રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Tax Benefits on Preventive Check-Ups
15 જૂન, 2021

ટૅક્સમાં મળતા પ્રિવેન્ટિવ મેડિકલ ચેક-અપના લાભો

તબીબી ક્ષેત્ર આજે સતત નવા રૂપે આવી રહેલી વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર કરવા માટે તૈયાર છે. આ સારવાર મોંઘી હોઈ શકે છે અને તમારી બચત પર અસર કરી શકે છે. હેલ્થકેર સારવારની વધતી કિંમતોનો સામનો કરવા માટે, કોઈપણ વ્યક્તિ પાસે બૅકઅપ પ્લાન હોવો જરૂરી છે. આ પ્લાનમાં માત્ર તબીબી જરૂરીયાતો માટે એકઠાં કરેલ ભંડોળનો સમાવેશ થઈ શકે છે. આ અયોગ્ય લાગી શકે છે, પરંતુ મેડિકલ ઇન્શ્યોરન્સ એ અણધારી બીમારીઓ કવર મેળવવાની એકદમ યોગ્ય રીત છે. બૅકઅપ પ્લાન તરીકે કાર્ય કરવા ઉપરાંત, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ આ ખર્ચાળ તબીબી સારવાર માટે જરૂરી ફાઇનાન્શિયલ કવરેજ મેળવવામાં મદદ કરે છે. વળી, વધતા ફુગાવાને પહોંચી વળવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજમાં વૃદ્ધિ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમારી કારકિર્દીની શરૂઆતમાં ખરીદેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમારો પરિવાર શરૂ થયા બાદ પર્યાપ્ત નિવડી શકતો નથી. આવા સમયે ખરીદેલ હેલ્થ ઇન્શ્યોરન્સ લાભદાયી નિવડે છે, કારણ કે તેનું કવરેજ સમયાંતરે વધારી શકાય છે. તમારી તબીબી જરૂરિયાતો અનુસાર આ ઇન્શ્યોરન્સના વિવિધ પ્લાન ઉપલબ્ધ છે જેમાં પ્રસૂતિ કવરેજ, ગંભીર બીમારીઓ માટે કવર, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટેના તથા અન્ય પ્લાનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, ટૅક્સની ગણતરી સમયે તમારી કુલ આવકમાંથી કરવામાં આવતી કપાત એ હેલ્થ ઇન્શ્યોરન્સનો મળતો લાભ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં ટૅક્સમાં શું લાભ મળે છે?

વિવિધ તબીબી જરૂરિયાતો માટે વિવિધ પ્લાન્સ ખરીદી શકાય છે, તથા આ તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ટૅક્સમાં લાભ લઈ શકાય છે. ઇન્કમ ટૅક્સ એક્ટના સેક્શન 80D, 1961, હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમની રકમ જેટલી છૂટ મળે શકે છે. માત્ર પૉલિસીધારક માટે જ નહીં, પરંતુ તેના આશ્રિતો, જેમાં બાળકો અને માતાપિતા પણ શામેલ છે, તેમના માટે પણ છે. લાભાર્થી આશ્રિત હોય કે ન હોય, તે કપાતનો લાભ લઈ શકે છે, કપાતની રકમ લાભાર્થીની ઉંમર પર આધારિત છે. મુખ્ય પૉલિસીધારક, એટલે કે તમે, અને તમારા જીવનસાથી અને બાળકોની ઉંમર 60 વર્ષથી ઓછી હોય, તો ₹ 25,000 ની કપાતનો લાભ લઈ શકાય છે. તમારા માતાપિતા માટે સમાન રકમનો લાભ ઉપલબ્ધ છે, જો ઇન્શ્યોરન્સ ધારક પાસે હોય કોઈ વ્યક્તિગત કે  ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. ઉપરોક્ત કિસ્સામાં, જો તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક (60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય) હોય, તો ચૂકવેલ પ્રીમિયમ માટે આ કપાત ₹ 50,000 સુધી ઉપલબ્ધ છે. જો તમારી અથવા તમારા જીવનસાથીની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો પણ સમાન વધારેલી કપાતનો લાભ લઈ શકાય છે. આનો સારાંશ નીચેના ટેબલમાં આપવામાં આવ્યો છે -
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભાર્થી સ્વયં, જીવનસાથી અને બાળકો માટે કપાત માતાપિતા માટે કપાત મહત્તમ કપાત
સ્વયં, જીવનસાથી અને બાળકો (તમામની ઉંમર 60 વર્ષથી ઓછી) ₹ 25,000 - ₹ 25,000
સ્વયં, જીવનસાથી, બાળકો અને માતાપિતા, તમામની ઉંમર 60 વર્ષથી ઓછી ₹ 25,000 ₹ 25,000 ₹ 50,000
સ્વયં, જીવનસાથી, 60 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વરિષ્ઠ નાગરિક એવા માતાપિતા ₹ 25,000 ₹ 50,000 ₹ 75,000
સ્વયં, જીવનસાથી અને બાળકો અને માતાપિતા, તમામ વરિષ્ઠ નાગરિક ₹ 50,000 ₹ 50,000 ₹ 1,00,000

શું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ કવર કરવામાં આવે છે?

ઉપરોક્ત મર્યાદામાં ₹ 5,000 ની સબ-લિમિટ શામેલ છે જે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે છે. શરૂઆતના તબક્કામાં નિદાન માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ એક વિકલ્પ છે, જેથી, જો સારવાર જરૂરી હોય તો તે કરાવી શકાય. આ રીતે, તમે પોતાની તપાસ કરાવીને ઘણી મોટી બચત કરી શકો છો. કેટલાક ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેક માટે ફિઝિશિયન અથવા જનરલ પ્રેક્ટિશનર દ્વારા કરવામાં આવતા નિયમિત ચેક-અપનું કવરેજ શામેલ છે. કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં લાંબા ગાળાની ગંભીર બીમારીઓના પ્રારંભિક લક્ષણો નિર્ધારિત કરવા માટે નિયમિત પરીક્ષણો કરવાની સુવિધા પણ શામેલ છે. પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો ટૅક્સમાં લાભ, તે ચોક્કસ નાણાંકીય વર્ષ દરમિયાન થયેલ ખર્ચ માટે લઈ શકાય છે. તદુપરાંત, જો ચુકવણી રોકડમાં કરવામાં આવે છે, તો આ ખર્ચની કપાત પણ મેળવી શકાય છે, જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઓર્ગેનાઇઝ્ડ બેન્કિંગ ચૅનલ દ્વારા ચુકવણી કરવી ફરજિયાત છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના કર લાભો અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ સુવિધા સંબંધિત આ માહિતી તમને કર બચાવવામાં અને સમયાંતરે તપાસ કરવામાં મદદ કરી શકે છે. જો કે, ટૅક્સ બચત એ અતિરિક્ત લાભ છે, પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના સંદર્ભમાં તમારે વિચારવા જેવી મહત્વની બાબત એ તબીબી સારવાર માટે આર્થિક બૅકઅપ તૈયાર કરવાની છે. તેથી, બરાબર તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે