રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health insurance claims decoded
7 ઑગસ્ટ, 2022

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે તમારી વિગતવાર માર્ગદર્શિકા

હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે, તમારે હેલ્થ કેર સર્વિસનો ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે તમારા તબીબી ખર્ચને કવર કરે છે. તમારા તબીબી ખર્ચને કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ અથવા ક્લેઇમની રકમની ભરપાઈ દ્વારા કવર કરી શકાય છે. જો તમે નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થાવ છો, તો કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ સુવિધાનો લાભ લઈ શકો છો. જો તમને નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો હૉસ્પિટલનું બિલ તમારે જાતે ચૂકવવાનું રહેશે અને હૉસ્પિટલાઇઝેશન ખર્ચની ભરપાઈ માટે ક્લેઇમ ફોર્મ સાથે હૉસ્પિટલાઇઝેશનને લગતા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે.

આવશ્યક ડૉક્યૂમેન્ટ:

તમારા ક્લેઇમના ઝડપી અને ચિંતા-મુક્ત પ્રોસેસિંગ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ નીચે સૂચિબદ્ધ કરેલ છે:
  • બજાજ આલિયાન્ઝ પાસેથી તમારી હેલ્થ ગાર્ડ પૉલિસી ખરીદતાં પહેલાં તમારી અગાઉની પૉલિસીની વિગતોની ફોટોકૉપી (જો લાગુ પડતું હોય તો).
  • બજાજ આલિયાન્ઝની તમારી વર્તમાન પૉલિસી ડૉક્યૂમેન્ટની નકલ.
  • ડૉક્ટરનું પ્રથમ પ્રિસ્ક્રિપ્શન.
  • હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મ, જેના પર તમારા અથવા તમારા પરિવારના સભ્ય દ્વારા જરૂરી સહીઓ કરેલ હોય.
  • હૉસ્પિટલ ડિસ્ચાર્જ કાર્ડ.
  • બિલમાં ઉલ્લેખિત તમામ ખર્ચ માટેના વિગતવાર વિવરણ સાથેનું હૉસ્પિટલ બિલ. દા.ત., જો બિલમાં દવાઓનો ખર્ચ રૂ. 1,000 દર્શાવવામાં આવ્યો હોય, તો દવાનું નામ, યુનિટની કિંમત અને ઉપયોગમાં લેવામાં આવેલી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ખાતરી કરો. તેવી જ રીતે, જો લેબોરેટરીમાં તપાસ માટે રૂ. 2,000 વસૂલવામાં આવે છે, તો કરવામાં આવેલી તપાસ, કેટલી વાર તપાસ કરવામાં આવી તે સંખ્યા અને તેના દરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ખાતરી કરો. તે જ રીતે ઓપરેશન થિએટરનો ખર્ચ, ડૉક્ટરની સલાહ અને મુલાકાતનો ખર્ચ, ઓપરેશન થિએટરમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો, ટ્રાન્સફ્યુઝન, રૂમનું ભાડું વગેરેની પણ સ્પષ્ટ વિગતવાર માહિતી આપવાની રહેશે.
  • રેવન્યૂ સ્ટેમ્પ સાથેની, યોગ્ય રીતે સહી કરેલ ચુકવણીની રસીદ.
  • લેબોરેટરી અને નિદાન પરીક્ષણના તમામ અસલ રિપોર્ટ. ઉદાહરણ તરીકે, એક્સ-રે, ઇ.સી.જી, યુએસજી, એમઆરઆઈ સ્કેન, હીમોગ્રામ વગેરે (કૃપા કરીને નોંધ કરો કે તમારે ફિલ્મો અથવા પ્લેટ્સ જોડવાની જરૂર નથી, દરેક તપાસ માટે પ્રિન્ટ કરેલ રિપોર્ટ પર્યાપ્ત છે.)
  • જો તમે દવાઓ રોકડેથી ખરીદી છે, અને જો તેનો ઉલ્લેખ હૉસ્પિટલના બિલમાં નથી, તો કૃપા કરીને ડૉક્ટર તરફથી પ્રિસ્ક્રિપ્શન અને કેમિસ્ટ તરફથી તે દવાનું બિલ જોડો.
  • જો તમે નિદાન અથવા રેડિયોલોજી પરીક્ષણો માટે રોકડમાં ચુકવણી કરેલ છે અને હૉસ્પિટલના બિલમાં તેનો ઉલ્લેખ નથી, તો કૃપા કરીને પરીક્ષણો સૂચવતું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, પરીક્ષણના વાસ્તવિક રિપોર્ટ અને નિદાન કેન્દ્રમાંથી પરીક્ષણો માટેનું બિલ મેળવીને જોડો.
  • મોતિયાના ઑપરેશનના કિસ્સામાં, કૃપા કરીને આઇઓએલ સ્ટિકર જોડો.
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ માટે તમારે નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે:
  • દવાઓ: ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવેલ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન અને તે દવાઓનું કેમિસ્ટનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતનો ખર્ચ: ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને ડૉક્ટરનું બિલ અને રસીદ.
  • નિદાન માટેના પરીક્ષણો: પરીક્ષણોની જરૂરિયાત દર્શાવતું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, પરીક્ષણના વાસ્તવિક રિપોર્ટ અને નિદાન કેન્દ્રના બિલ અને રસીદ.
મહત્વપૂર્ણ: માત્ર અસલ ડૉક્યૂમેન્ટ જમા કરાવો. ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા સામાન્ય રીતે ડુપ્લિકેટ અથવા નકલ સ્વીકારવામાં આવતી નથી.

