના માટે અલગ પૉલિસી હોવી સલાહભર્યું છે. આનું કારણ એ છે કે તેમને વધુ કવરેજની જરૂરિયાત હોઈ શકે છે અને વધુ કવરેજ સાથેની ફેમિલી ફ્લોટર પૉલિસીઓ સરખામણીમાં મોંઘી હોઈ શકે છે. ઉપરાંત, તેઓ તેમની આવકમાંથી કર કપાતનો લાભ મેળવી શકે છે. પતિ-પત્ની, અને જો તેમના બાળકો યુવા હોય, તો ફ્લોટર પૉલિસી ખરીદવી યોગ્ય છે. પરંતુ વ્યક્તિગત પૉલિસી અથવા ફ્લોટર પૉલિસીઓ પસંદ કરવી કે નહીં તે નક્કી કરવું એ વ્યક્તિ પર આધાર રાખે છે.
હા, તમે ફેમિલી ફ્લોટર પૉલિસીમાં તમારા સાસુ-સસરાને કવર કરી શકો છો. તમારા સાસુ-સસરા તમારા જીવનસાથી પર આધારિત છે કે નહીં તે મહત્વનું નથી.
ના, તમારા કાકા અથવા કાકી, તેઓ તમારા પર નિર્ભર હોય કે ન હોય, તેમને તમારી ફેમિલી ફ્લોટર પૉલિસીમાં શામેલ કરી શકતા નથી.
50 Viewed
5 mins read
08 નવેમ્બર 2024
113 Viewed
5 mins read
07 નવેમ્બર 2024
341 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
33 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144