પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
29 માર્ચ 2021
102 Viewed
Contents
પહેલાનાં વખતની જેમ તમારે પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવા માટે કોઈ એજન્ટની મદદ લેવાની જરૂર નથી. આજકાલ, તમે પૉલિસીની વિગતો, પ્રીમિયમની ચુકવણી, પૉલિસીની મુદત અને અન્ય વસ્તુઓ સંબંધિત સહાય ઑનલાઇન મેળવી શકો છો. હવે આપણે સૌ જાણીએ છીએ કે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ની ખરીદી યુવા પેઢી સરળતાથી કરી શકે છે, પરંતુ તેમના કરતા અગાઉની પેઢીનું શું? આ તેમના માટે ખૂબ જ નવું છે, તેથી તેઓ ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સની ચુકવણી કેવી રીતે કરવી તે વિશે પૂછતા રહે છે? તેમણે માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે, આ એક સરળ પ્રક્રિયા છે અને તેમાં ગભરાવા જેવુ કશું નથી. ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટે તમારે માત્ર આટલું જરૂરી છે.
આ યાદી પ્રત્યેક પ્રદાતા માટે થોડી અલગ હોઈ શકે છે, પરંતુ તેમાં મુખ્યત્વે તમામ આવશ્યક વિગતોને કવર કરવામાં આવેલ છે.
જો તમે નવી પૉલિસી લઈ રહ્યા છો, તો સાચી વિગતો અને તમારો સક્રિય રીતે ઉપયોગમાં હોય તેવો સંપર્ક નંબર આપ્યાની ખાતરી કરો, કારણ કે પૉલિસી સંબંધિત તમામ માહિતીની આપ-લે તેના પર જ કરવામાં આવશે.
હવે ચુકવણી કરવા માટે વિવિધ નવા માધ્યમો ઉપલબ્ધ છે. તેથી "હું મારા મેડિક્લેમ પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કેવી રીતે કરી શકું" પ્રશ્નનો સીધો જવાબ આપવો શક્ય નથી. ઉપલબ્ધ વિવિધ વિકલ્પો આ મુજબ છે નેટ બેન્કિંગ લગભગ તમામ બેંક દ્વારા નેટ બેન્કિંગની ઑનલાઇન સુવિધા આપવામાં આવે છે, જેના દ્વારા તમે લાભાર્થીના એકાઉન્ટ નંબર, નામ અને આઇએફએસસી કોડ પ્રદાન કરીને કોઈપણ અન્ય બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરી શકો છો. ડેબિટ કાર્ડ તમે ડેબિટ કાર્ડની વિગતો પ્રદાન કરીને અને ચુકવણી કરતી વખતે ઓટીપી દાખલ કરીને તમારા બેંક એકાઉન્ટ બૅલેન્સમાંથી ચુકવણી કરી શકો છો. ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એક એવી સુવિધા છે જેમાં પ્રથમ પ્રદાતા દ્વારા ચુકવણી કરવામાં આવે છે, અને તમારે નિર્ધારિત સમયગાળાના અંતે પ્રદાતાને ચુકવણી કરવાની હોય છે. આ વિકલ્પમાં તમે થોડા સમય સુધી ચુકવણી સ્થગિત કરી શકો છો. ડિજિટલ વૉલેટ ડિજિટલાઇઝેશનની સગવડ સાથે, ભારતમાં ઘણા ડિજિટલ વૉલેટ પ્રદાતાઓ ઉપલબ્ધ છે અને મોટાભાગે તેઓ તમારા મેડિક્લેમ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સહિત વિવિધ ચુકવણી સેવાઓ ઑફર કરે છે.
હવે આપણે જાણીએ છીએ કે કેવી રીતે ચુકવણી કરવી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઑનલાઇન પરંતુ અમે તેની ઑનલાઇન ચુકવણી શા માટે કરીશું? તેના કારણો આ પ્રમાણે છે ચુકવણીના સુવિધાજનક વિકલ્પો ઑનલાઇન ચુકવણીના કિસ્સામાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી તમે તમારી સુવિધા અનુસાર પસંદ કરી શકો છો. કોઈ વ્યક્તિ પાસે કોઈ એક વિકલ્પનો ઍક્સેસ ન હોય તેમ બની શકે, પરંતુ કોઈપણ ચૅનલનો ઍક્સેસ ન હોય તે આજના સમયમાં શક્ય નથી. કોઈપણ સમયે કોઈપણ સ્થળેથી ચુકવણી કરો તમામ વિસ્તારોમાં વિકાસ થવાથી અંતર ટૂંકા થયા છે. લોકોએ એક સ્થળેથી બીજા, દૂરના વિવિધ સ્થળે કામ માટે તેમજ અન્ય કારણોસર મુસાફરી કરવી પડે છે. આ કારણથી પ્રીમિયમની ચુકવણી સમયસર અને જાતે કરવા જવું એ અશક્ય બની જાય છે. તેથી ઑનલાઇન વિકલ્પો સમયની જરૂરિયાત બની ગયા છે. કોઈ મધ્યસ્થી નથી એવા પ્રસંગો પણ બનેલ છે જ્યાં લાભાર્થીને પૉલિસી વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. તમે જ્યારે સીધા પૉલિસી પ્રદાતા પાસેથી ખરીદો છો ત્યારે આમ બનવું શક્ય નથી. લાભો ચૂકી જવાતા નથી તમને ઘણીવાર હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો જેમ કે નો ક્લેઇમ બોનસ અને સમયસર રિન્યુઅલ બદલ તેમજ એક સારા ગ્રાહક હોવાને કારણે અન્ય છૂટ મળતી હોય છે. પૉલિસીની સમાપ્તિના 15 દિવસ પહેલાં તેને રિન્યુ કરાવવી આદર્શ છે, પરંતુ તમે પૉલિસીની સમાપ્તિ પછી પણ વધુમાં વધુ 15 દિવસમાં તેને રિન્યુ કરાવી શકો છો. ઇમેઇલ અને ફોન કૉલ દ્વારા રિમાઇન્ડર મળવાને કારણે તેમજ એક ક્લિક પર સરળતાથી રિન્યુઅલ કરી શકાતું હોવાને કારણે તમે હંમેશા આ લાભોનો ઉપયોગ કરી શકો છો.
While making payment of health insurance online, my payment has been deducted from my bank account, but no acknowledgment is received. What shall I do? You can check your payment status with the customer grievance department by giving a call or through email. My online payment of premium is stopped halfway. What shall I do? Check the status by calling the provided contact number. *Standard T&C apply Insurance is the subject matter of solicitation. For more details on benefits, exclusions, limitations, terms, and conditions, please read the sales brochure/policy wording carefully before concluding a sale.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144