હૉસ્પિટલના બિલની ક્લેઇમ ન કરી શકાય તેવી વસ્તુઓ:

તમારા હૉસ્પિટલના બિલમાં કેટલાક ખર્ચ એવા હોઇ શકે છે જેની ચુકવણી તમારે જ કરવાની હોય છે. આમાં સામાન્ય રીતે શામેલ છે:
  • સર્વિસ શુલ્ક, ઍડ્મિનિસ્ટ્રેશન શુલ્ક, સરચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ, રજિસ્ટ્રેશન શુલ્ક
  • તમામ બિન-તબીબી ખર્ચ
  • ખાનગી નર્સનો ખર્ચ
  • ટેલિફોન કૉલ્સ
  • લૉન્ડ્રી ચાર્જ વગેરે.
અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વધુ માહિતી મેળવો અને કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી માટે મહત્તમ કવરેજ મેળવો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • અમિત જોશી - જૂન 27, 2012 રાત્રે 1:04 કલાકે

    પ્રિય સર/ મેડમ
    હું મારા માતાપિતા, કે જેમની ઉંમર 61 વર્ષ (પિતા) અને 52 વર્ષ (માતા) છે, તેમના માટે હેલ્થ ગાર્ડ ઇન્શ્યોરન્સ લેવા માંગુ છું. હું પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતી બીમારી/ઓપરેશનની સૂચિ જાણવા માગું છું. અને તેનું વાર્ષિક પ્રીમિયમ પણ જાણવા માંગું છું.

    • BJAZsupport - 27 જૂન 2012 સાંજે 5:23 કલાકે

      પ્રિય શ્રી જોશી,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.. હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવામાં તમારી મદદ કરવા માટે સંબંધિત ટીમ તમારા આઇડી પર સંપર્ક કરશે.

      અમે તમારી સેવા માટે તત્પર છીએ.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • શ્વેતા - 25 જૂન 2012 બપોરે 1:54 કલાકે

    ક્લેઇમ નંબર: OC-13-1002-6001-0000530
    વળતર માટેની પ્રક્રિયા વિશે કૃપા કરીને માર્ગદર્શન આપશો, આઇપી નંબર:18505161, મારે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

    • BJAZsupport - 25 જૂન 2012 સાંજે 6:55 કલાકે

      મિસ શ્વેતા,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. અમે તમારા સંદર્ભ માટે તમારા આઇડી પર જરૂરી વિગતો મેઇલ કરીશું.

      તમને વિનંતી છે કે તમે તેને વાંચો અને કોઈપણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • જસવિન્દર - 23 મે 2012 રાત્રે 8:37 કલાકે

    પૉલિસી નંબર, OG-12-1701-8416-00000138, મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હું તેની જાણ કરવા માંગુ છું. તમે જણાવેલ નંબર પર કોઈ જવાબ આપી નથી રહ્યું તો તમે શા માટે તે નંબર આપેલા છે તે જણાવશો... મારો નંબર 998******* છે કૃપા કરીને વહેલી તકે મારો સંપર્ક કરવા માટે કોઈને જણાવશો..આભાર

    • BJAZsupport - મે 24, 2012 સાંજે 6:10 કલાકે

      પ્રિય જસવિંદર,

      તમને થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે. અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • સુશિલ કુમાર સિંઘ - 17 મે 2012 સવારે 7:35 કલાકે

    નમસ્તે,

    પૉલિસી નંબર: OG-13-2403-8409-00000002

    ઉપરોક્ત પૉલિસી નંબર હેઠળ હું હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કરવા માંગું છું. છેલ્લા કેટલાક સમયથી મને કમરના દુખાવાની તકલીફ છે અને મારા કાનમાં પણ સમસ્યા છે (જેના માટે મારે ઈએનટી નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે). મેં હજી સુધી કોઈ ડૉક્ટરની સલાહ લીધી નથી, પરંતુ વહેલી તકે તેમ કરીશ.
    કૃપા કરીને મને જણાવો કે શું મારે આ માટે બીજું કંઈ કરવાની જરૂર છે કેમ કે હું તેના માટે એકદમ યોગ્ય સમયે સારવાર કરાવવાનો છું.

    મને મારા મેઇલ આઇડી પર તે માટેની પ્રક્રિયા અને અન્ય વિગતો (પૉલિસીની વિગતોમાં અથવા ઉપર ઉલ્લેખિત) મોકલવા વિનંતી. મેં ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેની પર કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

    સાદર,
    સુશીલ કુમાર સિંઘ

    • BJAZsupport - મે 17, 2012 સાંજે 6:49 કલાકે

      પ્રિય શ્રી સિંઘ,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. અમે તમારા સંદર્ભ માટે તમારી આઇડી પર જરૂરી વિગતો મેઇલ કરેલ છે.

      તમને વિનંતી છે કે તમે તેને વાંચો અને કોઈપણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • અનિલ - 19 એપ્રિલ 2012 બપોરે 3:18 કલાકે

    હું મારા હૉસ્પિટલાઇઝેશનની જાણ કેવી રીતે કરી શકું?

    • BJAZsupport - 20 એપ્રિલ 2012 સાંજે 7:02 કલાકે

      પ્રિય શ્રી અનિલ,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. તમે અમારી નજીકની શાખા ઑફિસનો સંપર્ક કરી શકો છો, જે https://apps.bajajallianz.com/gmlocator/ પર મળી શકે છે

      વૈકલ્પિક રીતે તમે અમને અમારા હેલ્પલાઇન નંબર 1800-233-3355 અથવા 020-66495000 પર પણ કૉલ કરી શકો છો.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • લ્યુસી રોડ્રિગ્સ - 3 એપ્રિલ 2012 બપોરે 2:57 કલાકે

    પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતી બીમારીઓ/ઑપરેશનની સૂચિની મેળવવા ઈચ્છું છું.

    શું દાંતની સારવાર કવર કરવામાં આવે છે.

    લ્યુસી

    • BJAZsupport - 3 એપ્રિલ 2012 સાંજે 5:48 કલાકે

      પ્રિય લ્યુસી,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. તમારો પૉલિસી નંબર અને સંપર્કની વિગતો મેઇલ કરવા વિનંતી.

      આ તમને વધુ સારી રીતે મદદ કરવા માટે અમને સક્ષમ બનાવશે.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • આશીષ - 25 ફેબ્રુઆરી 2012 સાંજે 5:58 કલાકે

    નમસ્તે,

    પૉલિસી નંબર: OG-12-9906-8416-00000005

    ઉપરોક્ત પૉલિસી નંબર હેઠળ હું હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કરવા માંગું છું. મારી સર્જિકલ સારવાર ચાલી રહી છે, તો મને જણાવશો આના માટે મારે બીજું કંઈ કરવાની જરૂર છે.

    મને મારા મેઇલ આઇડી પર તે માટેની પ્રક્રિયા અને અન્ય વિગતો (પૉલિસીની વિગતોમાં અથવા ઉપર ઉલ્લેખિત) મોકલવા વિનંતી

    સાદર,
    આશીષ આનંદ

    • BJAZsupport - 27 ફેબ્રુઆરી 2012 સાંજે 7:29 કલાકે

      પ્રિય શ્રી આશીષ,

      અમને લખવા બદલ આભાર. અમે તમારા રેફરન્સ માટે તમારી આઇડી પર એક મેઇલ મોકલીશું.

      તમને વિનંતી છે કે તમે તેને વાંચો અને કોઈપણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • રવિ ધનકાની - 12 જાન્યુઆરી 2012 સવારે 10:37 કલાકે

    નમસ્તે,

    મારી પાસે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર OG-11-2202-6001-00000693 છે

    તાજેતરમાં મારી પત્નીને પીઠના ગંભીર દુખાવો/ઈજા માટે ઇમરજન્સી વૉર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દાખલ નહોતા કરવામાં આવ્યા, પરંતુ એક્સ-રે અને એમઆરઆઈ સ્કૅનમાં L4-L5 પર કમ્પ્રેશન જણાયું હતું, ડૉક્ટરે સંપૂર્ણ બેડ રેસ્ટનો આદેશ આપ્યો હતો.

    મને આશા છે કે મારી પૉલિસીમાં ઇમરજન્સી અથવા આવા અકસ્માતો કવર કરવામાં આવે છે. મેં ક્લેઇમની જાણ કરી છે (#14902933) અને ટૂંક સમયમાં જ ડૉક્યૂમેન્ટ મોકલવામાં આવશે.

    આભાર
    રવિ

    • BJAZsupport - જાન્યુઆરી 12, 2012 સાંજે 7:33 કલાકે

      પ્રિય શ્રી ધનકાની,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.. અમે તમારા રેફરન્સ માટે તમારી આઇડી પર એક મેઇલ મોકલ્યો છે.

      તમને વિનંતી છે કે તમે તેને વાંચો અને કોઈપણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

  • પ્રબીર કુમાર સિન્હા - 29 ઓક્ટોબર 2011 સાંજે 4:24 કલાકે

    પ્રિય સર,
    હું મારું અને મારા પરિવારના સભ્યોનું તમારી સાથે (OG-12-2401-8403-00000002) હેલ્થ ગાર્ડ કવર ધરાવું છું, જે 31/03/12 ના રોજ સમાપ્ત થાય છે.
    તાજેતરમાં, મેં કોલકાતામાં દિશા હૉસ્પિટલમાંથી મારી ફેકો સારવાર કરાવી હતી.
    તમારી જરૂરિયાત મુજબ, મેં પુણેની તમારી હેડ ઑફિસમાં તમામ સંબંધિત ડૉક્યૂમેન્ટ સાથે મારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સબમિટ કર્યો છે.
    મારો ક્લેઇમ સંદર્ભ નંબર 346970 છે. તદુપરાંત મારા દસ્તાવેજ સ્વીકાર્યાની રસીદનો 'સિસ્ટમ જનરેટેડ' રેફરન્સ નંબર IN-1002-0420814 છે.
    જો તમે વહેલી તકે મારો ક્લેઇમ સેટલ કરો છો, તો હું ખૂબ જ આભારી રહીશ.

    કૃપા કરીને મારા મેઇલ આઇડી પર જવાબ આપો.

    આભાર

    પ્રબીર કુમાર સિન્હા
    09874419813

    • BJAZsupport - 31 ઑક્ટોબર 2011 સાંજે 6:33 કલાકે

      પ્રિય શ્રી સિન્હા,

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. તમારો પ્રશ્ન અમે સંબંધિત ટીમને મોકલેલ છે.

      તેઓ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.
      શુભેચ્છા સહ,
      સહાયતા અને સપોર્ટ ટીમ

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે