રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How to Download COVID Vaccination Certificate?
25 નવેમ્બર, 2021

તમારા કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને ઑનલાઇન ડાઉનલોડ કરવાના પગલાં

જો તમે જવાબદાર નાગરિક છો અને તમે પ્રથમ અથવા બંને વેક્સિન લીધેલ છે, તો તમે સરળતાથી તમારું કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો. તમે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુટનિકમાંથી કોઈપણ વેક્સિન લીધેલ હોય, તમે તમારી પસંદગીના કોઈપણ ઑનલાઇન માધ્યમો પરથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરેલ સર્ટિફિકેટમાં તમારા ડોઝની તારીખ અને સમય સહિતની તમારા વેક્સિનેશન વિશેની તમામ વિગતો હશે. જો તમને તમારું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે મૂંઝવણ હોય, તો આ વિશિષ્ટ પોસ્ટ ખાસ તમારા માટે છે. ચાલો, શરૂ કરીએ પરંતુ તે પહેલાં સમજી લઈએ કે તમારે તમારા કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટની જરૂર શા માટે છે.

તમારે વેક્સિનેશન સર્ટિફિકેટની જરૂર શા માટે છે?

કોવિડ 19 વેક્સિન ચેપી વાઇરસથી તમને સુરક્ષિત કરે છે અને તમારું રક્ષણ કરે છે, જેને કારણે તમે માત્ર હળવા લક્ષણો અનુભવો છો, જેની સારવાર ઘરે સેલ્ફ-ક્વોરન્ટાઇન થઈને સરળતાથી કરી શકાય છે. વેક્સિન લેવાથી વાઇરસનો ચેપ લાગતો નથી તેવી એક સમજ પ્રવર્તે છે, જે ખોટી છે. આવી પરિસ્થિતિમાં, તમને વાઇરસનો ચેપ લાગવાનું જોખમ હજુ પણ રહેલું છે, તથા જેમણે હજુ સુધી વેક્સિન લીધેલ નથી તેમને પણ ચેપ લગાડી શકો છો. આવી ઘટનાઓને કારણે ચેપ ફેલાતો રોકવા, ઘણા રાજ્યો તેમજ સંસ્થાઓ અને હૉસ્પિટાલિટી ચેઇન દ્વારા નાગરિકો માટે તેમના વેક્સિનેશનનો પુરાવો, જે તમારું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ છે, તે દર્શાવવો ફરજિયાત બનાવેલ છે. પ્રવાસ અથવા બિઝનેસના હેતુઓ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવાઈ માર્ગે પ્રવેશ કરવા માટે, નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અથવા વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજિયાત છે. વેક્સિનેશન સર્ટિફિકેટ વધુ ઍક્સેસિબલ હોય છે, જેની તમે તમારા ફોન અથવા તમે ઉપયોગમાં લેતા કોઈપણ પોર્ટેબલ ડિવાઇસ પર ડાઉનલોડ કરેલી કૉપી રાખો એ હંમેશા સારી બાબત છે. આ સમજણ સાથે, વિવિધ પોર્ટલ પરથી તમારું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે જોઈએ.

કોવિન પરથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

અમારી અગાઉની એક પોસ્ટમાં અમે, કોવિન પર તમારા વેક્સિનેશન માટે કેવી રીતે રજિસ્ટર કરી શકો છો તે વિશે એક વ્યાપક પોસ્ટ શેર કરેલ હશે. તેથી, જો તમે કોવિન પોર્ટલનો ઉપયોગ કર્યો હોય, તો તમે જાણતા જ હશો કે તેને તમે પોર્ટલ પરથી સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે સાહજિક રીતે જણાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. જેમને ખ્યાલ નથી તેમને માટે, તમે કોવિન વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો તે અહીં આપેલ છે.
 • ઍક્સેસ કરો કોવિન વેબસાઇટ.
 • સાઇન-ઇન બટન પર ક્લિક કરો. તમારી વેક્સિનેશન અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરતી વખતે તમે પહેલીવાર રજિસ્ટ્રેશન કરાવેલ હશે, તેથી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરીને સરળતાથી લૉગ ઇન કરી શકો છો.
 • લૉગ-ઇન કર્યા બાદ તમે ડોઝ સેક્શન જોઈ શકશો, જેમાં તમે લીધેલ ડોઝના આધારે, તે ભાગ લીલા રંગનો દેખાશે.
 • તે સેક્શનમાં આગળ વધો અને તમે ડાઉનલોડ બટન જોઈ શકશો, જેની પર ક્લિક કરી શકાય છે. જો તમે ડોઝ 1 અથવા ડોઝ 2 માટેનું કોવિન વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો, તો તે ડોઝના સર્ટિફિકેટ પર ક્લિક કરો.
 • સર્ટિફિકેટ તમારા ડિવાઇસ પર પીડીએફ અથવા સૉફ્ટ કૉપી તરીકે ડાઉનલોડ કરવામાં આવશે.
 • આ સત્ર બાદ પોર્ટલમાંથી લૉગ આઉટ કરો.

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરીને કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

જો તમે આરોગ્ય સેતુ એપમાંથી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું પસંદ કરો છો, તો તમે એપ ડાઉનલોડ કરીને આમ કરી શકો છો. જો તમે પહેલેથી જ ડાઉનલોડ કરેલ હોય, તો એપ ખોલો અને કોવિન ટેબ પર જાઓ.
 • તેમાં વેક્સિનેશન સર્ટિફિકેટ સિલેક્ટ કરો.
 • તમારો ડોઝ મેળવતી વખતે, તમને 13-અંકનો રેફરન્સ નંબર પ્રાપ્ત થયેલ હશે. અહીં નંબર દાખલ કરો અને પછી 'સર્ટિફિકેટ મેળવો' બટન પર ક્લિક કરો.
 • સર્ટિફિકેટ તમારા ડિવાઇસ પર ડાઉનલોડ કરવામાં આવશે.

ડિજિલૉકરનો ઉપયોગ કરીને કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું

ડિજિલૉકર એક અન્ય વિવિધ માહિતી ધરાવતું પોર્ટલ છે, જેના પરથી તમે તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આની પ્રક્રિયા આરોગ્ય સેતુ એપના ઉપયોગ જેવી જ છે.
 • તમારે તમારા ડિવાઇસ પર ડિજિલૉકર એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરીને તેના પર રજિસ્ટર કરવાનું રહેશે.
 • ત્યાર બાદ હેલ્થ સેક્શનમાં જઈને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પર જવાનું રહેશે.
 • ત્યાં તમને વેક્સિનેશન સર્ટિફિકેટનો વિકલ્પ જોવા મળશે.
 • તમારો 13-અંકનો રેફરન્સ નંબર હાથવગો રાખો અને તેને દાખલ કરો.
 • હવે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
જો તમને તમારો રેફરન્સ નંબર મળતો નથી અથવા તે તમારી પાસે નથી, તો તમારા સર્ટિફિકેટની કૉપી મેળવવાની સૌથી સરળ રીત કોવિન વેક્સિન સર્ટિફિકેટના ડાઉનલોડ વિકલ્પ દ્વારા છે. સર્ટિફિકેટ ડાઉનલોડ થયા બાદ તમામ વિગતો તપાસીને તે સાચી છે કે નહીં તેની ખાતરી કરો. આ પોર્ટલ, ટેક્નોલોજીથી પરિચિત ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે, તે રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે. તેથી, તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો અને મુસાફરી સમયે તમારી જવાબદારી નિભાવો. અને જો તમે તમારો બીજો ડોઝ લીધો નથી, તો તે અનુસાર અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો.

સો વાતની એક વાત

કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિએ આપણને સમજાવ્યું છે કે અનિશ્ચિતતાના આ સમયમાં અને તાત્કાલિક મેડિકલ આવશ્યકતાઓને કારણે આર્થિક સંકડામણ ઉદ્ભવી શકે છે, જે આપણે માટે આર્થિક મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. સંક્રમિત થવાનું જોખમ ખૂબ વધુ છે, તેથી પ્રત્યેક વ્યક્તિ આ અણધાર્યા સમયમાં એક મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાની જરૂરિયાત સમજતા થયા છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે